બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2024 After removing Rohit and making Hardik Pandya the captain, there was a dispute between the players of Mumbai Indians

IPL 2024 / રોહિતને હટાવી હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવ્યા બાદ મુંબઈ ઈન્ડિયન્સના ખેલાડીઓ વચ્ચે થયો વિવાદ? અંદરનો ઝઘડો લોકોની સામે આવ્યો

Megha

Last Updated: 01:39 PM, 17 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2024 પહેલા રોહિત શર્માને MIની કેપ્ટનશિપમાંથી હટાવીને હાર્દિક પંડ્યાને નવા કેપ્ટન બનાવવામાં આવ્યો ત્યારથી સમાચાર છે કે, 'ફ્રેન્ચાઈઝીમાં બધું બરાબર નથી ચાલી રહ્યું'

  • IPL 2024 પહેલા મુંબઈ ઈન્ડિયન્સની ટીમ સૌથી વધુ સમાચારમાં બનેલ છે
  • રોહિતને MIની કેપ્ટનશિપમાંથી હટાવીને હાર્દિક ને કેપ્ટન બનાવવામાં આવ્યો 
  • MIનાં આ નિર્ણય બાદ  ફ્રેન્ચાઈઝીમાં બધું બરાબર નથી ચાલી રહ્યું..!

ક્રિકેટનો તહેવાર આવી રહ્યો છે....ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે IPL 2024ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે;. આ દરમિયાન પાંચ વખતની ચેમ્પિયન રહેલ મુંબઈ ઈન્ડિયન્સની ટીમ સૌથી વધુ સમાચારમાં બનેલ છે. તેની પાછળનું કારણ તો આપણે બધા જાણીએ જ છીએ કે રોહિત શર્માને MIની કેપ્ટનશિપમાંથી હટાવીને હાર્દિક પંડ્યાને નવા કેપ્ટન બનાવવામાં આવ્યાં છે. 

ફ્રેન્ચાઈઝીમાં બધું બરાબર નથી ચાલી રહ્યું..!
MIનાં આ નિર્ણય બાદ હવે એવા સમાચાર આવી રહ્યા છે કે ફ્રેન્ચાઈઝીમાં બધું બરાબર નથી ચાલી રહ્યું. IPL ઈતિહાસના સૌથી સફળ કેપ્ટન રોહિત શર્માને હટાવીને હાર્દિકને ટીમનો કેપ્ટન બનાવવાના સમાચારે આ ફ્રેન્ચાઈઝીના સેંકડો ફેન્સ તેમજ ટીમના સભ્યોના દિલ તોડી નાખ્યા છે. સાથે જ સોશિયલ મીડિયા પર પણ ટ્વીટનો ભૂચાલ આવી ગયો છે. દરેક વ્યક્તિ મુંબઈ ઈન્ડિયન્સનાં આ નિર્ણયથી નાખુશ છે અને સોશિયલ મીડિયા પર લોકો હાર્દિક પંડ્યાને ટ્રોલ કરવા માંડ્યા છે. ફેન્સ સતત રોહિત શર્માનાં સમર્થનમાં પોસ્ટ કરી રહ્યાં છે.

આ બે ખેલાડીઓએ સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ 
એવામાં કદાચ આ તરફ ઈશારો કરીને મુંબઈ ટીમના જૂના સભ્ય અને ભારતીય T-20 ટીમના વર્તમાન કેપ્ટન સૂર્યકુમાર યાદવે પણ સોશિયલ મીડિયા પર તૂટેલા હૃદયની ઈમોજી શેર કરી હતી. જો કે અંહિયા ધ્યાનમાં લેવા જેવી બીજી એક વાત એ છે કે હાર્દિકની ટીમમાં વાપસી બાદ સૂર્યકુમાર ટીમનો પહેલો ખેલાડી નથી, જેણે સોશિયલ મીડિયા પર આવી પોસ્ટ શેર કરી હોય. થોડા દિવસો પહેલા, મુંબઈ ઈન્ડિયન્સ ખેલાડી જસપ્રિત બુમરાહે પણ સોશિયલ મીડિયા પર આવી જ કઇંક પોસ્ટ કરી હતી, જે હાર્દિકના ટીમમાં ફરી જોડાવાને કરને કરી હોય એવું માનવામાં આવી રહ્યું છે. 

સૂર્યકુમાર યાદવ છેલ્લી સિઝનમાં MIનો વાઇસ કેપ્ટન હતો
નોંધનીય છે કે સૂર્યકુમાર આઈપીએલની છેલ્લી સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો વાઇસ કેપ્ટન હતો અને તેણે રોહિત શર્માની ગેરહાજરીમાં કેટલીક મેચોમાં કેપ્ટનશિપ પણ કરી હતી. ભૂતપૂર્વ ક્રિકેટર વસીમ જાફરે કહ્યું, 'કેટલાક એવા ખેલાડીઓ હતા જેઓ (MI) કેપ્ટન બનવાની ખૂબ આશા રાખતા હતા. તેમાંથી એક સૂર્યકુમાર યાદવ છે, જે ભારતીય (T-20) ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો છે. તે તકની શોધમાં હતો કારણ કે તેણે તાજેતરમાં જ ભારતની સારી કેપ્ટનશીપ કરી છે.

શું રોહિત સાથે અન્યાય થયો છે?
રોહિત શર્માએ 2013માં પહેલીવાર મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ કરી હતી જ્યારે હાર્દિક પંડ્યાની આઈપીએલ કારકિર્દી 2015માં મુંબઈથી શરૂ થઈ હતી. વસીમ જાફર કહે છે, 'મને આશ્ચર્ય થયું કે મુંબઈ ઈન્ડિયન્સ આટલી ઝડપથી રોહિત શર્માથી આગળ વધી ગઈ. તે આટલું ઝડપથી થયું કે મને પણ થોડું આશ્ચર્ય થયું. જ્યારે તેણે ટ્રેડ કર્યો, ત્યારે કદાચ હાર્દિકને જાણ કરવામાં આવી હતી કે તે કેપ્ટન તરીકે આવવાનો છે, પરંતુ રોહિતને તેની જાણ કરવામાં આવી હતી કે કેમ, મને ખબર નથી. પૂર્વ સાઉથ આફ્રિકાના ક્રિકેટર એબી ડી વિલિયર્સ કહે છે, 'હાર્દિક પંડ્યા તેની IPL કારકિર્દીની શરૂઆતથી જ મુંબઈનો ખેલાડી હતો. ટીમમાં તેના વાપસી પર આવી નકારાત્મક પ્રતિક્રિયાઓ જોઈને થોડું આશ્ચર્ય થાય છે.'

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ