બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / સ્પોર્ટસ / Cricket / IPL Auction 2024: Manish Pandey Steve Smith Karun Nair remained unsold

Unsold Players / સ્ટીવ સ્મિથ, મનીષ પાંડે સહિત આ ખેલાડીઓની ન થઈ હરાજી, જુઓ IPL 2024ના અનસોલ્ડ પ્લેયરનું લિસ્ટ

Vaidehi

Last Updated: 05:23 PM, 19 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતનાં અનુભવી બેટર મનીષ પાંડેને કોઈએ પોતાની ટીમમાં ન લીધું. તેની બેઝ પ્રાઈઝ 50 લાખ રૂપિયા હતી.

  • IPL 2024નું ઓક્શન દુબઈ ખાતે
  • અનેક અનુભવી ખેલાડીઓ રહી ગયાં UNSOLD
  • ભારતનાં 2 અનુભવી ખેલાડીઓની બેઝ કિંમત 50 લાખ

Unsold Players: આઈપીએલની આગામી સીઝન માટે ખેલાડીઓની નીલામી હાલ દુબઈમાં થઈ હી છે. 333 ખેલાડીઓ નીલામી માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા હતાં. જેમાં ટીમો પાસે કુલ 77 સ્થાન જ ખાલી છે.  તેવામાં મોટાભાગનાં ખેલાડીઓ અનસોલ્ડ થઈ જશે. આ લિસ્ટમાં અનેક દિગ્ગજ ખેલાડીઓનાં નામ જોડાતા જાય છે. ઑસ્ટ્રેલિયાનાં અનુભવી ખેલાડી સ્ટીવ સ્મિથને કોઈએ ન ખરીદ્યું. જે ખેલાડીઓ પર પહેલા રાઉન્ડમાં બોલી નથી લાગી તેમના નામ નિલામીનાં અંતમાં ફરીથી લેવામાં આવશે.

સ્મિથને કોઈએ ન ખરીદ્યું
સ્મિથ આઈપીએલમાં પુણે સુપર જાયન્ટસ્ અને રાજસ્થાન રોયલ્સની કેપ્ટનશીપ કરી ચુક્યાં છે. સ્મિથની બેઝ પ્રાઈસ 2 કરોડ રૂપિયા હતી. તેઓ દિલ્હી કેપિટલ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગલોર, કોચ્ચિ ટસ્કર્સ કેરેલા અને પુણે વોરિયર્સની ટીમનો હિસ્સો રહ્યાં છે. સ્મિથે IPL ની 103 મેચોમાં 34.51ની એવરેજ સાથે 2485 રન બનાવ્યાં છે. 

મનીષ પાંડે પણ રહી ગયાં પાછળ
ભારતનાં અનુભવી બેટર મનીષ પાંડેને પણ કોઈએ પોતાની ટીમમાં નથી લીધું. મનીષની બેઝ પ્રાઈઝ 50 લાખ રૂપિયા હતી. IPLની 170 મેચોમાં તેમણે 29.07ની એવરેજ સાથે 3808 રન બનાવ્યાં છે. તેમણે RCB, PWI,KKR, MI, SH, LSG, DC ની ટીમો માટે રમ્યું છે.

કરુણ નાયરની પણ બેઝ પ્રાઈઝ 50 લાખ
ભારતનાં બેટર કરુણ નાયર પણ ન વેંચાઈ શકાયા. નાયરની બેઝ પ્રાઈઝ 50 લાખ રૂપિયા હતી. તે આઈપીએલમાં 76 મેચ રમી ચૂક્યાં છે. તેમણે 23.75ની એવરેજથી 1496 રન બનાવ્યાં છે. નાયરે RCB, RR, DC, PK, KKR, LSG ની ટીમો માટે રમ્યું છે.

UNSOLD ખેલાડીઓની યાદી
રિલે રોસો (દક્ષિણ આફ્રિકા) 
કરુણ નાયર (ભારત)
સ્ટીવ સ્મિથ (ઓસ્ટ્રેલિયા)
મનીષ પાંડે (ભારત)
ફિલ સોલ્ટ (ઇંગ્લેન્ડ) 
જોશ ઇંગ્લિસ (ઓસ્ટ્રેલિયા) 
કુસલ મેન્ડિસ (શ્રીલંકા)
લોકી ફર્ગ્યુસન (ન્યૂઝીલેન્ડ) 
જોશ હેઝલવુડ (ઓસ્ટ્રેલિયા) 
વકાર સલામખિલ (અફઘાનિસ્તાન) 
આદિલ રશીદ (ઇંગ્લેન્ડ) 
અકીલ હુસૈન (વેસ્ટ ઈન્ડિઝ) 
ઈશ સોઢી (ન્યૂઝીલેન્ડ) 
તબરેઝ શમ્સી (દક્ષિણ આફ્રિકા)
મુજીબ ઉર રહેમાન (અફઘાનિસ્તાન) 
રોહન કુન્નુમલ (ભારત) 
સૌરવ ચૌહાણ (ભારત) 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ