બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / લાઈફસ્ટાઈલ / પ્રવાસ / irtct valentine day tour package for thailand check fare price and other tour

કામની વાત / વેલેન્ટાઈન ડે પર તમારા પાર્ટનરને આપો સરપ્રાઈઝ, થાઈલેન્ડ ફરવાનો બેસ્ટ મોકો, IRCTC લઈને આવ્યું ખાસ પેકેજ

Arohi

Last Updated: 03:48 PM, 9 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IRCTC Valentine Day Tour Package: વેલેન્ટાઈન ડે ના અવસર પર થાઈલેન્ડ ફરવા જવા માટે IRCTC એક શાનદાર ટૂરપેકેજ લઈને આવ્યું છે.

  • IRCTC લઈને આવ્યું ખાસ ટૂર પેકેજ
  • વેલેન્ટાઈન ડે પર પાર્ટનરને આપો સરપ્રાઈઝ 
  • જાણો પેકેજ વિશે સંપૂર્ણ ડિટેલ્સ 

જો તમે વેલેન્ટાઈન ડેના દિવસે કોઈ શાનદાર જગ્યા પર ફરવા જવા માંગો છો. તો IRCTC તમારા માટે એક શાનદાર ટૂર પેકેજ લઈને આવ્યું છે. આ ટૂર પેકેજ હેઠળ તમને થાઈલેન્ડ ફરવાનો મોકો મળશે. દુનિયાભરમાં થાઈલેન્ડની ગણતરી એક લોકપ્રિય ટૂરિસ્ટ ડેસ્ટિનેશનના રૂપમાં થાય છે. 

પોતાના સુંદર સમુદ્રી તટો અને દ્વીપોને કારણે આ દેશ દુનિયાભરમાં ખૂબ જ લોકપ્રિય છે. તેના ઉપરાંત અહીંની પ્રાકૃતિક સુંદરતા થાઈલેન્ડની સુંદરતામાં ચારચાંદ લગાવી દેશે. એવામાં આ વેલેન્ટાઈન ડે પર તમને IRCTCના થાઈલેન્ડ ટૂર પેકેડને મિસ ન કરવું જોઈએ. IRCTCના આ થાઈલેન્ડ ટૂર પેકેજમાં તમને ઘણી શાનદાર સુવિધાઓ પણ મળી રહી છે.  

જાણો શું છે IRCTCના ટૂર પેકેજમાં ખાસ 
IRCTCના આ ટૂર પેકેજનું નામ TREASURES OF THAILAND, VALENTINE’S DAY SPECIAL EX HYDERABAD છે. IRCTCનું આ એક ફ્લાઈટ ટૂર પેકેજ છે. આ ટૂર પેકેજની શરૂઆત 14 ફેબ્રુઆરી, 2024એ હૈદરાબાદથી થવાની છે. આ ટૂર પેકેજ હેઠળ તમને કુલ 3 રાત અને 4 દિવસ ફરવાનો મોકો મળશે. પેકેજ હેઠળ તમને થાઈલેન્ડમાં બેંકૉક અને પટાયા જેવી સુંદર અને લોકપ્રિય સ્થાનો પર ફરવા જવા મળશે. 

આ ટૂર પેકેજમાં તમને નવી શાનદાર સુવિધાઓ મળી રહી છે. પેકેજમાં તમને ઈંશ્યોરન્સ અને ગાઈડની પણ સુવિધા મળશે. તેના ઉપરાંત તમારા બ્રેકફાસ્ટ, લંચ, ડિનરથી લઈને રૂમ માટે હોટલની પણ વ્યવસ્થા કરવામાં આવશે. 

વધુ વાંચો: Chocolate Day: ચોકલેટ ડે શા માટે ઉજવવામાં આવે છે, શું છે તેનું મહત્વ અને ઇતિહાસ? જાણો

જો વાત ભાડાની કરવામાં આવે તો એકલા યાત્રા કરવા પર તમને 56,845 રૂપિયા ભાડુ આપવું પડશે. જો તમે બે લોકોની સાથે યાત્રા કરી રહ્યા છો તો આવી સ્થિતિમાં વ્યક્તિ દીઠ 48,470 રૂપિયા છે. ત્યાં જ જો તમે ત્રણ લોકોની સાથે મુસાફરી કરી રહ્યા છો તો એવામાં તમને વ્યક્તિ દીઠ 48,470 રૂપિયા ભાડાના રૂપમાં આપવું પડશે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ