બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ISRO chief gave major update on Surya mission ADITYA-L1

ISRO / સૂર્ય મિશન પર ISRO ચીફે આપ્યા સારા સમાચાર, ADITYA-L1 ને મોકલેલા ડેટા પર આપી જાણકારી

Priyakant

Last Updated: 09:23 AM, 22 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Aditya-L1 Mission Latest News : ISRO ના વડા એસ. સોમનાથે રવિવારે કહ્યું કે, દેશની પ્રીમિયર સ્પેસ રિસર્ચ એજન્સીનું આદિત્ય L1  સોલાર મિશન સૂર્ય વિશે સતત મોકલી રહ્યું છે ડેટા

Aditya-L1 Mission : સૂર્યના રહસ્યોને સમજવામાં લાગેલા ભારતના આદિત્ય L1 વિશે ISROએ મોટી માહિતી આપી છે. વાત જાણે એમ છે કે,  ISRO એટલે કે ભારતીય અવકાશ સંશોધન સંસ્થાના વડા એસ. સોમનાથે રવિવારે કહ્યું કે, દેશની પ્રીમિયર સ્પેસ રિસર્ચ એજન્સીનું આદિત્ય L1  સોલાર મિશન સૂર્ય વિશે સતત ડેટા મોકલી રહ્યું છે. જ્વેલરી કંપની PC ચંદ્ર ગ્રૂપ દ્વારા વિશેષ પુરસ્કારથી સન્માનિત થયા બાદ સોમનાથે કોલકાતામાં પત્રકારોને જણાવ્યું હતું કે, અવકાશયાનના ઘણા સાધનો ઘણા પાસાઓ પર ડેટા ફીડ કરવા માટે સતત કામ કરી રહ્યા છે.

સૂર્ય મિશન અંગે વધુ માહિતી આપતાં ISROના વડા સોમનાથે જણાવ્યું હતું કે, અમે સૂર્યનું સતત અવલોકન કરીએ છીએ જેમાં અલ્ટ્રાવાયોલેટ મેગ્નેટિક ચાર્જની ગણતરી કોરોના ગ્રાફ ઓબ્ઝર્વેશન એક્સ-રે ઓબ્ઝર્વેશન અને અન્ય બાબતોનો સમાવેશ થાય છે. ભારતનું પ્રથમ સૌર મિશન વાહન આદિત્ય L1  2 સપ્ટેમ્બર, 2023ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું.

ISROના ચીફ સોમનાથે પત્રકારોને જણાવ્યું હતું કે, અમે આ ઉપગ્રહને પાંચ વર્ષ માટે રાખીએ છીએ અને પ્રાપ્ત ગણતરીઓનું લાંબા ગાળાના માપ તરીકે વિશ્લેષણ કરવામાં આવશે. તે તમારા તાત્કાલિક સમાચાર જેવું નથી કે આજે સૂર્ય વિશે કંઈક અહેવાલ છે કાલે કંઈક બીજું થશે, વસ્તુઓ દરરોજ બદલાતી રહેશે. તેમણે કહ્યું કે, તમામ ગણતરીઓ હવે કરવામાં આવશે પરંતુ પરિણામ પછી ખબર પડશે.

વધુ વાંચો: ચીનને મોટો ઝટકો! ભારતમાં શિફ્ટ થશે સપ્લાય ચેઈન, એપલ 5 લાખ ભારતીયોને આપશે નોકરી

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, શું આ મિશન સૂર્યગ્રહણ પર પ્રકાશ પાડવામાં સક્ષમ હશે તો સોમનાથએ કહ્યું કે, જ્યારે સૂર્ય ચંદ્ર દ્વારા અવરોધિત થાય છે ત્યારે ગ્રહણ થાય છે. સ્વાભાવિક રીતે અમારું મિશન ગ્રહણ પહેલાં  દરમિયાન અને પછી સૂર્ય વિશેની માહિતી પણ એકત્રિત કરી રહ્યું છે. અન્ય અવકાશ એજન્સીઓ સાથેના સહયોગ અંગે તેમણે કહ્યું કે ISRO સંયુક્ત ઉપગ્રહ 'NISAR' (NASA-ISRO સિન્થેટિક એપરચર રડાર) બનાવી રહ્યું છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ