બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / વિશ્વ / India's situation is worse than pakistan and srilanka, global hunger index report 2022 india got 107 rank

Hunger Index 2022 / ભૂખમરા મામલે ભારતની પરિસ્થિતિ વધુ બગડી: હંગર ઈન્ડેક્સમાં પાકિસ્તાન-શ્રીલંકાથી પણ પછડાયા

Megha

Last Updated: 02:45 PM, 15 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગ્લોબલ હંગર ઇન્ડેક્સ(Global Hunger Index) 2022 ની રિપોર્ટ સામે આવી છે, જેમાં ભારતની સ્થિતિ પાકિસ્તાન અને શ્રીલંકા કરતાં પણ ખરાબ છે. 121 દેશોની યાદીમાં ભારતને 107મું સ્થાન મળ્યું છે.

  • ગ્લોબલ હંગર ઇન્ડેક્સ ભારતને 107મું સ્થાન મળ્યું
  • હંગર ઇન્ડેક્સમાં લગભગ બધા જ પાડોશી દેશો ભારત કરતા સારા
  • પાકિસ્તાનને 99મું સ્થાન મળ્યું

ગ્લોબલ હંગર ઇન્ડેક્સ(Global Hunger Index) ની લેટેસ્ટ રિપોર્ટ ભારત માટે એક મોટો ચિંતાનો છે. આ રિપોર્ટમાં કુલ 121 દેશોની યાદીમાં ભારતને 107મું સ્થાન મળ્યું છે. જણાવી દઈએ કે યુદ્ધગ્રસ્ત અફઘાનિસ્તાનને છોડીને ભારત દક્ષણિ એશિયાના લગભગ દરેક દેશોથી પાછળ છે. ગ્લોબલ હંગર ઈન્ડેક્સ(Global Hunger Index) એ વૈશ્વિક, પ્રાદેશિક અને રાષ્ટ્રીય સ્તર પર ભૂખમરાને વ્યાપક રીતે માપવા અને ટ્રેક કરવાનું એક ઉપકરણ છે. ગ્લોબલ હંગર ઇન્ડેક્સના સ્કોરની ગણતરી 100-પોઇન્ટ સ્કેલ પર કરવામાં આવે છે જે ભૂખની ગંભીરતાને દર્શાવે છે. જ્યાં શૂન્ય સ્કોર સારો ગણવામાં આવે છે પણ 100મો સ્કોર સૌથી ખરાબ માનવામાં આવે છે.  ભારતને મળેલ 29.1 નો સ્કોર તેને 'ગંભીર' શ્રેણીમાં મૂકે છે.

પડોશી દેશો સાથે ભારતની તુલના 
પાડોશી દેશોની વાત કરીએ તો લગભગ બધા જ દેશો ભારત કરતા સારા છે. જણાવી દઈએ કે શ્રીલંકાને 64મો નંબર મળ્યો છે તો નેપાળને 81મો નંબર. આ સાથે પાકિસ્તાનને 99મો રેન્ક મળ્યો છે. અફઘાનિસ્તાન દક્ષિણ એશિયામાં એકમાત્ર એવો દેશ છે જેને 109 મો નંબર મળ્યો છે અને તેની સ્થિતિ ભારત કરતા પણ ખરાબ છે. 

ભારતમાં કુપોષિત લોકોની સંખ્યા 
કુપોષિત લોકોની સંખ્યા ભારત દેશમાં 2018-2020માં 14.6% હતી જે વધીને 2019-2021માં 16.3% થઈ હતી. આ આંકડા મુજબ ભારતમાં 224.3 મિલિયન લોકો કુપોષિત ગણાય છે. જણાવી દઈએ કે વિશ્વ સ્તરે કુપોષિત લોકોની કુલ સંખ્યા 828 મિલિયન છે.

બાળ મૃત્યુ દરમાં થયો ઘટાડો 
આ બધા સામે ભારતના અન્ય સૂચકાંકોમાં સુધારો પણ દેખાયો છે. વર્ષ 2014 અને 2022 ની વચ્ચે બાળ મૃત્યુ દર 4.6% થી ઘટીને 3.3% થયો છે.  

જો કે ગ્લોબલ હંગર ઇન્ડેક્સમાં ભારતનો સ્કોર 2014માં 28.2 હતો જે 2022માં વધીને 29.1 થઈ ગયો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ