બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2023: After the entry of GT, the playoff race has become interesting, how many chances of CSK and Mumbai

IPL 2023 / GTની એન્ટ્રી બાદ હવે રોચક બની પ્લેઑફની રેસ, CSK અને મુંબઈના કેટલા ચાન્સ?

Megha

Last Updated: 12:35 PM, 16 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત ટાઇટન્સ પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ એ બાદ ટીમ ચેન્નાઈ, મુંબઈ, લખનૌ, આરસીબી અને પંજાબ એમજ રાજસ્થાન અને કોલકાતાની ટીમો સમીકરણ મુજબ હજુ પણ પ્લેઓફની રેસમાં છે.

  • ગુજરાત ટાઇટન્સ પ્લેઓફ માટે ક્વોલિફાય થનારી પહેલી ટીમ
  • હવે આ ટીમો પ્લે ઓફની રેસમાં ઘણી આગળ 
  • પ્લેઓફમાં બાકીના 3 સ્થાન માટે 7 ટીમો વચ્ચે રોમાંચક જંગ

ગયા વર્ષની IPLવિજેતા ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ IPL 2023ની 62મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદને 34 રને હરાવીને પ્લેઓફ માટે ક્વોલિફાય થનારી પહેલી ટીમ બની છે.  સાથે જ તમને જણાવી દઈએ કે હૈદરાબાદની ટીમ દિલ્હી બાદ પ્લેઓફની રેસમાંથી બહાર થનારી બીજી ટીમ બની ગઈ છે. એટલે કે આઈપીએલ 2023ના પ્લેઓફમાં બાકીના ત્રણ સ્થાનો માટે સાત ટીમો વચ્ચે કાંટાની ટક્કર છે. 

આ ટીમ પ્લે ઓફની રેસમાં ઘણી આગળ 
આ સાથે જ એ વાત નોંધનીય છે કે ચેન્નાઈ, મુંબઈ, લખનૌ, આરસીબી અને પંજાબ એમજ રાજસ્થાન અને કોલકાતાની ટીમો સમીકરણ મુજબ હજુ પણ પ્લેઓફની રેસમાં છે. એવામાં હવે આજે લખનૌ અને મુંબઈ વચ્ચે મેચ છે અને આ મેચ બાદ અમુક અંશે ચિત્ર વધુ સ્પષ્ટ થઈ શકે છે.

પ્લેઓફમાં બાકીના 3 સ્થાન માટે 7 ટીમો વચ્ચે રોમાંચક જંગ
- પોઈન્ટ ટેબલમાં ચેન્નાઈની ટીમના 15 પોઈન્ટ છે તો તેણે પ્લેઓફમાં પહોંચવા માટે 20 મેના રોજ દિલ્હી કેપિટલ્સને તેની છેલ્લી મેચમાં હરાવવી પડશે. જો ચેન્નાઈ દિલ્હીને હરાવશે તો તે 17 પોઈન્ટ સાથે ક્વોલિફાઈ થઈ જશે.

- મુંબઈની ટીમના 14 પોઈન્ટ છે, ટીમે લખનૌ અને હૈદરાબાદ સામે બે મેચ રમવાની છે, બે જીત સાથે તે પ્લેઓફમાં પણ જશે. જો ટીમ મેચ જીતે છે તો લડાઈ 16 પોઈન્ટ પર થઈ શકે છે.

- લખનૌની ટીમના 13 પોઈન્ટ છે, જો ટીમ તેની આવનારી બે મેચો જીતે તો તે સરળતાથી 17 પોઈન્ટ સાથે ક્વોલિફાઈ થઈ જશે. જો ટીમ મેચ હારે છે તો તેની મુશ્કેલીઓ વધી શકે છે.

- RCB અને પંજાબની ટીમના 12 પોઈન્ટ છે અને જો તેઓ તેમની આગામી બે મેચ જીતે છે તો તેઓ પ્લેઓફની રેસમાં પણ સામેલ થઈ શકે છે. 16 પોઈન્ટ સાથે સારા રન રેટના આધારે તે પ્લેઓફ રેસ માટે પણ દાવો કરશે. જો કે આ માટે લખનૌ અને મુંબઈને ઓછામાં ઓછી એક મેચ હારવી પડશે.

- રાજસ્થાન અને કોલકાતાની ટીમોએ હવે એક-એક મેચ રમવાની છે, બંને ટીમો મહત્તમ 14 પોઈન્ટ સુધી પહોંચી શકે છે. આવી સ્થિતિમાં આ ટીમો પાસે તક ઓછી છે પણ જો 14 પોઈન્ટ સાથે કોઈ ટીમ પ્લેઓફમાં જવાની સંભાવના છે, તો તે પ્લેઓફની રેસમાં સામેલ થઈ શકે છે.

સનરાઈઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સ હવે પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ