indian tourist abhijeet hazare detained in bhutan for standing on chorten
VIRAL /
ભૂટાનમાં ભારતીય ટુરિસ્ટે એક ફોટો માટે કરી શર્મનાક હરકત, લોકોએ કહ્યું સબક શીખવાડો
Team VTV01:27 PM, 18 Oct 19
| Updated: 01:29 PM, 18 Oct 19
ભારતીય ટૂરિસ્ટ પર આરોપ છે કે એને ભૂટાનના ડોલુચા સ્થિત નેશનલ મેમોરિયલ ચોર્ટન(બૌદ્ધ સ્તૂપ) ની ઉપર ઊભા રહીને ફોટો પડાવ્યો, જે વાયરલ થઇ ગયો છે. આ ફોટાથી સ્થાનિક લોકોની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી છે. ત્યારબાદ પોલીસે કાર્યવાહી કરી છે.
ભારતીય ટૂરિસ્ટે ભૂટાનના ડોલુચા સ્થિત બૌદ્ધ સ્તૂપની ઉપર ઊભા રહીને ફોટો પડાવ્યો
ફોટાથી સ્થાનિક લોકોની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી છે
રૉયલ ભૂટાન પોલીસે અભિજીતની વિરુદ્ધ કાર્યવાહી કરી છે
ભૂટાન ફરવા ગયેલા એક ભારતીય ટૂરિસ્ટને ધાર્મિક સ્થળ પર ફોટો પડાવવો મોંઘો પડ્યો. રૉયલ ભૂટના પોલિસે એને કસ્ટડીમાં લીધો છે. વાસ્તવમાં ભારતીય ટૂરિસ્ટ પર આરોપ છે કે એને ભૂટાનના ડોલુચા સ્થિત નેશનલ મેમોરિયલ ચોર્ટન(બૌદ્ધ સ્તૂપ) ની ઉપર ઊભા રહીને ફોટો પડાવ્યો, જે વાયરલ થઇ ગયો છે. આ ફોટાથી સ્થાનિક લોકોની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી છે. ત્યારબાદ પોલીસે કાર્યવાહી કરી છે.
ધરપકડ કરવામાં આવેલ ટૂરિસ્ટનવી ઓળખ અભિજીત રતન હજારેના રપમાં થઇ છે, જે મહારાષ્ટ્રના રહેવાસી છે. જાણવા મળી રહ્યું છે કે ભારતથી 15 બાઇકર્સની ટોળી ભૂટાન ફરવા ગઇ છે, જેમાં અભિજીત રતન હજારે પણ સામેલ છે. હાલ રૉયલ ભૂટાન પોલીસે અભિજીત રતન હજારેનો પાસ્ટપોર્ટ જપ્ત કરી લીધો છે અને તપાસ કરવામાં આવી રહી છે.
જાણવા મળી રહ્યું છે કે નેશનલ મેમોરિયલ ચોર્ટન (સ્તૂપ) એક બૌદ્ધ સમુદાયનનું ધાર્મિક સ્થળ છે. એવી માન્યતા છે કે જે જગ્યાએ આ સ્તૂપ છે ત્યાં ગૌતમ બૌદ્ધના રહેવાના પુરાવા મળ્યા છે. ભૂટાનમાં આ સ્તૂપોની પૂજા થાય છે.
અભિજીત રતન હજારેની સાથે ભૂટાન ગયેલ ભારતીય બાઇકર્સનું કહેવું છે કે અભિજીતને ખબર નહતી કે જે જગ્યાએ એ ઊભો રહ્યો છે એ બૌદ્ધ સ્તૂપ છે. જ્યારે બાઇકર્સનું ગ્રુપ ડોચુલામનાં બાઇર પાર્ક કરી રહ્યું હતું તો અભિજીતે સ્તૂપ પર ચઢીને ફોટો પડાવ્યો અને સોશ્યલ મીડિયા પર મૂક્યો, જે વાયરલ થઇ ગયો.
સોશ્યલ મીડિયા પર આવ્યા બાદ આ ફોટા પર લોકોએ આપત્તિ વ્યક્ત કરી છે. ત્યારબાદ રૉયલ ભૂટાન પોલીસે અભિજીતની વિરુદ્ધ કાર્યવાહી કરી છે. આ બાજુ ભારતમાં અભિજીતની શરમજનક હરકત પર લોકો આપત્તિ વ્યક્ત કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે ફોટો પડાવવાના ચક્કરમાં લોકો કંઇ પણ કરી નાંખે છે એવા લોકોને પાઠ ભણાવવો જરૂરી છે.