બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Ishant Sharma made a 'bang' as soon returned to IPL after two years, did not get an entry in Team India for 10 years

IPL 2023 / બે વર્ષ બાદ IPLમાં વાપસી કરતા જ આ ખેલાડીએ કર્યો 'ધમાકો', 10 વર્ષથી ટીમ ઈન્ડિયામાં નથી મળી એન્ટ્રી

Megha

Last Updated: 01:05 PM, 21 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ ખેલાડી 2013થી ભારતની T20 ટીમમાંથી પણ બહાર હતો અને આ ખેલાડીની વાપસી એવી હતી કે આ મેચમાં તે દિલ્હી કેપિટલ્સ માટે ટ્રમ્પ કાર્ડ સાબિત થયો હતો.

  • બે વર્ષ બાદ IPLમાં પરત ફર્યો આ ખેલાડી 
  • ગઇકાલની મેચમાં 4 ઓવરમાં 19 રન આપીને બે વિકેટ ઝડપી
  • છેલ્લી મેચ મે 2021માં પંજાબ સામે રમી હતી

આઈપીએલ 2023ની 28મી મેચમાં ગઇકાલે દિલ્હી કેપિટલ્સનો સામનો કોલકાતા નાઈટ રાઈડર્સ સામે થયો હતો અને સિઝનની પહેલી પાંચ મેચ હારેલી દિલ્હીની ટીમે આ મેચમાં ઘણા ફેરફાર કર્યા હતા. આ સાથે જ આ મેચમાં એક એવા ખેલાડીની એન્ટ્રી થઈ હતી જે બે વર્ષ બાદ IPLમાં પરત ફર્યો હતો. નોંધનીય છે કે આ ખેલાડી 2013થી ભારતની T20 ટીમમાંથી પણ બહાર હતો અને આ ખેલાડીની વાપસી એવી હતી કે આ મેચમાં તે દિલ્હી કેપિટલ્સ માટે ટ્રમ્પ કાર્ડ સાબિત થયો હતો. દિલ્હીની ટીમના આ ખેલાડીએ એવી રમત રમી કે મેચ દરમિયાન તેને કેકેઆરના કેપ્ટન અને એક સિનિયર ખેલાડીને પેવેલિયન પરત મોકલ્યા હતા અને 4 ઓવરમાં માત્ર 19 રન આપ્યા હતા. 

આ ખેલાડી છે ટીમ ઈન્ડિયાના અનુભવી ઝડપી બોલર ઈશાંત શર્મા. આ ખેલાડીએ ગઇકાલની એ મેચમાં 4 ઓવરમાં 19 રન આપીને બે વિકેટ ઝડપી હતી. તેની ઇનિંગ દરમિયાન પહેલા તેને KKRના કેપ્ટન નીતિશ રાણાને આઉટ કર્યો હતો અને ત્યારબાદ તેને સુનીલ નારાયણને પણ પેવેલિયન મોકલ્યો હતો. જો કે અંહિયા ખાસ વાત એ છે કે આ ખેલાડી બે વર્ષ બાદ IPLમાં પરત ફર્યો હતો, નોંધનીય છે કે ઈશાંત શર્મા છેલ્લી મેચ મે 2021માં પંજાબ સામે રમી હતી. 

આ સાથે જ જો ટીમ ઈન્ડિયાની વાત કરીએ તો નવેમ્બર 2021થી તેણે ઈન્ટરનેશનલ ક્રિકેટ રમી નથી અને 2016 પછી તેને ODI ટીમમાં અને 2013 પછી T20 ટીમમાં સ્થાન મળ્યું નથી. નોંધનીય છે કે તેને 10 વર્ષથી T20 ઈન્ટરનેશનલ ક્રિકેટ નથી રમી પણ આટલા વર્ષો પછી ગઇકાલની મેચમાં શાનદાર બોલિંગ કરીને તેને KKRના બેટ્સમેનોને હરાવ્યા હતા.

દિલ્હી કેપિટલ્સ ટીમ IPL 2023માં તેમની શરૂઆતની પાંચ મેચ હારી ગઈ હતી. જે બાદ ટીમે છઠ્ઠી મેચમાં ઘણા ફેરફાર કર્યા હતા અને મેચ જીતી હતી. ઈશાંત શર્માને આ સિઝનમાં દિલ્હીની ટીમે માત્ર બેઝ પ્રાઈસ પર 50 લાખમાં સામેલ કર્યો હતો, છેલ્લે વર્ષ 2021માં રમ્યો હતો જ્યાં તેને 3 મેચમાં માત્ર એક જ વિકેટ મળી હતી. ત્યારબાદ વર્ષ 2022માં કોઈ ટીમે તેને ખરીદ્યો નહતો. આ સિઝનમાં દિલ્હી કેપિટલ્સે પાંચ હાર બાદ તેને છઠ્ઠી મેચમાં તેને સ્થાન આપ્યું હતું. 

નોંધનીય છે કે ઈશાંત શર્માની આ 94મી આઈપીએલ મેચ હતી અને અત્યાર સુધીમાં કુલ 74 વિકેટ ઝડપી છે. આ સાથે જ 12 રનમાં 5 વિકેટ IPLમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે અને તેની ઈકોનોમી 8.10 રહી છે. તેને ભારત માટે 14 T20 ઈન્ટરનેશનલ મેચ રમી છે જેમાં 8 વિકેટ અને ટેસ્ટ ક્રિકેટમાં 105 મેચમાં 311 અને 80 વનડેમાં 115 વિકેટ ઝડપી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ