બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / ગુજરાત / અમદાવાદ / INDvsPAK: Narendra Modi Stadium will become 'garbage free' as soon as the match is over

એક્શન પ્લાન / INDvsPAK: મેચ પૂર્ણ થતાં જ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ થઇ જશે 'કચરામુક્ત', રાતના 2 વાગ્યા સુધીમાં 60 કર્મચારીઓ ખૂણે-ખૂણે ફરી વળશે

Malay

Last Updated: 03:42 PM, 14 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad Match: વિશ્વના સૌથી મોટા એવા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ પૂરી થયા બાદ હાથ ધરાશે સફાઈ કામગીરી, 60 સફાઈ કર્મચારીઓને ફરજ પર લગાવાશે

  • નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડ કપની દિલધકડ મેચ 
  • મ્યુનિસિપલ કોર્પોરેશને કરી જડબેસલાક તૈયારી 
  • કચરામુક્ત કરવાના અભિયાનમાં લાગી પડશે કોર્પોરેશન

Ahmedabad Match: આજે ભારત અને પાકિસ્તાન એ બે પરંપરાગત ક્રિકેટ જંગના કટ્ટર હરીફો વચ્ચે મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડ કપની દિલધકડ મેચ રમાઈ રહી છે. ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચે હજારો અમદાવાદીઓમાં દિવસો અગાઉથી ભારે ઘેલું લગાડ્યું હતું. આ મેચની ટિકિટ મેળવવા માટે ક્રિકેટ રસિયા રીતસરના ગાંડા બની ગયા હતા, જેના કારણે લેભાગુ તત્વોએ નકલી ટિકિટના પણ કાળાબજાર કરીને પોતાના ખિસ્સા ગરમ કર્યા છે. આવા ઉત્તેજનાના હાઈવોલ્ટેજ ડ્રામા વચ્ચે મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો પણ જડબેસલાક તૈયારીમાં લાગ્યા છે.

મ્યુનિસિપલ તંત્ર પણ લાગી પડશે અભિયાનમાં
આજની હાઈવોલ્ટેજ મેચનું પરિણામ જે આવે તે, પરંતુ હજારો પ્રેક્ષકો જ્યારે તેની મજા માણીને ઘરે જવા રવાના થશે તે દરમિયાન અને તેના પછી તરત જ મ્યુનિસિપલ તંત્ર સમગ્ર સ્ટેડિયમ અને તેના પરિસરને કચરામુક્ત કરવાના અભિયાનમાં લાગી પડશે.

યુદ્ધના ધોરણે રિપેર કરાવી ફૂટપાથઃ આઈ.કે પટેલ
પશ્ચિમ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર આઈ.કે પટેલ આ અંગે વધુ વિગતો આપતા જણાવે છે કે, નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આજની ક્રિકેટ મેચ માટે તંત્રે અગાઉથી તૈયારીઓ આરંભી દીધી હતી. સ્ટેડિમય તરફ જતા રોડ તો સારી સ્થિતિમાં હોવાથી તેને રિસરફેસ કરવાની જરૂર પડી નથી, પરંતુ જ્યાં જ્યાં ફૂટપાથ તૂટેલી હતી, તેવી ફૂટપાથને યુદ્ધના સ્તરે રિપેર કરાવી દીધી છે. ઉપરાંત રોડ પરના નાના-મોટા ખાડાને પૂરીને તેવા રોડને વધુને વધુ મોટરેબલ કર્યા છે. એટલે સ્ટેડિયમ તરફ જતા રોડ પર વાહનચાલકોને કોઈ મુશ્કેલી પડશે નહીં. 

AMC બન્યું દેવાદાર: 200 કરોડના બહાર પડાશે બોન્ડ, અમદાવાદમાં વિકાસના કામો  કરવા લેવાશે કરોડોની લોન | AMC became a debtor 200 crore bonds will be  released crores of loans will be taken

સ્ટ્રીટલાઈટને લઈને પણ કરાઈ વ્યવસ્થા
વાહનચાલકોને સારા રોડ અને લોકોને સારી ફૂટપાથ મળે તેની સાથે રાતના સમયે તમામ સ્ટ્રીટલાઈટ ચાલુ રહે તેની પણ વ્યવસ્થા કરાઈ છે. સ્ટેડિયમની આસપાસના તમામ રસ્તા, પાર્કિંગના સ્થળ વગેરે જગ્યાએ લોકોનને સ્ટ્રીટલાઈટનું અજવાળું મળી રહેશે. કોઈ સ્ટ્રીટલાઈટ બંધ ન હોય તે અંગે પણ પૂરતી વ્યવસ્થા કરાઈ છે. 

મોડી રાત્રે હાથ ધરાશે સફાઈ કામગીરી
વિશ્વના સૌથી મોટા એવા નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું સફાઈ કામ મોડી રાતના 2.00 વાગ્યા સુધી ચાલતું રહેશે. આ માટે 60 સફાઈ કર્મચારીઓને ફરજ પર લગાવાશે. આ સફાઈ કામગીરી દરમિયાન ત્રણ સેનેટરી ઈન્સ્પેક્ટર સમગ્ર સફાઈ વ્યવસ્થાનું સુપરવિઝન કરશે. સફાઈ કામગીરી દરમિયાન કચરાના નિકાલ માટે તંત્ર દ્વારા ત્રણ નાના વાહન અને મોટા વાહનની વ્યવસ્થા પણ કરાઈ છે તેમ પશ્ચિમ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર આઈ.કે પટેલ વધુમાં જણાવે છે. 

અમદાવાદમાં પોલીસ પ્રોટેક્શનમાં કરવામાં આવ્યું સફાઇનું કામ, જાણો કેમ વકર્યો  છે વિવાદ | Finally the cleaning operation started in Bhopal
file photo

મોટી સંખ્યામાં માનવમહેરામણ ઊમટી પડ્યું 
અત્રે ઉલ્લેખનીય છે કે, આ ક્રિકેટના જંગમાં મોટી સંખ્યામાં માનવમહેરામણ ઊમટી પડ્યું છે. જેના કારણે સ્ટેડિયમમાંથી ટનબદ્ધ કચરો મળી આવશે અને આટલા જંગી માત્રામાં મળી આવનારા કચરાના તત્કાળ નિકાલ માટે મ્યુનિસિપલ તંત્રએ પરસેવો પાડવો પડશે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ