બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / બિઝનેસ / it jobs alert 2022 tcs and infosys will recruit 90000 it professionals

તમારા કામનુ / 1 લાખ જગ્યાઓ માટે ટૂંક સમયમાં કરાશે ભરતી, આ મોટી કંપનીએ કરી દીધી મહત્વની જાહેરાત

Premal

Last Updated: 05:19 PM, 30 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે આઈટી ક્ષેત્રમાં નોકરી શોધી રહ્યાં છો તો તેના માટે ઈન્ફોસિસ અને ટીસીએસ તરફથી સારા સમાચાર છે. આઈટીની આ બે દિગ્ગજ કંપનીઓ ચાલુ વર્ષે લગભગ એક લાખ ફ્રેશર્સને નોકરીઓ આપશે.

  • શું તમે આઈટી ક્ષેત્રમાં નોકરી શોધી રહ્યાં છો?
  • ટીસીએસ મોટા પાયા પર ભરતી કરશે
  • ફ્રેશર્સને નોકરી આપવાનુ મહત્વનુ લક્ષ્યાંક

આટલી નોકરીઓ આપશે ટીસીએસ 

રિપોર્ટ મુજબ નોકરીઓની આ સંખ્યા હજુ વધી શકે છે.  ખરેખર આ કંપનીઓમાં નોકરી છોડનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે અને આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે કંપનીએ મોટા પાયા પર ભરતી કરવાનો નિર્ણય કર્યો છે. ખાસ વાત એ છે કે કંપનીઓ ફ્રેશર્સને નોકરીની તક આપી રહી છે. દેશની સૌથી મોટી આઈટી કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસે ચાલુ નાણાંકીય વર્ષમાં લગભગ 40,000 ફ્રેશર્સને નોકરીઓ આપવાનુ લક્ષ્ય રાખ્યું છે.  કંપનીએ ગયા વર્ષે પણ આટલી નોકરીઓનુ લક્ષ્ય રાખ્યુ હતુ. પરંતુ લગભગ એક લાખ લોકોને રોજગાર આપ્યો હતો. આશા છે કે આ વખતે પણ આ સંખ્યા વધશે. ટીસીએસે 31 માર્ચે સમાપ્ત થયેલા ક્વાર્ટરમાં અંદાજે 35, 000 લોકોને નોકરીઓ આપવાનો રેકોર્ડ બનાવ્યો હતો.

ઈન્ફોસિસમાં આટલા ફ્રેશર્સને મળશે રોજગાર

ભારતની આઈટી ક્ષેત્રની બીજી સૌથી મોટી કંપની ઈન્ફોસિસે પણ આ વર્ષે મોટાપાયે ફ્રેશર્સને ભરતી કરવાનુ લક્ષ્ય રાખ્યું છે. કંપનીએ 50,000 આઈટી ફ્રેશર્સને રોજગાર આપવાનો પ્લાન બનાવ્યો છે. આંકડા પર નજર નાખીએ તો ગયા વર્ષે કંપનીએ 85,000 લોકોને નોકરીઓ આપી હતી. જો તમારી પાસે પણ આઈટીની ડિગ્રી અથવા ડિપ્લોમા છે, તો નોકરી મેળવવા માટે કમર કસી લો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ