બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Hardik Pandya's wife is being trolled on social media regarding her captaincy and batting

IPL 2024 / હાર્દિક પંડ્યા બાદ હવે પત્ની નતાશા થઈ ભયંકર ટ્રોલ, એક તસવીર બની કારણ

Vishal Dave

Last Updated: 05:45 PM, 29 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાર્દિક પંડ્યાની કપ્તાની અને બેટિંગને લઇ તેની પત્નીને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહી છે.. લોકો હાર્દિક પંડ્યા પરનો રોષ નતાશા પર ઠાલવી રહ્યા છે.

પાંચ વખતની વિજેતા ટીમ મુંબઈ ઈન્ડિયન્સ આ વખતે આઈપીએલ 2024માં ખરાબ પ્રદર્શનને કારણે મુશ્કેલીમાં છે.  પ્રથમ બે મેચ હાર્યા બાદ મુંબઈ ઈન્ડિયન્સ હાલ ટીકાઓનો સામનો કરી રહી છે. તમને જણાવી દઈએ કે હાર્દિક પંડ્યા ગુજરાત ટાઇટન્સ છોડીને મુંબઈ ઈન્ડિયન્સમાં પાછો ફર્યો ત્યાર બાદ તેને રોહિત શર્માની જગ્યાએ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. અને તે પોતાની બંને મેચમાં કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યો નથી.. તાજેતરમાં જ સનરાઈઝર્સ હૈદરાબાદ સામે 278 રનનો ટાર્ગેટ પૂરો કરવા માટે હાર્દિક પંડ્યા અને તેની ટીમને પરસેવો પાડવો પડ્યો હતો. બીજી તરફ હાર્દિક પંડ્યાની કપ્તાની અને બેટિંગને લઇ તેની પત્નીને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરાઇ રહી છે.  તેની પત્ની નતાશા સ્ટેનકોવિકને સોશિયલ મીડિયા પર યુઝર્સ ખરાબ રીતે ટ્રોલ કરી રહ્યા છે. 

હાર્દિકની પત્ની કેમ ટ્રોલ થઈ રહી છે?

બુધવારે ઈન્ડિયન પ્રીમિયર લીગની આઠમી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે મુંબઈ ઈન્ડિયન્સ સામે 31 રને જીત મેળવી હતી. આ મેચમાં હાર્દિક પંડ્યાએ એક વિકેટ લીધી હતી અને 24 રનની ઇનિંગ રમી હતી. આ સિવાય તે કેપ્ટનશિપમાં પણ કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યો ન હતો. આવી સ્થિતિમાં, તેને મેદાન પર ખરાબ રીતે ટ્રોલ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ  લોકો સોશિયલ મીડિયા પર તેની પત્નીની ટીકા કરી રહ્યા છે. હાલમાં જ નતાશા સ્ટેનકોવિકે સોશિયલ મીડિયા પર તેની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તેને ખરાબ રીતે ટ્રોલ કરવામાં આવી રહી છે. 

આ પણ વાંચોઃ શું ખરેખર મુંબઇ ઇન્ડિયન્સની હાર પાછળ જવાબદાર છે હાર્દિક પંડ્યા? સ્ટ્રાઇક રેટને લઇ પૂર્વ ખેલાડીએ ઉઠાવ્યા સવાલ

હાર્દિકની કપ્તાનીમાં ગુજરાત ટાઇટન્સ પ્રથમ સિઝનમાં જીત્યું હતું.

તમને જણાવી દઈએ કે આ પહેલા હાર્દિક પંડ્યાએ ગુજરાત ટાઇટન્સની કેપ્ટનશિપ કરી હતી અને તેની ટીમ બે સિઝનમાં બંને વખત ફાઇનલમાં પહોંચી હતી. છેલ્લી સિઝનમાં તેમને ચેન્નાઈ સુપર કિંગ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ ગુજરાત ટાઇટન્સે તેમની પ્રથમ સિઝનમાં જ ટ્રોફી જીતી હતી. હાર્દિક પંડ્યા ઈજા બાદ IPLમાં ફરી કમબેક કરી રહ્યો છે અને પોતાની ટીમનો આત્મવિશ્વાસ વધારવાનો પ્રયાસ કરી રહ્યો છે. તાજેતરમાં જ મેચ પછીના પ્રેઝન્ટેશન દરમિયાન તેણે કહ્યું હતું - સૌથી અઘરા સૈનિકોની સૌથી અઘરી કસોટી થશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ