બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / ipl 2023 virender sehwag admits can face a suspension dut to repeated slow over rate

IPL 2023 / CSKમાં બોલર્સની આ ભૂલના કારણે ધોની પર પ્રતિબંધનો ખતરો! ખુદ વીરેન્દ્ર સહેવાગે પણ આપી દીધી ચેતવણી

Arohi

Last Updated: 11:17 AM, 19 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2023: CSK ફેંસ માટે એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. હકીકતે CSKમાં બોલર્સની એક ભુલના કારણે ધોની પર પ્રતિબંધ લાગવાનો ખતરો દેખાઈ રહ્યો છે. આ વાતની માહિતી ખુદ વીરેન્દ્ર સહેવાગે આપી છે.

  • CSK ફેંસ માટે ખરાબ સમાચાર
  • ધોની પર લાગી શકે છે પ્રતિબંધ? 
  • જાણો શું કહ્યું વીરેન્દ્ર સહેવાગે

મહેન્દ્ર સિંહ ધોનીને IPL વખતે બેનનો સામનો કરવો પડી શકે છે. આ વાત અમે નહીં પરંતુ ઈન્ડિયન ક્રિકેટના દિગ્ગજ ઓપનર વીરેન્દ્ર સહેવાગનું માનવું છે. વીરૂએ ચેન્નાઈ સુપરકિંગ્સના બોલર્સને ચેતાવણી આપી છે કે તેમણે પોતાના પ્રદર્શનમાં સુધાર કરવો પડશે. નહીં તો તેમણે નવા કેપ્ટનના અંડરમાં રમવું પડી શકે છે. 

 

ચેન્નાઈના ઘણા ખેલાડીઓ ઈજાગ્રસ્ત 
હકીકતે ચેન્નાઈ ટીમના ઘણા મોટા ખેલાડી ઈજાગ્રસ્ત છે. અમુક આકા સીઝનમાંથી બહાર થઈ ગયા છે તો અમુક ઈજાના કારણે ટીમનો ભાગ નથી બની શકતા. જેમાં દિપક ચાહર, મુકેશ ચૌધરી, સિસાંદા મંગાલા અને બેન સ્ટોક્સ જેવા ખેલાડી શામેલ છે. 

એવામાં ટીમના યુવા બોલર્સ ખૂબ એક્સ્ટ્રા નાખી રહ્યા છે. બેંગ્લોરના વિરૂદ્ધ સોમવારે રમાયેલ મેચમાં સીએસકેના બોલરે છ વાઈડ બોલ ફેંક્યા હતા અને આ કારણે તેમનો ઘણો સમય વેસ્ટ ગયો. એવામાં જો બે વખતથી વધારે CSKની ટીમ સ્લો ઓવર રેટમાં દોષી મળી આવે તો કેપ્ટન ધોની પર બેન લાગી શકે છે.

સહેવાગે CSKના બોલર્સને આપી ચેતાવણી 
જેને લઈને વીરેન્દ્ર સહેવાગે CSKના બોલર્સને ચેતાવણી આપી છે. સહેવાગે ઉલ્લેખ કરતા જણાવ્યું કે, "ધોની ખુશ દેખાઈ રહ્યા હતો. કારણ કે પહેલા પણ તે આ વાતને કહી ચુક્યા છે કે બોલરને નો-બોલ અને વાઈડ બોલ પર કંટ્રોલ કરવો જોઈએ. CSK અત્યાર સુધી બેથી ત્રણ ઓવર એક્સ્ટ્રા નાખી ચુકી છે અને RCBના વિરૂદ્ધ મેચમાં પણ તેમને લગભગ એક એક્સ્ટ્રા ઓવર ફેંકી. આ એ લેવલ સુધી ન જવું જોઈએ. જ્યાં ધોની પર બેન લગાવવામાં આવે અને ચેન્નાઈને પોતાના કેપ્ટન વગર જ મેદાનમાં ઉતરવું પડે."

સહેવાગે આગળ કહ્યું કે ધોનીની ઈજા જે પ્રકારની છે તે કારણે તેમને સીઝનની વચ્ચે રેસ્ટ લેવો પડી શકે છે. તેમણે કહ્યું, "તેમના ઘુટણમાં જે પ્રકારે ઈજા છે, તેનાથી લાગી રહ્યું છે કે તે હવે આગળ થોડી મેચો જ રમી શકશે. ત્યાં જ તે સતત પોતાને આગળ પુશ કરી રહ્યા છે. પરંતુ જો તેમના બોલર્સ આટલા વાઈડ અને નો બોલ ફેંકશે તો ધોનીને રેસ્ટ લેવો પડશે. "

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ