બ્રેકિંગ ન્યુઝ
Arohi
Last Updated: 03:49 PM, 2 April 2024
મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું વેલ્થ ક્રિએશન માટે સૌથી સારી રીત માનવામાં આવે છે. તેની પાછળ મુખ્ય કારણ કંપાઉન્ડિંગ છે જે નાના રોકાણને લાંબા સમયમાં અનેક ગણું વધવાનો મોકો આપે છે.
ADVERTISEMENT
એવું એટલા માટે થાય છે કે પહેલાના અમુક વર્ષોમાં રિટર્ન રોકાણમાં જોડાઈ જાય છે અને ફંડ ઝડપીથી વધી જાય છે. આજે અમે ટાટા ગ્રુપના એક એવા જ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમાં રોકાણકારોના 1 લાખ રૂપિયાને 41 લાખ બનાવી દીધા છે.
ADVERTISEMENT
ટાટા હાઈબ્રિડ ઈક્વિટી ફંડ
ટાટા હાઈબ્રિડ ઈક્વિટી ફંડને 8 ઓક્ટોબર 1995એ એટલે કે 28 વર્ષ પહેલા લોન્ચ કરવામાં આવ્યું હતું. ફંડે પોતાના રોકાણકારોને શાનદાર રિટર્ન આપ્યું છે. ઉદાહરણ તરીકે પાછલા એક વર્ષમાં આ સ્કીમે 25.08 ટકાનું રિટર્ન આપ્યું છે.
જેનો મતલબ છે કે જો કોઈ રોકાણકારે યોજનામાં 1 લાખનું રોકાણ કર્યું છે તો તે વધીને 1.25 લાખ થઈ ગયું છે. આજ રીતે 3 વર્ષના સમયમાં આ સ્કીમે 15.62 ટકા વાર્ષિક રિટર્ન આપ્યું છે. તેનો મતલબ છે કે જો કોઈએ સ્કીમમાં 1 લાખનું રોકાણ કર્યું છે તો ત્રણ વર્ષના સમયમાં તે વધીને 1.54 લાખ થઈ ગયું.
આ રીતે જો કોઈ રોકાણકારે પાંચ વર્ષ પહેલા ટાટા હાઈબ્રિડ ઈક્વિટી ફંડમાં 1 લાખનું રોકાણ કર્યું હોય તો આ વધીને 2.04 લાખ થઈ જાત. ત્યાં જ 10 લાખનું રોકાણ, 10 વર્ષના સમયમાં, 3.5 ગણુ વધી ગયું હશે. આજ રીતે 20 વર્ષના સમયગાળામાં એક લાખ રૂપિયાનું રોકાણ 12.3 ગણુ વધી ગયું હશે.
વધુ વાંચો: આ સરકારી કંપનીના શેરે રોકાણકારોને કર્યા માલામાલ, એક ગૂડ ન્યૂઝથી શેરમાં લાગી અપર સર્કિટ
રોકાણકારને બનાવ્યા અમીર
જો કોઈએ 1995માં 1 લાખ રૂપિયાનું રોકાણ કરી નાખ્યું તો આજ તેનું રોકાણ 41 ગણાથી વધારે વધીને એટલે કે 41.82 લાખ થઈ જાત. જોકે આ ધ્યાન રાખવું મહત્વપૂર્ણ છે કે છેલ્લુ રિટર્ન ભવિષ્યના રિટર્નની ગેરેન્ટી નથી આપતું. બીજા શબ્દોમાં કહીએ તો જો કોઈ ફંડે અત્યાર સુધી અસાધારણ રીતે સારૂ રિટર્મ આપ્યું છે તો રિટર્નની આજ ગતિ ભવિષ્યમાં ચાલું રહેશે એવું કહી ન શકાય.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.