બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / India vs Sri Lanka Live, Asia Cup 2023 Final: Mohammed Siraj Delivers Telling Blows, SL 3 Down In 4 Overs vs India

એશિયા કપ ફાઈનલ / LIVE : રોહિતની જગ્યાએ ઈશાન કિશન આવ્યો ઓપનિંગમાં, એશિયા કપ ખિતાબ જીતવાની નજીક ભારતીય ટીમ

Hiralal

Last Updated: 06:38 PM, 17 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં ભારત અને શ્રીલંકા વચ્ચે એશિયા કપની ફાઈનલ મેચ રમાઈ રહી છે. ભારત ટોસ જીતીને પહેલા બોલિંગ કરી રહ્યું છે.

  • એશિયા કપની ફાઈનલમાં ભારત-શ્રીલંકા વચ્ચે મુકાબલો
  • કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાઈ રહી છે
  • ભારત પહેલા કરી રહ્યું છે બેટિંગ

કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં એશિયા કપની ફાઈનલમાં શ્રીલંકા સામે ટોસ જીતીને ભારતે પહેલા બોલિંગનો નિર્ણય લીધો છે. ભારતે શરુઆતમાં જ શાનદાર સફળતા મળી હતી.

બે ઓવરના અંતે ભારતનો સ્કોર 17 રન
બે ઓવરના અંતે ભારતનો સ્કોર કોઈ પણ નુકશાન વિના 17 રન છે. ઈશાન કિશન 13 રને અને શુભમન ગિલ 4 રને રમી રહ્યા છે. ભારતે હવે જીતવા માટે 34 રન બનાવવાના છે.

ભારતની બેટિંગ શરૂ
ભારતીય દાવની શરૂઆત થઈ ગઈ છે. ઈશાન કિશન અને શુભમન ગિલ ઓપનિંગમાં આવ્યા છે. શ્રીલંકા તરફથી પ્રમોદ મદુશને પ્રથમ ઓવર ફેંકી હતી.

શ્રીલંકા 50 ઓવરમાં ઓલઆઉટ

શ્રીલંકા 50 ઓવરમાં ઓલઆઉટ થઈ ગયું છે. ભારતને વનડેમાં સાવ ઈઝી ટાર્ગેટ મળ્યો છે. 51 રન કરી લેતા ભારત એશિયા કપ ચેમ્પિયન બની જશે. 

શ્રીલંકાએ 12.3 ઓવરમાં 40 રનમાં ગુમાવી 8 વિકેટ
શ્રીલંકાની હાલત ખૂબ ખરાબ થઈ. તેણે 12.3 ઓવરમાં માત્ર 40 રનમાં 8 વિકેટ ગુમાવી દીધી હતી. 

સિરાજે ઝડપી છઠ્ઠી વિકેટ
આજની મેચમાં મોહમ્મદ સિરાજેનો રંગ જુદો જ હતો. સિરાજે હવે 6ઠ્ઠી વિકેટ ઝડપી છે. 12મી ઓવરના બીજા બોલ પર તેણે કુસલ મેન્ડિસને બોલ્ડ કરાવ્યો. મેન્ડિસે 34 બોલમાં 17 રન કર્યાં હતા. 

શ્રીલંકાના ગ્રાઉન્ડ્સમેન અને પીચ ક્યુરેટરને 42 લાખનું ઈનામ 

શ્રીલંકામાં ઘણી મેચોમાં વરસાદ પડ્યો હતો. આવી સ્થિતિમાં ગ્રાઉન્ડ્સમેન અને પીચ ક્યુરેટરે મહત્વની ભૂમિકા ભજવી હતી. આ તમામ લોકોને 42 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે. BCCI સચિવ જય શાહે એક પોસ્ટ પોસ્ટ કરી હતી જેમાં તેમણે કહ્યું કે, "એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) અને શ્રીલંકા ક્રિકેટ (SLC) કોલંબો અને કેન્ડીના ગ્રાઉન્ડસમેન માટે US$ 50,000 (42 લાખ ભારતીય રૂપિયા)ના ઈનામી રકમની જાહેરાત કરતા તેઓ ગર્વ અનુભવે છે. "તેમની પ્રતિબદ્ધતા અને સખત મહેનતે એશિયા કપ 2023ને અવિસ્મરણીય બનાવ્યો.  

મોહમ્મદ સિરાજે 3 ઓવરમાં 5 રન આપીને 5 વિકેટ

ટીમ ઈન્ડિયાના ઘાતક ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે એશિયા કપ 2023ની ફાઈનલ મેચમાં શ્રીલંકા સામે તબાહી મચાવી હતી. મોહમ્મદ સિરાજે એશિયા કપ 2023ની ફાઇનલ મેચ શરૂ થતાની સાથે જ લગભગ સમાપ્ત કરી દીધી હતી. મોહમ્મદ સિરાજે શ્રીલંકાની કમર તોડી નાખી હતી. સિરાજે 3 ઓવરમાં 5 રન આપીને 5 વિકેટ લીધી હતી. 

આઠ ઓવરના અંતે શ્રીલંકાનો સ્કોર છ વિકેટે 18 રન

આઠ ઓવરના અંતે શ્રીલંકાનો સ્કોર છ વિકેટે 18 રન છે. કુસલ મેન્ડિસ છ રન અને દુનિત વેલાલ્ગે ચાર રન સાથે રમી રહ્યા છે. 

શ્રીલંકાની ટીમે 7 ઓવરની રમત બાદ 6 વિકેટ ગુમાવીને 17 રન બનાવી લીધા છે. કુસલ મેન્ડિસ અને દુનિથ વેલાલાગે ક્રિઝ પર છે.

સિરાજે એક જ ઓવરમાં 4 વિકેટ લીધી

મોહમ્મદ સિરાજે શ્રીલંકાને એક જ ઓવરમાં 4 આંચકા આપ્યા છે. મોહમ્મદ સિરાજે પથુમ નિસાંકા, સાદિરા સમરવિક્રમા, ધનંજય ડી સિલ્વા અને ચરિથ અસલંકાને પોતાનો શિકાર બનાવ્યા છે.

સિરાજે શ્રીલંકામાં તબાહી મચાવી
મોહમ્મદ સિરાજે શ્રીલંકાને એક જ ઓવરમાં 3 આંચકા આપ્યા છે. મોહમ્મદ સિરાજે પથુમ નિસાંકા, સાદિરા સમરવિક્રમા અને ચરિથ અસલંકાને પોતાનો શિકાર બનાવ્યો છે. 

મોહમ્મદ સિરાજે શ્રીલંકન ટીમને ત્રીજો ઝટકો

મોહમ્મદ સિરાજે શ્રીલંકન ટીમને ત્રીજો ઝટકો આપ્યો હતો. સાદિરા સમરવિક્રમા 2 બોલનો સામનો કર્યા બાદ શૂન્ય પર LBW આઉટ થઈ ગઈ હતી. મોહમ્મદ સિરાજે અત્યાર સુધીમાં બે વિકેટ ઝડપી છે. 

શ્રીલંકાને બીજો ફટકો, જાડેજાએ લીધો જોરદાર કેચ
શ્રીલંકાની ટીમને બીજો ઝટકો લાગ્યો, પથુમ નિસાંકાને મોહમ્મદ સિરાજે રવિન્દ્ર જાડેજાના હાથે કેચ કરાવ્યો. પથુમ માત્ર 2 રન બનાવીને જતો રહ્યો હતો. 

પરેરા શૂન્ય પર આઉટ
જસપ્રીત બુમરાહે ભારતને પ્રથમ સફળતા અપાવી, કુસલ પરેરા 2 બોલનો સામનો કર્યા બાદ 0 રને આઉટ થયો હતો. શ્રીલંકાના દાવની આ પ્રથમ ઓવર હતી.

પહેલી ઓવરમાં બુમરાહે શ્રીલંકાના ઓપનર પરેરાને આઉટ કરતાં ભારતની શાનદાર શરુઆત થઈ હતી જે પછી સિરાજે પણ શ્રીલંકાની બીજી મોટી વિકેટ ઝડપી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ