બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2024 points table after RCB loss match kkr move to 2nd position

IPL 2024 / હાર બાદ RCBની ટીમને થયું મોટું નુકસાન, જાણો ટોપ-4માં કયા સ્થાને પહોંચી KKRની ટીમ

Arohi

Last Updated: 09:48 AM, 30 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2024: KKRએ RCBની સામે મેચમાં 7 વિકેટથી જીત મેળવવાની સાથે પોઈન્ટ્સ ટેબલમાં સીધુ બીજુ સ્થાન મેળવી લીધુ છે. જેમાં ટીમનો નેટ રનરેટ પણ ખૂબ જ સારો છે. ત્યાં જ RCBને આ મેચમાં મળેલી હાર બાદ તે છઠ્ઠા સ્થાન પર છે.

ઈન્ડિયન પ્રીમિયર લીગના 17માં સીઝનની 10મી મેચ બાદ પોઈન્ટ્સ ટેબલમાં ભારે ફેરફાર જોવા મળ્યા છે. કલકત્તા નાઈટ રાઈડર્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના સામે મેચમાં 7 વિકેટથી જીત મેળવ્યા બાદ પોઈન્ટ્સ ટેબલમાં સીધુ બીજુ સ્થાન મેળવી લીધુ છે. 

ત્યાં જ RCBને આ હારથી ભારે નુકસાન પહોંચ્યું છે. જેમાં તે છઠ્ઠા સ્થાન પર 3 મેચમાં ફક્ત 1 જીત બાદ આવી ગયું છે. ત્યાં જ તેનો નેટ રનરેટ પણ હવે 0.711નો થઈ ગયો છે. KKRનો નેટ રનરેટ 2 મેચમાં 2 જીતની સાથે 1.047નો છે અને તેનો પોઈન્ટ પણ હવે 4 થઈ ગયો છે. 

ચેન્નાઈ સુપર કિંગ્સ પહેલા સ્થાન પર 
10મી મેચ બાદ પોઈન્ટ્સ ટેબલમાં અન્ય ટીમોની સ્થિતિ જોઈએ તો ચેન્નાઈ સુપર કિંગ્સ પોતાના શરૂઆતી બન્ને મેચમાં જીત હાસિલ કર્યા બાદ પહેલા સ્થાન પર છે. સીએસકેના જ્યાં 4 પોઈન્ટ છે તો ત્યાં જ તેમનો નેટ રનરેટ પણ 1.979નો છે. ત્યાં જ ત્રીજા સ્થાન પર રાજસ્થાન રોયલ્સની ટીમ છે જેમણે પણ પોતાની પહેલી 2 મેચોમાં શાનદાર રીતે જીત હાસીલ કરી છે. આરઆરનો હાલ નેટ રનરેટ 0.800નો છે. 

વધુ વાંચો: હાર્દિક પંડ્યા બાદ હવે પત્ની નતાશા થઈ ભયંકર ટ્રોલ, એક તસવીર બની કારણ

ટોપ-4માં ચોથા સ્થાન પર હાલ સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ છે તેમણે અત્યાર સુધી આ સીઝનમાં રમેલી પોતાની બે મેચોમાંથી એકમાં જીત નોંધાવી જ્યારે એકમાં હારનો સામનો કર્યો છે. એસઆરએચનો નેટ રનરેટ 0.675નો છે. તેના બાદ પાંચમી પોઝીશન પર હાલ પંજાબ કિંગ્સની ટીમ છે તેમણે 2 મેચ રમી છે અને એકમાં જીત હાસિલ કરી છે. પંજાબનો નેટ રનરેટ 0.025નો છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ