બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / બિઝનેસ / Infosys announces share buyback worth Rs 9,300 crore: Regulatory Filing

આર્થિક / ઈન્ફોસિસના શેરધારકો માટે મોટી ખુશખબર, કંપનીએ જાહેર કર્યો શેર બાયબેક પ્લાન અને ડિવિડંડ, જાણો ડિટેલ્સ

Hiralal

Last Updated: 05:11 PM, 13 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશની મોટી આઈટી કંપની ઈન્ફોસિસે તેના રોકાણકારો માટે 9,300 કરોડનો શેર બાયબેક પ્લાન જાહેર કર્યો છે.

  • દેશની મોટી આઈટી કંપની ઈન્ફોસિસની સપ્ટેમ્બરમાં આવક વધી
  • પ્રોફિટ 11 ટકા વધીને 6,021 કરોડ થયો 
  • કંપનીએ રોકાણકારો માટે જાહેર કર્યો શેરબાય બેક પ્લાન
  • ઈન્ફોસિસ રોકાણકારો પાસેથી એક શેર 1850 રુપિયામાં ખરીદશે 
  • કંપની રોકાણકારોને આપશે 16.50 રુપિયાનું વચગાળાનું ડિવિડંડ 

દેશની સૌથી મોટી આઈટી કંપની ઈન્ફોસિસના રોકાણકારોને દિવાળીના તહેવારોમાં ચાંદી પડી જવાની છે. રોકાણકારોને તહેવારોમાં 30 ટકા વધારે કમાણી કરવાની તક આવી છે. ગુરુવારે ઈન્ફોસિસ બોર્ડે 9,300 કરોડનો શેર બાયબેક પ્લાનને મંજૂરી આપી છે. એટલે કે કંપની તેના રોકાણકારો પાસેથી  9,300 કરોડના શેર પાછા ખરીદશે અને રોકાણકારોને એક શેર દીઠ 1850 રુપિયા આપશે. આ 1850 રુપિયા બંધ થયેલા શેરની કિંમતથી અલગ હશે. 

સપ્ટેમ્બરમાં ઈન્ફોસિસને થયો 6021 કરોડ રૂપિયાનો નફો 
ઈન્ફોસિસે નાણાકીય વર્ષ 2022-23ના બીજા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. આ સમયગાળા દરમિયાન કંપનીને 6021 કરોડ રૂપિયાનો નફો થયો છે, જે ગયા નાણાકીય વર્ષના સમાન સમયગાળાની તુલનામાં 11.1 ટકા છે. ગયા વર્ષે બીજા ક્વાર્ટરમાં કંપનીને 5421 કરોડ રૂપિયાનો નફો થયો હતો. આ નાણાકીય વર્ષમાં કંપનીની કામગીરીથી આવક 36,538 કરોડ રૂપિયા હતી, જે ગયા વર્ષના સમાન ગાળાની તુલનામાં 23.4 ટકા વધારે છે. ગયા વર્ષે બીજા ક્વાર્ટરમાં કંપનીની આવક 29602 કરોડ રૂપિયા રહી હતી.

રોકાણકારોને ચુકવાશે 16.50 રૂપિયાનું વચગાળાના ડિવિડન્ડ
ઇન્ફોસિસના બોર્ડે તેના શેરહોલ્ડરોને 16.50 રૂપિયાના વચગાળાના ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે. કંપની શેરહોલ્ડરોને વચગાળાના ડિવિડન્ડ તરીકે રૂ.6,940 કરોડ ચૂકવશે.

સપ્ટેમ્બર 2021માં પણ કંપનીએ 9200 કરોડના શેર પાછા ખરીદ્યાં હતા 
ઇન્ફોસિસે સપ્ટેમ્બર 2021 માં શેર બાયબેક પણ કર્યું હતું. ત્યારબાદ કંપનીએ ખુલ્લા બજારમાંથી 9200 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા હતા. આ પહેલા કંપનીએ ઓપન માર્કેટમાંથી શેર ખરીદ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ