બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:39 AM, 22 April 2024
iPhone Job : ભારતમાં રોજગાર શોધી રહેલા યુવાનો માટે સારા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, અમેરિકાની અગ્રણી આઇફોન મેન્યુફેક્ચરિંગ કંપની ભારતમાં મોટા પાયે બિઝનેસ કરવાની તૈયારી કરી રહી છે. એપલ આગામી 3 વર્ષમાં ભારતમાં 5 લાખથી વધુ લોકોને નોકરી આપી શકે છે. અત્યારે એપલના વેન્ડર્સ અને સપ્લાયર્સ ભારતમાં 1.5 લાખ લોકોને રોજગારી આપે છે. તમને જણાવી દઈએ કે, Tata Electronics જે Apple માટે બે પ્લાન્ટ ચલાવે છે તે સૌથી વધુ રોજગાર પેદા કરે છે. નોંધનિય છે કે, iPhone મેન્યુફેક્ચરિંગ કંપની Apple કોરોના મહામારી બાદથી ચીનથી અંતર બનાવી રહી છે અને ભારતમાં રોકાણ કરી રહી છે. હવે કંપની આવનારા સમયમાં તેની સપ્લાય ચેઈનનો અડધો ભાગ ચીનથી ભારતમાં શિફ્ટ કરશે જેનાથી રોજગારીની નવી તકો ઊભી થશે.
ADVERTISEMENT
કંપની ભારતમાં 5 ગણું વધારવા માંગે છે ઉત્પાદન
એપલે ભારતમાં તેનું ઉત્પાદન લગભગ 5 ગણું વધારવાની યોજના બનાવી છે. કંપની આગામી 5 વર્ષમાં ભારતમાં તેનું ઉત્પાદન લગભગ $40 બિલિયન (રૂ. 3.32 લાખ કરોડ) સુધી લઈ જવા માંગે છે. એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું કે, આટલા મોટા પાયે ઉત્પાદન કરવા માટે એપલને ઘણી નોકરીઓ ઉભી કરવી પડશે. કોવિડ 19 રોગચાળા દરમિયાન એપલને ચીનમાં તેના ઉત્પાદન આધારને કારણે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. આ પછી કંપનીએ ભારત તરફ ધ્યાન આપવાનું શરૂ કર્યું.
ADVERTISEMENT
ભારતમાંથી હતી એપલની સૌથી વધુ આવક
માર્કેટ રિસર્ચ ફર્મ કાઉન્ટરપોઈન્ટે કહ્યું છે કે, એપલની ભારતમાંથી વર્ષ 2023માં સૌથી વધુ આવક થશે. જોકે સેમસંગે વેચાણના મામલે જીત મેળવી છે. એપલે ભારતમાંથી અંદાજે 1 કરોડ ફોનની નિકાસ કરી છે. તેમજ રેવન્યુના મામલામાં તે પ્રથમ વખત દેશની નંબર વન કંપની બની છે. એપલે વર્ષ 2023-24માં iPhone નિકાસ દ્વારા ભારતમાંથી $12.1 બિલિયન મેળવ્યા છે. વર્ષ 2022-23માં આ આંકડો 6.27 અબજ ડોલર હતો. આ લગભગ 100 ટકાનો ઉછાળો છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
બિઝનેસ / RBIએ ડિપોઝિટ અને એકાઉન્ટ અંગે જાહેર કર્યા નિર્દેશો, જાણો શું છે સમગ્ર મામલો
Priykant Shrimali
બિઝનેસ / પેટ્રોલ-ડીઝલના ભાવમાં રાહત કે વધારો? ટાંકી ફૂલ કરાવતા પહેલા જાણી લો લેટેસ્ટ રેટ
Priykant Shrimali
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.