બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / અજબ ગજબ / indians spit several lakh tons of gutkha in year

સુધરી જાવ / ગુટખાં ખાઈને એક વર્ષમાં એટલું થુકે છે કે કેટલાય સ્વિમીંગ પૂલ ભરાઈ જાય, પિચકારી મારવામાં આ રાજ્ય ટોપ પર

Pravin

Last Updated: 06:58 PM, 4 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં ગુટખા ખાનારા લોકોની સંખ્યા ખૂબ જ વધારે છે. ગુટખાના શોખિન શહેરોની દિવાલો અને ખૂણા પર પોતાના મોંથી પેન્ટીંગ કરવા માટે વખણાયેલા છે.

  • દેશમાં ગુટખા અને મસાલા ખાનારી સંખ્યા પર રિપોર્ટ
  • દેશભરમાં એટલું થુંકી નાખે છે કે કેટલાય સ્વિમીંગ પૂલ ભરાય
  • આ રાજ્યના લોકો સૌથી આગળ છે ખાવામાં


દેશમાં ગુટખા ખાનારા લોકોની સંખ્યા ખૂબ જ વધારે છે. ગુટખાના શોખિન શહેરોની દિવાલો અને ખૂણા પર પોતાના મોંથી પેન્ટીંગ કરવા માટે વખણાયેલા છે. અમુક લોકો તો રસ્તા પર પણ જ્યાં ફાવે ત્યાં ફુંવારો છોડી દેતા હોય છે. શહેરોમાં કેટલીય જગ્યા પર ગુટખા, પાનના ખાઈને થુંકતા લોકોએ લાલ રંગનું પડ ચડાવી દીધું હોય છે. પણ ભારતમાં ગુટખા ખાનારા લોકો પાસેથી એવા જ કંઈક ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે, જેના વિશે આપ વિચારી પણ ન શકો. તો આવો જાણીએ ગુટખા થુંકવા સાથે જોડાયેલા રોચક તથ્યો વિશે...

બિલ્ડીંગો અને જ્યાં પણ કોરી જગ્યા દેખાય ત્યાં મારે છે પિચકારી

ગુટખા ખાનારા લોકોએ એ ધ્યાન આપવું જોઈએ કે, તેઓ ક્યાં પિચકારી મારી રહ્યા છે. આવું અમે એટલા માટે કહીએ છીએ કારણ કે, કેટલીય ઐતિહાસિક બિલ્ડીંગની દિવાલો પર ગુટખાના નિશાન જોવા મળે છે. આ હરકતોથી ગુટખા ખાનારા પર ખૂબ ગુસ્સો આવે છે, આવું ન કરવું જોઈએ. હવે આપને ચોંકાવનારી વાત બતાવીએ. ભારતમાં દર વર્ષે લોકો કેટલાય ટન ગુટખા થુકી નાખે છે.

એક રિપોર્ટમાં સામે આવ્યું છે કે, ભારતમાં ગુટખાના શોખિન કેટલાય લાખ ટન ગુટખા થુકી નાખે છે. ગુટખા ખાનારા પર એવા કેટલાય રિપોર્ટ્સ આવ્યા છે, જેમાં બતાવાયું છે કે, ભારતના લોકો વર્ષ દરમિયાન 1.564 મિલિયન ટન ગુટખા થુકી નાખે છે. 

કેટલાય સ્વિમીંગ પૂલ ભરાય તેટલું થુકી નાખે છે

આ વાત પરથી આ અંદાજો લગાવો કે, ભારતમાં દર વર્ષે કેટલી ગુટખા વેચાતી હશે. લોકો વર્ષભરમાં એટલી ગુટખા થુકી નાખે છે કે, તેના કેટલાય સ્વિમીંગ પૂલ ભરાઈ જાય. ઓલિંપિયન પૂલમાં 2.5 મિલિયન લીટર પાણી આવે છે. ત્યારે જો જોવા જઈએ તો, લોકો કેટલાય સ્વિમીંગ પૂલ ભરીને નાખે એટલું એક વર્ષમાં થુકી નાખતા હોય છે. 

સૌથી વધું આ રાજ્યમાં વેચાય છે ગુટખા

હવે આપને જણાવીએ કે, ભારતમાં સૌથી વધારે ગુટખા ક્યાં વેચાય છે, ઈંડિયન ઈન પિક્સલના એક ગ્રાફિક્સમાં જણાવ્યા અનુસાર, દર વર્ષે ઉત્તર પ્રદેશના લોકો ગુટખા થુકીને 46.37 પૂલ ભરી શકે છે. ત્યાર બાદ બિહારનો નંબર આવે છે. જ્યાંના લોકો એક વર્ષમાં 2.5 મિલિયનવાળા 31.33 પૂલ ભરી નાખે એટલું થુકી નાખે છે.

ગુજરાતના લોકો પણ પાછળ નથી

ઓડિશાની વાત કરીએ તો, અહીંના લોકો 28.37, બંગાળના લોકો 21.94, ગુજરાતના લોકો 20.98 અને દિલ્હીના લોકો 1.8 પૂલ દર વર્ષે થુકીને ભરી શકે છે. આ ખૂબ જ ચોંકાવનારો આંકડો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ