બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ગુજરાત / India's Operation Ajay Launches Amidst Israel-Hamas War, Meteorological Department Forecast

2 મિનિટ 12 ખબર / હવામાન વિભાગની વસમી આગાહી.! ઈઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે ભારતનું ઓપરેશન અજય લોન્ચ, વર્લ્ડ કપમાં ચક દે ઈન્ડિયા

Dinesh

Last Updated: 07:25 AM, 12 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

samachar supar fast news : નવરાત્રિ દરમિયાન વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્રનાં અમુક વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

ભારત મૌસમ વિજ્ઞાન વિભાગ હવામાન કેન્દ્ર અમદાવાદ દ્વારા પૂર્વાનુમાન કરવામાં આવ્યું છે. પ્રથમ નોરતામાં અને દશેરાનાં દિવસે વરસાદની આગાહી કરવામાં આવી છે. મહારાષ્ટ્ર, દ. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવો વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા નવરાત્રીનાં પ્રથમ દિવસે જ સુરેન્દ્ર નગર, મહેસાણા, અમદાવાદ, બોટાદ, ભાવનગર, ખેડા તેમજ આણંદમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. તો નવરાત્રીનાં બીજા દિવસે બનાસકાંઠા, સુરેન્દ્રનગર, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, સુરેન્દ્રનગર, અમદાવાદમાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

Rain clouds on Navratri and World Cup matches, Meteorological Department has predicted for the next 5 days

અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, 14 અને 15 ઓક્ટોબરે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. જેના કારણે રાજસ્થાન, જમ્મુ-કાશ્મીર, પંજાબ, હરિયાણા, હિમાલયના ભાગોમાં કરા પડી શકે છે. જેથી ગુજરાતમાં ઠંડીનો અનુભવ થશે.એવું કહેવામાં આવી રહ્યું છે કે આગામી 17 ઓક્ટોબરથી 19 ઓક્ટોબરની વચ્ચે પશ્ચિમી વિક્ષેપને લઈને ભારે પવન અને કરા સાથે વરસાદની શક્યતા છે. આ 17થી 19 ઓક્ટોબર દરમિયાન હિમાચલથી ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદની શક્યતા છે. 

Chance of rain in Navratri in some areas of Gujarat

મોદી કેબિનેટે યુવાનો માટે MyBharat નામક સંસ્થા બનાવવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યું કે દેશમાં 15થી 19 વર્ષની વચ્ચેની ઉંમરનાં લગભગ 40 કરોડ યુવાનો છે.  આ ભારતને મોટી તાકાત છે. આ યુવાનો માટે MyBharat નામક પ્લેટફોર્મ બનાવવામાં આવશે. ભારત યુવાનો પ્રતિ પોતાની જવાબદારીને સમજે છે. અનુરાગ ઠાકુરે જણાવ્યું કે PM મોદીની અધ્યક્ષતાવાળી કેબિનેટમાં દુનિયાની સૌથી મોટી આબાદી યુવાનો માટે  MyBharat એટલે કે 'મારો યુવા ભારત' નામક પ્લેટફોર્મ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.    કોવિડ દરમિયાન પણ યુવાનોએ મોટું યોગદાન અને સહયોગ આપ્યો હતો. યુવાનોમાં સેવાભાવ અને કર્તવ્યબોધ હોય તેમજ આત્મનિર્ભર ભારત બનાવવાની લગન હોય તો આવનારાં 25 વર્ષઓમાં ભારતને વિકસિત ભારત બનાવવામાં યુવાનોની નિર્ણાયક ભૂમિકા બની શકે છે.

Modi cabinet decided to launch mybharat entity for youths of India says Anurag Thakur

PM Kisan Scheme : મોદી સરકાર નાના ખેડૂતોને મોટી ભેટ આપવા જઈ રહી છે. વાત જાણે એમ છે કે, 2024ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી PM કિસાનની રકમ 6000 રૂપિયાથી વધારીને 8000 રૂપિયા કરી શકે છે. આ બાબતથી વાકેફ બે અધિકારીઓના જણાવ્યા અનુસાર સરકાર નાના ખેડૂતોને વર્ષમાં ત્રણ હપ્તામાં આપવામાં આવતી PM કિસાન સન્માન નિધિની રકમ 6,000 રૂપિયાથી વધારીને 8,000 રૂપિયા કરવાના વિકલ્પો પર વિચાર કરી રહી છે.PM કિસાન સન્માન નિધિમાં આ અપડેટ પર નામ ન આપવાની શરતે આ અધિકારીઓએ એક ખાનગી મીડિયા હાઉસને કહ્યું કે, આ મામલો હજી વિચારણા હેઠળ છે. જો તે મંજૂર થાય છે તો આ યોજનાથી સરકારને 20,000 કરોડ રૂપિયાનો વધારાનો ખર્ચ થશે. આ ચાલુ નાણાકીય વર્ષમાં માર્ચ 2024 સુધીના કાર્યક્રમ માટે 60,000 કરોડ રૂપિયાના બજેટ ઉપરાંત હશે. જોકે નાણા મંત્રાલયના પ્રવક્તા નાનુ ભસીને આ અંગે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.

Modi government preparing to make biggest announcement for farmers before 2024 elections

ઈઝરાયલી વાયુસેનાએ હાલમાં અપડેટ આપતાં કહ્યું કે તેમના ફાઈટર જેટ્સએ બુધવારે ગાઝા સ્થિત એક ઈસ્લામિક યુનિવર્સિટી પર બોમ્બ ધડાકા કર્યાં છે.ઈઝરાયલી એરફોર્સ અનુસાર આ યુનિવર્સિટીમાં હમાસનાં આતંકીઓ ટ્રેનિંગ લેતાં હતાં. એટલું જ નહીં હમાસનાં એન્જિનિયરોને પણ ટ્રેનિંગ આપવામાં આવતી હતી.  જે બાદ તેઓ હથિયારો બનાવતાં હતાં. ઈઝરાયલ ડિફેંસ ફોર્સ સતત હમાસની સામે ગાઝા પટ્ટી પર બોમ્બ બ્લાસ્ટિંગ કરી રહી છે.યૂનિવર્સિટીનાં એક અધિકારી અહમદ ઓરાબીએ મીડિયાને જાણકારી આપતાં કહ્યું કે ઈઝરાયલી સેના દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલાઓમાં ઈસ્લામિક વિશ્વવિદ્યાલયની કેટલીક બિલ્ડિંગો સંપૂર્ણપણે નષ્ટ થઈ ગઈ છે. બોમ્બ બ્લાસ્ટિંગ બાદ યુનિવર્સિટીમાં આગ લાગી ગઈ હતી.  

પેલેસ્ટિનિયન ઉગ્રવાદી સંગઠન હમાસ દ્વારા ઇઝરાયેલ પર હુમલા બાદ બુધવારે (11 ઓક્ટોબર) પાંચમા દિવસે યુદ્ધ ચાલુ રહ્યું. દરમિયાન, ભારતે ઈઝરાયેલમાં રહેતા ભારતીયોને દેશમાં પરત લાવવા માટે ઓપરેશન અજય શરૂ કરવાની જાહેરાત કરી છે.વિદેશ મંત્રી એસ જયશંકરે સોશિયલ મીડિયા પર લખ્યું, "ઈઝરાયેલથી ભારત આવવા ઈચ્છતા લોકો માટે ઓપરેશન અજય શરૂ કરવામાં આવી રહ્યું છે. વિશેષ ચાર્ટર ફ્લાઈટ્સ અને અન્ય વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અમે વિદેશમાં રહેતા અમારા નાગરિકોની સલામતી અને સુખાકારી માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છીએ. 

ખોડલધામ પ્રમુખ નરેશ પટેલ સુરતના કામરેજ ખાતે ખોડલધામ નવનિર્મત કાર્યાલયનું લોકાર્પણ કર્યું હતું. આ કાર્યલયમાં ખોડલધામ પ્રકલ્પો, કોમ્પિટિટિવ કલાસીસ, સમાધાન પંચ, મહિલા સશક્તિકરણ, સરકારી યોજનાનું માર્ગદર્શન આપવામાં આવશે. આ લોકાર્પણ પ્રસંગે નવરાત્રી તેમજ લવ મેરેજના કાયદા વિશે નરેશ પટેલે વાત કરી હતી. નરેશ પટેલે નવરાત્રી પર્વને લઈને પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, નવરાત્રીની તૈયારી ત્રણ મહિના પહેલાથી થઈ રહી છે, તમામ જગ્યાએ ગરબાના પ્રોટોકોલ, સિસ્ટમ પ્રમાણે ચલાવવામાં આવશે. સ્થળ પર સેફટીએ પ્રથમ પ્રાયોરિટી રહેશે તેમજ હેલ્થ સેકેન્ડ પ્રાયોરિટી રહેશે. ખાસ યુવાનામાં હાર્ટ એટેકના કિસ્સા વધુ સામે આવી રહ્યા છે, ત્યારે ડોકટર અને એમ્બ્યુલન્સ હાજર રાખવામાં આવશે. નવરાત્રીમાં સ્વયં સેવકો હાજર રહીને લોકોના આધારકાર્ડ અને ફોટાની ચકાસણી કર્યા બાદ પ્રવેશ આપવામાં આવશે. 

અમદાવાદમાં કુલ પાંચ વર્લ્ડ કપ મેચ રમાવાની છે. જેમાં 14 ઓક્ટોબરે ભારત પાકિસ્તાન વચ્ચે જ્યારે મેચ રમાવાની છે. જોકે આ મેચ પહેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકી મળી હતી. નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસની ટીમો દોડતી થઈ હતી. પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ સહિત સુરક્ષા એજન્સીઓ દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારે હવે મૂળ મધ્યપ્રદેશના વીડિયો બ્લોગર કરણ માળી નામના યુવકને રાજકોટથી ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. આરોપી કરણ માળીએ 14 ઓક્ટોબરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનાર ભારત-પાકિસ્તાન મેચને લઈને ધમકી આપી હતી. ક્રાઈમ બ્રાન્ચની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, કરણે માત્ર મજા લેવા નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકી આપી હતી. રૂપિયા 500 કરોડની માંગણી કરતો ઈ-મેઈલ પણ આ યુવકે કર્યો હોવાની શંકા છે.

The man who threatened to blow up the Modi Stadium in Ahmedabad during the World Cup was caught from Rajkot

World Cup 2023 : ભારત-પાકિસ્તાન મેચને લઇને અમદાવાદ ખાતે પાકિસ્તાનની ટીમ ગઈકાલે આવી પહોંચી છે. અત્રે જણાવીએ કે, 11 વર્ષ બાદ અમદાવાદમાં પાકિસ્તનની ટીમનું આગમન થયું છે. આશ્રમ રોડ પર આવેલી હોટલ હયાતમાં પાકિસ્તાનની ટીમ રોકાણ કર્યું છે. પાકિસ્તાન ટીમનું એરપોર્ટ અને હોટલમાં ભવ્ય સ્વાગત કરાયું છે. અત્રે જણાવીએ કે, ભારતની ટીમ આજે અમદાવાદમાં આવશે.ક્રિકેટ મેચને લઈ અમદાવાદ એરપોર્ટ પર ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અમદાવાદની હયાત હોટેલમાં પણ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવ્યો છે. હોટેલ પર દરેક એરિયામાં સિક્યોરિટી સ્ટાફ તૈનાત કરાયો છે. 

ભારતે પોતાની સૌથી ખતરનાક સુપરસોનિક મિસાઈલ બ્રહ્મોસની સપાટીથી સપાટી પરના નવા સંસ્કરણનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. આ પરીક્ષણ ભારતીય વાયુસેનાએ હાલમાં જ પૂર્વી સમુદ્રી તટ દ્વીપસમૂહ પાસે કર્યું છે. તેને લઈને ઈન્ડિયન એરફોર્સે X પર માહિતી આપી હતી. X પોસ્ટ પર ઈન્ડિયન એરફોર્સે કહ્યું કે મિસાઈલ ફાયર સફળ રહ્યું છે અને મિશને પોતાના તમામ લક્ષ્ય હાંસલ કરી લીધાં છે. થોડા મહિનાઓ પહેલાં પણ ઈન્ડિયન નેવીનાં ડિકમીશીન્ડ જહાજ પર બ્રહ્મોસ મિસાઈલથી લાઈવ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ભારત સરકાર પોતાની ટેક્નિકલ મિસાઈલોની રેન્જ વધારવામાં મહેનત કરી રહી છે. ભારતીય વાયુસેનાનાં 40 સુખોઈ-30 MKI ફાઈટર જેટ પર બ્રહ્મોસ ક્રુઝ મિસાઈલો તૈનાત છે.

રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીની તારીખ બદલાઈ છે. હવે 23 નવેમ્બરની જગ્યાએ 25 નવેમ્બરનાં રોજ મતદાન થશે. કારણ કે લગ્નની સિઝન હોવાથી 23 તારીખના રોજ લગ્નના વધુ પડતાં મુર્હુત હતા જેથી મતદાનમાં કોઈ અસર ન પડે અને લોકો વધુમાં વધુ મતદાન કરે તે માટે રાજકીય પાર્ટીઓના સૂચન મુજબ ચૂંટણી પંચે તારીખમાં ફેરફાર કર્યો છે. ચૂંટણીનાં પરિણામો 3 ડિસેમ્બરનાં આવશે. ભારતના ચૂંટણી પંચએ રાજસ્થાન સહિત પાંચ રાજ્યોમાં થનારી વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી હતી. રાજસ્થાનનાં એક ચરણમાં વોટિંગ 23 નવેમ્બરનાં રાખવામાં આવી હતી પણ એ બાદ ભારતના ચૂંટણી પંચે વિવિધ રાજકીય દળ, સામાજિક સંગઠનો સહિત વિવિધ મીડિયા પ્લેટફોર્મે ચૂંટણીની તારીખોને લઈને પોતાનો પ્રસ્તાવ મૂક્યો હતો.

Rajasthan election 2023 date is changed to 25 november

વર્લ્ડ કપ મહાસંગ્રામમાં ગઈકાલે અરુણ જેટલી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે બળાબળના પારખા થયા હતા. બને ટીમોએ ટુર્નામેન્ટમાં પોતાની બીજી મેચ રમી જીત માટે જહેમત ઉઠાવી હતી. જેમાં ટીમ ઇન્ડિયાએ બાજી મારી છે અને ટીમ ઇન્ડિયાએ જબરદસ્ત જીત હાંસલ કરી છે. મહત્વનું છે કે ભારતે તેની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયા અને છ વિકેટએ ધૂળ ચાટતું કર્યું બાદ આજે ભારતે અફઘાનિસ્તાન સામે 8 વિકેટે માર્યું મેદાન હતું, ઉલ્લેખનીય છે કે અફઘાનિસ્તાનને તેની પ્રથમ મેચમાં બાંગ્લાદેશના હાથે 6 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. આજે બીજી પણ ભારત સામે આવ્યું છે.આ મેચ નો હીરો રોહિત શર્મા અને બુમરાહ રહ્યા હતા રોહિત શર્મા 84 બોલમાં 130 રન કર્યા હતા. જેમાં 16 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકારી રનનો પહાડ ખડકી દીધો હતો. બાદમાં રાશિદ ખાનની બોલિંગના મોટો શોર્ટ રમવાના પ્રયાસમાં તેઓ બોલ્ડ થઈ ગયા હતાં. જોકે જોકે રોહિત શર્માના આઉટ થયા બાદ વિરાટ કોહલી અને શ્રેયસ અય્યરનો બેટ પણ બોલ્યો હતો અને ભારતે આસાન જીત પોતાને નામ કરી હતી.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ