બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / invest in post office scheme

Utility / આ સ્કિમમાં રોકાણ કરવાથી 5 વર્ષમાં થશે 14 લાખ રૂપિયાનો ફાયદો

Anita Patani

Last Updated: 06:04 PM, 27 July 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યારે વાત બચતની હોય ત્યારે કેટલાક લોકોની બોલતી બંધ થઇ જાય છે કારણ કે ઇચ્છીને પણ તેઓ બચત કરી શકતા નથી, પરંતુ જો તમે નાના કે મોટા રોકાણ કર્યા હોય છે તો તમને ખૂબ સારો ફાયદો થાય છે અને બચત પણ થાય છે. નફો કમાવવા માટે તમે પોસ્ટ ઓફિસની શાનદાર સ્કિમમાં ઇનવેસ્ટ કરી શકો છો. આજે અમે તમને જણાવીશું કે કેવી રીતે તમે 5 વર્ષમાં 14 લાખ રૂપિયા કમાઇ શકો છો.

  • બચત કરવા માટે આ સ્કિમમાં કરો ઇનવેસ્ટ
  • પોસ્ટ ઑફિસની આ સ્કિમમાં થાય છે ફાયદો
  • ઇનવેસ્ટ કરો તમારા ભવિષ્ય માટે

શું છે સ્કિમ
સીનિયર સિટિઝન્સ સેવિંગ્સ સ્કીમમાં ખાતા ખોલવાને લઇને તમારી ઉંમર સીમા 60 વર્ષ હોવી જોઇએ. 60 વર્ષ અથવા તેનાથી વધારે ઉંમરના લોકો જ આ સ્કીમમાં ખાતુ ખોલાવી શકે છે. આ ઉપરાંત જે લોકોએ VRS એટલે કે, Voluntary Retirement Scheme લઇ રાખી છે તે લોકો પણ આ સ્કીમમાં ખાતુ ખોલાવી શકે છે. જો સીનિયર સિટીઝન્સ સ્કીમમાં તમે એક રકમ 10 લાખ રૂપિયાનું રોકાણ કરો છો તો વર્ષના 7.4 ટકાના વ્યાજ દર સાથે 5 વર્ષ બાદ એટલે કે મેચ્યોરિટી પર રોકાણકારોની કુલ રકમ 14,28,964 રૂપિયા થશે એટલે કે 14 લાખથી વધારે. તમને વ્યાજના રૂપમાં 4,28,964 રૂપિયાનો ફાયદો થઇ રહ્યો છે.

આ સ્કીમમાં ખાતુ ખોલાવનાર માટે ઓછામાં ઓછી રકમ 1000 રૂપિયા છે. આ ઉપરાંત આ ખાતામાં તમે વધુમાં વધુ 15 લાખ રૂપિયાથી વધારે જમા કરાવી શકો નહીં. આ ઉપરાંત જો તમારી ખાતા ખોલાવવાની રકમ 1 લાખથી ઓછી છે તો તમે રોકડા રૂપિયા આપી ખાતુ ખોલાવી શકો છો. ત્યારે એક લાખ રૂપિયાથી વધારે રકમથી ખાતુ ખોલાવવા માટે તમારે ચેક આપવો પડશે.

SCSSના મેચ્યોરિટી પીરિયડ 5 વર્ષની છે, પરંતુ જો રોકાણકાર ઇચ્છે તો તેની સમય મર્યાદા વધારી શકે છે. ઇન્ડિયા પોસ્ટ વેબસાઇટ અનુસાર, તમે મેચ્યોરિટી બાદ આ સ્કીમ 3 વર્ષ માટે વધારી શકો છો. આ સમય મર્યાદા વધારવા માટે તમારે પોસ્ટ ઓફિસમાં જઇને એપ્લિકેશન આપવાની રહેશે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Post Office Post Office Saving Schemes Saving Scheme રોકાણ Utility
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ