બ્રેકિંગ ન્યુઝ
VTV / Assembly election 2023 / ભારત / india telangana election result 7 aimim candidates won including akbaruddin owaisi in assembly election
Dinesh
Last Updated: 12:12 AM, 4 December 2023
ADVERTISEMENT
કોંગ્રેસ પાર્ટીને તેલંગણામાં સ્પષ્ટ બહુમતી મળી છે. AIMIM પાર્ટી રાજ્યમાં 9 બેઠકો પર ચૂંટણી લડી હતી અને 7 બેઠકો જીતી છે. સાંસદ અસદુદ્દીન ઓવૈસીના નાના ભાઈ અકબરુદ્દીન ઓવૈસી પણ ચંદ્રયાંગુટ્ટા વિધાનસભાથી જીત્યા છે. BRSએ ચંદ્રયાનગુટ્ટા સીટ પરથી પણ પોતાનો ઉમેદવાર ઉતાર્યો હતો. ચંદ્રયાનગુટ્ટા સીટ પર 23 રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઈ છે. આ સીટ પર અકબરુદ્દીન ઓવૈસીને 99,545 વોટ મળ્યા છે. જ્યારે બીજા ક્રમે રહેલા BRS ઉમેદવાર મુપ્પી સીતારામ રેડ્ડીને 18,116 મત મળ્યા છે. જ્યારે આ સીટ પરથી બીજેપી ઉમેદવાર કૌરી મહેન્દ્રને 16,414 વોટ મળ્યા છે.
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટીના કોણ ઉમેદવાર જીત્યા
અકબરુદ્દીન ઓવૈસી- ચંદ્રયાનગુટ્ટા વિધાનસભા બેઠક
ઝફર હુસૈન મેરાજ- યાકુતપુરા વિધાનસભા બેઠક
માજિદ હુસૈન- નામપલ્લી વિધાનસભા બેઠક
કૌસર મોહિઉદ્દીન- કારવાં વિધાનસભા બેઠક
અહેમદ બિન અબ્દુલ્લા બલાલા- મલકપેટ વિધાનસભા મતવિસ્તાર
મોહમ્મદ મુબીન- બહાદુરપુરા વિધાનસભા બેઠક
મીર ઝુલ્ફેકર અલી- ચારમિનાર વિધાનસભા મતવિસ્તાર
ADVERTISEMENT
તેલંગાણામાં કોંગ્રેસનો વિજય
તેલંગાણા વિધાનસભા ચૂંટણીના પરિણામોની વાત કરીએ તો કોંગ્રેસ 64 સીટો સાથે સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. BRS 39 અને ભાજપ 8 બેઠકો જીતી શકી છે. છેલ્લી બે વખત જીતી ચૂકેલા સીએમ કેસીઆર આ વખતે હેટ્રિક નોંધાવી શકી નહીં. તેલંગાણા ચૂંટણીમાં સૌથી મોટો અપસેટ કામરેડ્ડી સીટ પર થયો હતો, જ્યાં બીજેપી ઉમેદવાર કટ્ટીપલ્લી વેંકટ રમન રેડ્ડીએ સીએમ કેસીઆર અને તેલંગાણા કોંગ્રેસના અધ્યક્ષ રેવંત રેડ્ડીને હરાવ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.