બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Israel Palestine conflict : Hamas terrorists enters in Israel land

યુદ્ધ / VIDEO : ગજબ ! હમાસના આતંકીઓ આ રીતે ઉતરી પડ્યાં ઈઝરાઈલ પર એટેક કરવા, વાયરલ થયા ઘણા વીડિયો

Hiralal

Last Updated: 04:21 PM, 7 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુદ્ધની શરુઆત કરતાં મોટા રોકેટ હુમલા કરીને હમાસના આતંકીઓ ઈઝરાઈલી ભૂમિમાં ઘુસતા જોવા મળ્યાં હતા જેના ઘણા વીડિયો સામે આવ્યાં છે.

  • ઈઝરાઈલ અને પેલેસ્ટીની આતંકી જૂથ હમાસ વચ્ચે યુદ્ધ
  • હમાસે યુદ્ધની કરી શરુઆત, ઈઝરાઈલ પર કર્યાં રોકેટ હુમલા
  • હમાસના આતંકીઓ સરહદ ક્રોસ કરીને ઘૂસ્યાં ઈઝરાઈલમાં 

ગાઝા પટ્ટીથી ઈઝરાયેલી ક્ષેત્ર તરફ શરૂ કરવામાં આવેલા રોકેટ હુમલા બાદ ઈઝરાયેલ અને ઈસ્લામિક સંગઠન હમાસ વચ્ચે ફરી એકવાર યુદ્ધ જેવી સ્થિતિ ઉભી થઈ છે. 
હમાસે શનિવારે ઇઝરાઇલ પર વર્ષોમાં સૌથી મોટો હુમલો કર્યો હતો. હમાસના બંદૂકધારીઓ હવે સરહદ પાર કરીને ઇઝરાયેલી વિસ્તારમાં પહોંચી ગયા છે જેના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવી રહ્યા છે. 

હેંગ ગ્લાઈડરથી ઈઝરાઈલની ભૂમિમાં કૂદ્યો હમાસનો આતંકી 
આવા જ એક ફૂટેજમાં હમાસનો એક આતંકી ઈઝરાયલમાં પ્રવેશવા માટે મોટરથી ચાલતા હેંગ ગ્લાઈડરનો ઉપયોગ કરતો જોઈ શકાય છે. એવા વીડિયો પણ સામે આવ્યા છે જેમાં ઈઝરાયલના લોકો પોતાના ઘરની અંદર ડરેલા જોવા મળી રહ્યા છે. હથિયારોથી સજ્જ હમાસના લડવૈયાઓને રસ્તા પર જોઈને તેઓ ભયના માર્યા ચીસો પાડવા માંડે છે. સાથે જ બંદૂકધારીઓ રસ્તા પર અંધાધૂંધ ગોળીબાર કરી રહ્યા છે. આ તસવીરો જોઇને હાલની સ્થિતિને લઇને ચિંતા વધી ગઇ છે. બંને પક્ષો વચ્ચે સશસ્ત્ર અથડામણ અને હિંસાની સંભાવના નોંધપાત્ર રીતે વધી ગઈ છે.

શું બોલ્યાં હમાસના આતંકવાદી નેતા મોહમ્મદ દીફ
હમાસના આતંકવાદી નેતા મોહમ્મદ દીફનું એક પ્રી-રેકોર્ડેડ નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, "અમે ભગવાનની મદદથી આ બધાનો અંત લાવવાનો નિર્ણય કર્યો છે જેથી દુશ્મન સમજી શકે કે જવાબદારી વિનાની બેદરકારીનો સમય સમાપ્ત થઈ ગયો છે." અમે ઓપરેશન અલ-અક્સા ફ્લડ શરૂ કર્યું છે. અલ-અક્સા ફ્લડ હેઠળ 
પહેલા હુમલામાં 20 મિનિટમાં 5 મિસાઈલ અને શેલ છોડવામાં આવ્યા હતા. 

હમાસના આતંકીઓ ઈઝરાઈલી સૈનિકોની લાશ ખેંચી ગયા 
યુનિફોર્મવાળા લોકો હથિયારો સાથે ઈઝરાયેલની સરહદ પાર કરતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં હમાસનો બંદૂકધારી ઉજવણી કરતો નજરે પડે છે. તેઓ ઘણા ઈઝરાઇલી સૈનિકોના મૃતદેહોને શેરીઓમાં ખેંચીને લઈ જતા પણ જોવા મળે છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ