બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Influencer Sapna Gill filed a case against Prithvi Shaw and his friend during ipl 2023 in mumbai court

IPL 2023 / IPLની અધવચ્ચે DCના ઓપનર પૃથ્વી શૉ પર નવી આફત, સપનાં ગિલે છેડતીનો નોંધાવ્યો કેસ, જાણો સમગ્ર મામલો

Vaidehi

Last Updated: 07:20 PM, 5 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2023માં દિલ્હી કેપિટલ્સ માટે રમી રહેલા પૃથ્વી શૉની સામે મુંબઈમાં કેસ નોંધાયો છે. ઈન્ફ્લુએન્સર સપના ગિલે તેમના પર છેડતીનો આરોપ મૂક્યો છે.

  • દિલ્હી કેપિટલ્સનાં ઓપનર પર આપત્તિ
  • પૃથ્વી શૉ પર સપના ગિલે કર્યો કેસ
  • ક્રિકેટર અને તેના મિત્ર પર છેડતીનો કેસ

ટીમ ઈન્ડિયાનાં ક્રિકેટર પૃથ્વી શૉ પર ફરી એકવાર મુશ્કેલી આવી પડી છે. પૃથ્વી શૉ પર સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર સપનાં ગિલે છેડતીનો કેસ નોંધાવ્યો છે. ફેબ્રુઆરીમાં સપના ગિલ અને પૃથ્વી શૉનાં મિત્રોની વચ્ચે અથડામણનો મામલો સામે આવ્યો હતો અને હવે ફરી સપના ગિલે પૃથ્વી શૉની સામે કેસ નોંધ્યો છે.

3 કલમોમાં પૃથ્વીની સામે FIR
પૃથ્વી શૉની સામે અંધેરી મેજિસ્ટ્રેટ 66 કોર્ટમાં FIR નોંધવામાં આવી છે. આ ખેલાડીની સામે 3 કલમો લગાડવામાં આવી છે. FIR IPCની કલમ 354, 509, 324 નોંધવામાં આવી છે. પૃથ્વી શૉનાં મિત્ર સુરેન્દ્ર યાદવની સામે પણ કેસ નોંધવામાં આવ્યો છે. આ બંને પર આરોપ લગાડવામાં આવ્યો છે કે તેમણે સપના ગિલને બેટથી પિટ્યું છે. સપના ગિલે સરકારી હોસ્પિટલથી મેડિકલ કરાવીને દસ્તાવેજને પુરાવા તરીકે સોંપ્યાં છે. તેની સુનાવણી 17 એપ્રિલનાં રોજ થશે.

સપના ગિલ પર પણ લાગ્યાં હતાં આરોપ
સપના ગિલ પર આરોપ લાગ્યો હતો કે તેણે પૃથ્વી શૉની સાથે જબરદસ્તી સેલ્ફી લેવાનાં પ્રયત્નો કર્યાં હતાં. સાથે જ તેમના પર ક્રિકેટર અને તેના મિત્રો પર હુમલો કરવાનો આરોપ પણ લાગ્યો છે. જ્યારબાદ તેમની ધરપકડ પણ કરવામાં આવી હતી. જો કે ફરીએકવાર આ મામલો વેગવાન બન્યો છે. શૉ માટે મુશ્કેલી વધી છે કારણકે ખેલાડી હાલમાં IPL 2023માં રમી રહ્યાં છે. તે DCનાં ઓપનર છે અને કેસ નોંધાયા બાદ તેમની મુશ્કેલી વધી શકે છે.

સંકળાયેલા મુદ્દાઓ

IPL 2023 Mumbai Court Prithvi shaw sapna gill આઈપીએલ 2023 કેસ પૃથ્વી શૉ IPL 2023
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ