બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પરિવાર સાથે કર્યું મતદાન

logo

ભાજપના ધારાસભ્ય રીવાબા જાડેજાએ કર્યું મતદાન

logo

CM ભૂપેન્દ્ર પટેલે આપ્યો મત

logo

ગુજરાતમાં અનેક જગ્યાએ EVM ખોટકાયા હોવાનું સામે આવ્યું

logo

ગેનીબેન ઠાકોરે મતદાન કર્યું

logo

PM મોદીએ કર્યું મતદાન

logo

ભાવનગરમાં 2 EVM ખોટવાયા

logo

પ્રધાનમંત્રી મોદી મતદાન કરવા રાણીપના નિશાન સ્કૂલે પહોંચ્યા, અમિત શાહે કર્યું સ્વાગત

logo

આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન, ગાંધીનગર લોકસભા બેઠક પર શીલજ ખાતે CM ભૂપેન્દ્ર પટેલ મતદાન કરશે

logo

સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠક પર મતદાન, 1998 પછી સૌરાષ્ટ્ર-કચ્છની બેઠકો પર ભાજપે જમાવ્યો કબજો, સૌરાષ્ટ્રની બેઠકો પર પાટીદાર મતદારોનું પ્રભુત્વ , જૂનાગઢ,રાજકોટ,પોરબંદર અને અમરેલીમાં મતદાન, અમરેલી,ભાવનગર અને જામનગર બેઠક પર મતદાન

VTV / Interfaith Relations Can't...": High Court Rejects 'Love Jihad' Claim

ન્યાયિક / પ્યાર કરનારનો ધર્મ અલગ હોય તો લવ જેહાદ કહેવું ખોટું- હાઈકોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો

Hiralal

Last Updated: 04:41 PM, 2 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોમ્બે હાઈકોર્ટે કહેવાતા લવ જેહાદ કેસમાં એક મહત્વનો ચુકાદો આપતાં એવી ટીપ્પણી કરી કે પ્યાર કરનારનો ધર્મ અલગ હોય તો કંઈ તેને લવ જેહાદ ન ગણી શકાય.

  • બોમ્બે હાઈકોર્ટે કથિત લવજેહાદ કેસમાં આપ્યો ચુકાદો 
  • ખાલી ધર્મને અલગ અલગ હોય તો કંઈ લવ જેહાદ ન ગણાય
  • દલિત યુવાન અને મુસ્લિમ છોકરી વચ્ચેના પ્રેમ કેસમાં ચુકાદો 

જો કોઈ છોકરી અને છોકરો અલગ અલગ ધર્મ અને એકબીજાના પ્રેમમાં હોય તો તેને લવ જેહાદ કહેવું યોગ્ય નહીં ગણાય. આવા દરેક કિસ્સાને ધાર્મિક દૃષ્ટિકોણથી જોવું ખોટું છે. લવ જેહાદના આરોપોના કેસની સુનાવણી દરમિયાન બોમ્બે હાઈકોર્ટે આ અવલોકન કર્યું હતું. વિભા કાંકણવાડી અને અભય વાગ્વશેની ડિવિઝન બેંચે જણાવ્યું હતું કે મુસ્લિમ મહિલાને આગોતરા જામીન આપતી વખતે આ ટિપ્પણી કરવામાં આવી હતી. વાસ્તવમાં મહિલા પર તેના હિન્દુ બોયફ્રેન્ડે આરોપ લગાવ્યો હતો કે તેની મુસ્લિમ ગર્લફ્રેન્ડ અને તેના પરિવારે મુસ્લિમ બનવા માટે દબાણ કર્યું હતું. આ અંગે સુનાવણી કરતા હાઇકોર્ટની ખંડપીઠે જણાવ્યું હતું કે એફઆઇઆરમાં તે વ્યક્તિએ પોતે જ મહિલા સાથે પ્રેમ સંબંધ હોવાની વાત સ્વીકારી હતી.

મહિલાને જામીન ન આપવાનો સ્પેશિયલ કોર્ટે ચુકાદો ઉથલાવ્યો હાઈકોર્ટે 
આ કેસમાં ઔરંગાબાદની સ્પેશિયલ કોર્ટે મહિલા અને તેના પરિવારને આગોતરા જામીન આપવાનો ઇન્કાર કરી દીધો હતો. આ નિર્ણયને પલટાવવાનો આદેશ આપતા હાઈકોર્ટે કહ્યું કે, "એવું લાગે છે કે હવે આ કેસને લવ જેહાદનો રંગ આપવામાં આવી રહ્યો છે. પરંતુ જ્યારે બંને પ્રેમમાં પડ્યાં અને બંને વચ્ચે સંબંધ બંધાયો ત્યારે એવું નહોતું. ત્યારબાદ બંને વચ્ચે પ્રેમ સ્વયંભૂ આગળ વધી ગયો હતો. છોકરા અને છોકરીનો ધર્મ અલગ હોય તો તેને સાંપ્રદાયિક એંગલ આપવો યોગ્ય નથી. તે બંને વચ્ચે શુદ્ધ પ્રેમની બાબત પણ હોઈ શકે છે.


મહિલાના હિન્દુ બોયફ્રેન્ડે લગાવ્યો આવો આરોપ 
મહિલાના હિન્દુ બોયફ્રેન્ડે આરોપ લગાવ્યો હતો કે યુવતીનો પરિવાર તેના પર ઈસ્લામ ધર્મ અંગીકાર કરવા માટે દબાણ કરી રહ્યો છે. તેણીએ કહ્યું હતું કે તેની પણ બળજબરીથી સુન્નત કરવામાં આવી હતી. તેમણે આ કેસને લવ જેહાદ ગણાવતા કહ્યું હતું કે મારી ગર્લફ્રેન્ડના પરિવાર માટે કેટલાક પૈસાની વ્યવસ્થા કરવા માટે મારા પર પણ દબાણ કરવામાં આવ્યું હતું. આ વ્યક્તિએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે તેની જાતિનું નામ લઈને તેની સાથે ઘણીવાર દુર્વ્યવહાર કરવામાં આવતો હતો. 

શું બની હતી ઘટના 
કેસ મુજબ દલિત યુવક અને મુસ્લિમ છોકરી માર્ચ 2018થી રિલેશનશીપમાં હતા પરંતુ તેણે મહિલાને આ વિશે જણાવ્યું ન હતું. પરંતુ બાદમાં મહિલાએ તેને ઇસ્લામ ધર્મ અંગીકાર કરીને લગ્ન કરવા માટે કહેવાનું શરૂ કર્યું હતું. આ અંગે યુવકે પોતે દલિત સમાજનો હોવાનું જણાવ્યું હતું. આ પછી પણ મહિલાના પરિવારજનોએ દીકરીને તેનો સ્વીકાર કરવા સમજાવી હતી. કોર્ટે કહ્યું કે સમગ્ર ઘટનાક્રમ દર્શાવે છે કે બંને વચ્ચે સારા સંબંધો હતા અને મહિલાના પરિવારે પુરુષની જાતિ અને ધર્મને આડે આવવા દીધો ન હતો. તેથી, હવે આ બાબતને ધાર્મિક દૃષ્ટિકોણ આપવો એ ખોટું હશે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ