બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / IPL News / ક્રિકેટમાં છેલ્લી ઓવરનો આવો રોમાંચ ક્યારેય નહીં જોયો હોય, દિલ્હીએ સુપર ઓવરમાં રાજસ્થાનને પછાડ્યું

IPL 2025 / ક્રિકેટમાં છેલ્લી ઓવરનો આવો રોમાંચ ક્યારેય નહીં જોયો હોય, દિલ્હીએ સુપર ઓવરમાં રાજસ્થાનને પછાડ્યું

Priyankka Triveddi

Last Updated: 09:26 AM, 17 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગઇકાલે રમાયેલી DC vs RR માં દિલ્હી કેપિટલે સુપર ઓવરની સુધી રમાયેલી આ મેચમાં રાજસ્થાનને હરાવીને IPL 2025માં પંચમી જીત હાંસિલ કરી.

IPL 2025 દિલ્હી કેપિટલે સુપર ઓવરમાં રાજસ્થાનને હરાવ્યું. અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં દિલ્હીએ પહેલા બેટિંગ લેતા 188 રન બનાવ્યા જેના જવાબમાં રાજસ્થાનની ટીમ માટે યશસ્વી જયસ્વાલ અને નીતિશ રાણાએ અડધી સદી ફટકારી. પરંતુ આખી ટીમ મળીને પણ 20 ઓવરમાં 188 રન જ બનાવી શકી. અને આ ટાઈ થયેલી મેચમાં સુપર પવરથી નિર્ણય લેવામાં આવ્યો જેમાં દિલ્હીએ રાજસ્થાનને 2 રનથી હરાવ્યું.

રાજસ્થાનની નબળી બેટિંગ

189 રનના ટાર્ગેટને ચેઝ કરતી વખતે રાજસ્થાન રોયલ્સની ટીમે સારી શરૂઆત કરી. યશસ્વી જયસ્વાલ અને કેપ્ટન સંજુ સેમસન વચ્ચે મજબૂત ઓપનિંગ ભાગીદારી થઈ હતી. પરંતુ સેમસનને 31 રનના સ્કોર પર રિટાયર્ડ હર્ટ કરી દેવામાં આવ્યો. તો આ વખતે રિયાન પરાગ પણ રન માટે સંઘર્ષ કરતો દેખાયો તે માત્ર 8 રન બનાવીને અક્ષર પટેલના હાથે ક્લીન બોલ્ડ થયો હતો. યશસ્વી જયસ્વાલે સતત બીજી અડધી સદી ફટકારી. તે 37 બોલમાં 51 રન બનાવીને આઉટ થયો હતો. આ પહેલા જયસ્વાલે RCB સામેની મેચમાં 75 રન બનાવીને એક માહોલ બનાવ્યો હતો. રાજસ્થાને 112 રનના સ્કોર પર પોતાની બીજી વિકેટ ગુમાવી દીધી.

ત્યારબાદ નીતિશ રાણા અને ધ્રુવ જુરેલે બાજી સંભાળી. જ્યારે RR ની ટીમ સરળતાથી જીત મેળવી શકે તેમ લાગતું હતું ત્યારે નીતિશ 51 રનમાં આઉટ થઈ ગયો અને મેચ મેચ ત્યાં જ અટકી ગઈ. મેચ એવી સ્થિતિમાં પહોંચી જ્યારે રાજસ્થાનને છેલ્લી ઓવરમાં જીતવા માટે 9 રનની જરૂર હતી અને મિશેલ સ્ટાર્ક બોલિંગ કરી રહ્યો હતો.રાજસ્થાનની 7 વિકેટો બાકી હતી. સેટ બેટ્સમેન ધ્રુવ જુરેલ અને ડેશિંગ ખેલાડી શિમરોન હેટમાયર ક્રીઝ પર હાજર હતા. પરંતુ બંનેએ છેલ્લી ઓવરમાં સિંગલ-ડબલ રણનીતિ અપનાવીને RR માટે મુશ્કેલી ઊભી કરી. છેલ્લા બોલ પર 2 રનની જરૂર હતી. પરંતુ રાજસ્થાન ફક્ત એક જ રન બનાવી શક્યું અને મેચ ટાઇ થઈ ગઈ.

સુપર ઓવરમાં બંને ટીમની ઈનિંગ્સ

રાજસ્થાન રોયલ્સ ઇનિંગ્સ - દિલ્હી કેપિટલ્સ તરફથી મિશેલ સ્ટાર્ક બોલિંગ કરવા આવ્યો અને શિમરોન હેટમાયર અને રિયાન પરાગ ક્રીઝ પર આવ્યા. પહેલો બોલ ડોટ હતો અને હેટમાયરે બીજા બોલ પર ફોર ફટકારી. હેટમાયરે ત્રીજા બોલ પર એક સિંગલ રન લીધો. ચોથા બોલે રિયાન પરાગે ફોર મારવાની કોશિશ કરી પણ તેને નો-બોલ જાહેર કરવામાં આવ્યો. જ્યારે ચોથો બોલ ફેંકવામાં આવ્યો ત્યારે રિયાન પરાગ રન આઉટ થયો. પાંચમા બોલ પર હેટમાયર 2 રન લેવા માંગતો હતો પરંતુ બીજો રન લેતી વખતે જયસ્વાલ રન આઉટ થઈ ગયો. આ રીતે સુપર ઓવરમાં દિલ્હીને 12 રનનો લક્ષ્યાંક મળ્યો.

વધુ વાંચો: સુપર ઓવરમાં દિલ્હી કેપિટલ્સે મારી બાજી, રોમાંચક મેચમાં રાજસ્થાનને હરાવ્યું

દિલ્હી કેપિટલ્સ ઇનિંગ્સ - દિલ્હી કેપિટલ્સ તરફથી કેએલ રાહુલ અને ટ્રિસ્ટન સ્ટબ્સ બેટિંગ કરવા આવ્યા. સામે સંદીપ શર્મા બોલિંગ કરી રહ્યો હતો. કેએલ રાહુલે પહેલા બોલ પર 2 રન બનાવ્યા. રાહુલે બીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો. ત્રીજા બોલ પર એક જ રન આવ્યો. ચોથા બોલ પર સંદીપ શર્માએ ફરી એકવાર શોર્ટ બોલ ફેંકવાની ભૂલ કરી જેનો ફાયદો ઉઠાવીને ટ્રિસ્ટન સ્ટબ્સે સિક્સર ફટકારીને દિલ્હીની જીત સુનિશ્ચિત કરી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Delhi Capitals Rajasthan Royals IPL 2025
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ