બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / ISKCON bridge accident to appear before court today, charge of murder, demand for sola police remand

કાર્યવાહી / ઈસ્કોન બ્રિજ અકસ્માતમાં 9 પરિવારને ઉજાડનાર આરોપીઓ આજે કોર્ટ સમક્ષ હાજીર હો, માનવ વધનો ગુનો દાખલ, રિમાન્ડની કરાશે માંગણી

Vishnu

Last Updated: 07:54 AM, 21 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈસ્કોન બ્રિજ અકસ્માતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આદેશ બાદ કાર્યવાહીનો ધમધમાટ, મુખ્ય આરોપી સહિત 6 લોકોને આજે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરાશે

  • અમદાવાદમાં ઇસ્કોન બ્રિજના આરોપીને આજે કોર્ટ સમક્ષ હાજર કરાશે
  • 9 લોકોને ચગદી નાખનાર આરોપી તથ્ય અને તેના પિતા સહિત 6 લોકોની થઈ છે ધરપકડ

અમદાવાદમાં ઇસ્કોન બ્રિજ પર અકસ્માત મામલે તથ્ય પટેલ અને તેના પિતા પ્રગ્નેશ પટેલ તેમજ કારમાં સવાર મિત્રોને મેટ્રો કોર્ટમાં આજે રજૂ કરવામાં આવશે. જ્યાં 9 જિંદગીને કચડી નાખરા આરોપી સામે રિમાન્ડની માંગણી પોલીસ દ્વારા કરવામાં આવશે. મહત્વનું છે કે ગઈકાલે ગુરુવારે 160 સ્પીડે કાર ચલાવનાર મુખ્ય આરોપી તથ્ય પટેલ તેમજ તેના પિતા સહિત અન્ય 5 લોકોની પોલીસે ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ માનવ વધના ગુના હેઠળ પોલીસ કાર્યવાહી કરી રહી છે. 

એક જ સપ્તાહમાં ચાર્જશીટ 
મહાનગરોમાં વાહનોનાં ઓવરસ્પીડીંગ અને રેશ ડ્રાઈવિંગ તથા સ્ટંટ કરનારા યુવાઓ સામે જે સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે તે વધુ કડક અને વ્યાપક બનાવાશે.  આ કેસને મોસ્ટ સીવીયર અને મોસ્ટ અર્જન્‍ટ કેસ તરીકે ટ્રીટ કરીને એક જ સપ્તાહમાં ચાર્જશીટ રજૂ કરવા તેમજ સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની નિમણુંક કરીને આ કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવવાની કાર્યવાહી પણ કરવામાં આવશે.

સમગ્ર કેસની તપાસ પોલીસ કમિશ્નરની સીધી દેખરેખ હેઠળ થશે
મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે આ દુર્ઘટનામાં સંડોવાયેલા કસૂરવારો સામે તાત્કાલિક કાયદેસરની કડક કાર્યવાહી, અટકાયત અને સંપૂર્ણ નિષ્પક્ષ તપાસના આદેશો આ ઉચ્ચસ્તરીય બેઠકમાં આપ્યા હતા. તદ્‌અનુસાર, અમદાવાદ શહેર પોલીસ કમિશનરની સીધી દેખરેખમાં એક જોઈન્‍ટ કમિશનર, ત્રણ ડી.સી.પી અને પાંચ પી.આઈ આ અકસ્માતની ઘટના અંગે તપાસ કરી રહ્યા છે.

રિ-કન્ટ્રક્શન નબીરા તથ્ય અને તેના પિતાએ બે હાથ જોડી માફી માંગી
ગઈકાલે ગુરુવારે પોલીસ દ્વારા બંને પિતા-પુત્રને અકસ્માત થયેલ જગ્યાએ પોલીસ દ્વારા લઈ જઈને સમગ્ર અકસ્માતનું રિ-કન્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. ત્યારે બંને પિતા પુત્ર દ્વારા બ્રિજ ઉપર બે હાથ જોડીને લોકોની માફી માંગી હતી. તેમજ પિતા-પુત્રને ઉઠક બેઠક કરાવી હતી. 

કાર 160 ની સ્પીડમાં હોવાનો FSL  નો રિપોર્ટમાં ખુલાસો
અમદાવાદમાં ઈસ્કોન બ્રિજ પર સર્જાયેલ અકસ્માત મામલે એફએસએલ દ્વારા રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે કાર 160 ની સ્પીડમાં હોવાનું રિપોર્ટમાં ખુલાસો થયો છે.

ઈસ્કોન અકસ્માત મામલે ગૃહમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન
અમદાવાદ ઇસ્કોન અકસ્માત મામલે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, દુર્ઘટનાની સમગ્ર બાબતો અંગે મુખ્યમંત્રી સમીક્ષા કરી છે. તેમજ અકસ્માત થવાનાં ટેકનિકલ કારણોથી પણ મુખ્યમંત્રીને અવગત કરવામાં આવ્યા છે. પીડિતને ન્યાય મળે અને કસૂરવાર સામે કડક પગલાંઓ લેવાય તે અંગે મુખ્યમંત્રીએ સૂચના આપી છે.  આગામી દિવસો માં અકસ્માત કોઈ રીતે રોકી શકાય છે તેના પર ચર્ચા અને કાર્યવાહી કરવામા આવશે. તેમજ અમદાવાદ ઈંચાર્જ પોલીસ કમિશ્નર, માર્ગ અને મકાન વિભાગ તથા મહાનગર પાલિકા ના અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરવામા આવી છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ