બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

VTV / ગુજરાત / ISIS wanted to blast IEDs in Gujarat, The planning was from Ayodhya to Mumbai

મોટા સમાચાર / ISISના નિશાને ગુજરાત: અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીનગરમાં IED બ્લાસ્ટ કરવા માંગતા હતા; અયોધ્યાથી લઈ મુંબઈ સુધી હતું પ્લાનિંગ, આતંકવાદીએ પોતે કર્યો ખુલાસો

Megha

Last Updated: 10:43 AM, 3 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ISISના મોસ્ટ વોન્ટેડ આતંકીની દિલ્લીમાં ધરપકડ બાદ ખબર પડી કે ગુજરાતના વિવિધ શહેરો પણ આતંકીના નિશાના પર હતા. આતંકીએ અમદાવાદ, વડોદરા, સુરત અને ગાંધીનગરમાં હુમલા માટે રેકી પણ કરી હતી.

  • દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ISISના 3 આતંકીઓની ધરપકડ કરી 
  • ગુજરાતના વિવિધ શહેરો પણ આતંકીના નિશાના પર હતા
  • આતંકી શાહનવાઝની પત્ની ગુજરાતી હોવાનો ખુલાસો થયો 
  • સાથે જ અયોધ્યા રામ મંદિર અને મુંબઈનું છાબરા હાઉસ પણ 

સોમવારે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ISISના 3 આતંકીઓની ધરપકડ કરી હતી. ત્રણેય આતંકીઓએ પૂછપરછ દરમિયાન મોટા ખુલાસા કર્યા છે. કડક પૂછપરછ દરમિયાન આતંકીઓએ જણાવ્યું કે તેમના નિશાના પર કેટલાક મંદિરો સાથે દેશના ઘણા મોટા નેતાઓ હતા. આ દરમિયાન અયોધ્યામાં રામ મંદિરની સાથે મુંબઈમાં છાબરા હાઉસ પણ આતંકવાદીઓના નિશાના પર હતું. 

ગુજરાતના વિવિધ શહેરો પણ આતંકીના નિશાના પર હતા
પૂછપરછ દરમિયાન ત્રણેય આતંકી શાહનવાઝ, રિઝવાન અને અરશદે ઘણા મોટા ખુલાસા કર્યા છે. ISISના મોસ્ટ વોન્ટેડ આતંકીની દિલ્લીમાં ધરપકડ બાદ ખબર પડી કે ગુજરાતના વિવિધ શહેરો પણ આતંકીના નિશાના પર હતા. આ ત્રણમાંથી એક આતંકી શાહનવાઝનો પ્લાન ગુજરાતમાં બ્લાસ્ટ કરવાનો પણ હતો. તેને અમદાવાદ, વડોદરા, સુરત અને ગાંધીનગરમાં હુમલા માટે રેકી પણ કરી હતી. આ ખુલાસા બાદ દિલ્લી પોલીસની તપાસમાં હવે ગુજરાત પોલીસ પણ જોડાશે. 

આતંકી શાહનવાઝની પત્ની ગુજરાતી હોવાનો ખુલાસો થયો 
અંહિયા નોંધ લેવા જએવી બાત એ છે કે આતંકી શાહનવાઝની પત્ની ગુજરાતી હોવાનો ખુલાસો થયો છે. આતંકીની પત્નીનું નામ બસંતી પટેલ જાણવા મળ્યું છે, જે બાદથી તપાસ વધુ તેજ કરવામાં આવી છે. સાથે જ એમ પણ માહિતી મળી છે કે પત્ની બસંતી પટેલને ઇસ્લામ ધર્મમાં પરિવર્તિત કરવામાં આવી હતી જે બાદ તેનું નામ મરિયમ રાખવામાં આવ્યું છે. હાલ શાહનવાઝની પત્ની સ્પેશિયલ સેલના રડાર પર છે એટલે હવે દિલ્લી પોલીસ સાથે ગુજરાત પોલીસ પણ તપાસમાં ઝંપલાવશે. 

ISIS terrorist with a Rs 3 lakh bounty on his head arrested by Delhi Police
શાહનવાઝે ગુજરાતી છોકરી સાથે કર્યાં હતા લગ્ન

અમદાવાદમાં IED પ્લાન્ટ કરીને ટાર્ગેટ કિલિંગ કરવાનો પ્લાનિંગ 
શાહનવાઝે મુંબઈ, સુરત, વડોદરા અને ગાંધી નગરમાં મંદિરો અને દરગાહ, વીઆઈપી રાજકીય અને મોટા નેતાઓના રૂટ સહિત ઘણા ભીડભાડવાળા વિસ્તારોની રેકી કરી હતી અને અમદાવાદમાં IED પ્લાન્ટ કરીને ટાર્ગેટ કિલિંગ કરવાનું વિચારી રહ્યો હતો. તેણે પશ્ચિમ રાજસ્થાનના નકશાની પણ તપાસ કરી જેથી ત્યાંના સ્થાન પર IED ટેસ્ટિંગ પોઈન્ટ બનાવી શકાય.

IED બનાવવાની સામગ્રી સહિત આ વસ્તુઓ મળી આવી 
દિલ્હીમાં સ્પેશિયલ સેલના અધિકારીએ જણાવ્યું કે મોહમ્મદ શાહનવાઝના ઠેકાણામાંથી IED બનાવવાની સામગ્રી, પિસ્તોલ અને તેના કારતૂસ, બોમ્બ બનાવવાની સામગ્રી, ઘણા દસ્તાવેજો વગેરે મળી આવ્યા છે. ગયા મહિને જ આ લોકો સામે ઈનામની જાહેરાત કરવામાં આવી હતી. આ લોકો પર બ્લાસ્ટના વિવિધ કેસમાં સામેલ હોવાનો આરોપ છે. જેમાં મોહમ્મદ શાહનવાઝની તેના અન્ય બે સહયોગીઓ સાથે ધરપકડ કરવામાં આવી હતી જ્યારે અન્ય આરોપી મોહમ્મદ રિઝવાન ફરાર છે. આરોપીઓને કોર્ટમાં રજૂ કરી સાત દિવસના પોલીસ કસ્ટડીના રિમાન્ડ મેળવ્યા છે.' 

સાથે જ એક પોલીસ અધિકારીએ કહ્યું કે 'આતંકવાદીઓ 26/11 કરતા વધુ નુકસાન પહોંચાડવાની યોજના બનાવી રહ્યા હતા. આતંકવાદી શાહનવાઝને વિસ્ફોટ કરવાની ટ્રેનિંગ આપવાની સૂચના મળી હતી. કોઈ એક ખાસ મોકા પર હુમલો કરવાની યોજના હતી. તારીખ પાકિસ્તાનમાં બેઠેલા તેના હેન્ડલરે નક્કી કરવાની હતી.'
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ