બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / jan lokpal bill central government

નવી દિલ્હી / સરકારનું સુસ્ત વલણઃ લોકપાલની નિમણૂંકની ગાડી પાટે ચડતી નથી કે પછી...

Divyesh

Last Updated: 03:21 PM, 4 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકપાલની રચના કરવામાં આવી તેને  આવતા મહિને એક વર્ષ પૂર્ણ થશે. છેલ્લા એક વર્ષમાં, લોકપાલની કામગીરી, સરકારનું વલણ, મીડિયાના અહેવાલો અને અન્ય બાબતોનો જોવામાં આવે તો લોકપાલના ભાવિ વિશે કોઈ સારો સંકેત મળતો નથી. ગયા વર્ષે માર્ચમાં જે રીતે તેની રચના કરવામાં આવી હતી, તેનાથી ખાસ કરીને તેના માટે લડનારા લોકોમાં નિરાશા જોવા મળી હતી.લોકપાલથી દેશની પ્રણાલીમાં મૂળભૂત પરિવર્તનની આશાઓ ઉભી થઇ હતી તે પણ ધુંધલી બની છે.અત્યારે સ્થિતિ એવી છે કે  લોકપાલને તેમની ઓફિસ પણ મળી નથી.

એક આરટીઆઈ દ્વારા બહાર આવેલી માહિતી અનુસાર ભારતના લોકપાલની ઓફિસ ચાણક્યપુરીની અશોક હોટેલમાં છે. આ હોટલના ૧ર રૂમ અને બે નાના હોલમાં લોકપાલ કાર્યરત છે અને તેનું માસિક ભાડુ રૂ.પ૦ લાખ છે. જ્યાં સુધી લોકપાલની કામગીરીની વાત છે તો તેની વેબસાઇટ અનુસાર ૩૦ સપ્ટેમ્બર, ર૦૧૯ સુધીમાં ૧૦૬પ ફરિયાદો મળી હતી.

જેમાંથી લગભગ ૧,૦૦૦ ફરિયાદોનું સમાધાન કરવામાં આવ્યું હતું. તેમાંથી મોટાભાગની ફરિયાદો સાવ મામૂલી હતી અને મોટાભાગની લોકપાલના કાર્યક્ષેત્રમાં પણ આવતી ન હતી. બાકીના જે કેસો પેન્ડિંગ છે તેના પર નિયમો ઘડ્યા પછી કાર્યવાહી કરવામાં આવશે. લોકપાલના આ નિયમોની વાત છે તો તે બનાવવાની સરકારને કોઈ ઉતાવળ હોય તેમ લાગતું નથી.

લોકપાલ એક્ટની કલમ-પ૯ જણાવે છે કે લોકપાલ માટેના નિયમો કેન્દ્ર સરકાર બનાવશે. સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનોલ એન્ડ ટ્રેનિંગે નોડલ એજન્સી તરીકે નિયમોનો મુસદ્દો કાયદા મંત્રાલયને મોકલ્યો હતો. પરંતુ કાયદા મંત્રાલય દ્વારા હજી સુધી કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી. લોકપાલના સભ્ય જસ્ટિસ દિલીપ ભોસલેએ ગયા મહિનામાં રાજીનામું આપ્યું હતું.જોકે તેમણે રાજીનામાં માટે વ્યક્તિગત કારણો હોવાનું જણાવ્યું હતું. જોકે એમ કહેવાય છે કે જસ્ટિસ ભોસલે લોકપાલની નિષ્ક્રિયતાથી દુ:ખી હતા.

રાજીનામું આપ્યા પહેલા અલ્હાબાદ હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ રહેલા ભોંસલેએ લોકપાલ અધ્યક્ષ જસ્ટિસ પિનાકીચંદ્ર ઘોષને ત્રણ પત્રો લખ્યા હતા. જેમાં તેમણે વિવિધ બાબતો અંગે ફરિયાદ કરી હતી અને લોકપાલની કામગીરી અંગે કેટલાક સૂચનો પણ કર્યા હતા. તેમણે એવું સૂચન કર્યું હતું કે  કામ શરૂ થાય ત્યાં સુધીના સમયનો ઉપયોગ લોકપાલમાં આવેલી ફરિયાદોને ડિજિટલાઇઝ કરવા અને ફરિયાદની પ્રક્રિયા અંગેના સંબંધિત નિયમો બનાવવા માટે કરી શકાય છે.

બીજા પત્રમાં તેમણે વહીવટી, માળખાગત સુવિધા, ખર્ચ, તકેદારી વગેરે માટે સમિતિની રચના કરવાની માંગ કરી હતી. પોતાના ત્રીજા પત્રમાં તેમણે કામગીરીની કાર્યવાહી નોંધવાની રીત પર નારાજગી વ્યક્ત કરી હતી. જો કે તેમના સૂચનો પર કોઇ કાર્યવાહી થઇ કે કેમ તેની કોઇ માહિતી બહાર આવી નથી.

લોકપાલના સરકારમાં જોવા મળતી સુસ્તીથી એવો પણ સવાલ ઉભો થાય છે કે ભ્રષ્ટાચારના મામલે ગંભીરતા છે કે કેમ? સરકાર ભ્રષ્ટાચાર પ્રત્યે ગંભીર હોય તો લોકપાલને સક્રિય અને સક્ષમ બનાવવા માટે તમામ પ્રયત્નો કરવા જોઈએ. બીજી બાજુ એ પણ હકીકત છે કે સત્તાસ્થાને બેઠેલા કોઇપણ રાજકીય પક્ષને મજબુત લોકપાલ વ્યવસ્થા ગમતી હોતી નથી.વિપક્ષમાં હોય ત્યારે જોરશોરથી માગણી કરનાર પક્ષ સત્તાસ્થાને આવે ત્યારે સુર બદલાઇ જાય છે.

ઉલ્લ્ખનીય છે કે દેશના પ્રથમ લોકપાલ તરીકે સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ ઘોષના નામની ભલામણ વડા પ્રધાન નરેન્દ્ર મોદી, તત્કાલિન મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇ, લોકસભાના તત્કાલિન સ્પીકર સુમિત્રા મહાજન, પૂર્વ એટર્ની જનરલ મુકુલ રોહતગીની પસંદગી સમિતિ દ્વારા કરવામાં આવી હતી. આ કમિટીના સભ્ય અને લોકસભામાં તે વખતના કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ બેઠકમાં ભાગ લીધો ન હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ