બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / વિશ્વ / India stops visa service for Canadians: Modi government took a big decision

BIG NEWS / ભારતે કેનેડાના લોકો માટેની વિઝા સર્વિસ કરી બંધ: બંને દેશો વચ્ચેનો તણાવ ચરમસીમા પર, મોદી સરકારે લીધો મોટો નિર્ણય

Priyakant

Last Updated: 12:09 PM, 21 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

India Canada News News: ભારત અને કેનેડા વિવાદ વચ્ચે પહેલા બંને દેશોના રાજદ્વારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને હવે નવી દિલ્હીએ કેનેડિયન નાગરિકો માટે વિઝા સેવાઓ અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દીધી

  • ભારત અને કેનેડા વિવાદ વચ્ચે સૌથી મોટા સમાચાર
  • કેનેડિયન નાગરિકો માટે વિઝા સેવાઓ અનિશ્ચિત સમય માટે સ્થગિત 
  • વિઝા સેવાઓ સસ્પેન્ડ કરવા અંગે કોઈ ઔપચારિક જાહેરાત કરવામાં આવી નથી

India Canada News : ભારત અને કેનેડા વિવાદ વચ્ચે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, વિવાદ વચ્ચે પહેલા બંને દેશોના રાજદ્વારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને હવે નવી દિલ્હીએ કેનેડિયન નાગરિકો માટે વિઝા સેવાઓ અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દીધી છે. નોંધનીય છે કે, કેનેડાના PMએ ભારત પર ખાલિસ્તાન સમર્થક હરદીપ સિંહ નિજ્જરની હત્યાનો આરોપ લગાવતા બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો. 

એક અહેવાલ મુજબ વિઝા સેવાઓ સસ્પેન્ડ કરવા અંગે કોઈ ઔપચારિક જાહેરાત કરવામાં આવી નથી. જોકે કેનેડામાં વિઝા અરજી કેન્દ્રો ચલાવતા BLS ઈન્ટરનેશનલે તેની કેનેડિયન વેબસાઈટ પર આ સંદર્ભમાં એક સંદેશ પોસ્ટ કર્યો છે. સંદેશમાં લખ્યું હતું, ભારતીય મિશન તરફથી મહત્વપૂર્ણ માહિતી: ઓપરેશનલ કારણોસર ભારતીય વિઝા સેવાઓ ગુરુવાર (21 સપ્ટેમ્બર 2023) થી આગળની સૂચના સુધી સ્થગિત કરવામાં આવી છે.

ભારતીય અધિકારીએ પુષ્ટિ કરી  
આ તરફ એક ભારતીય અધિકારીએ સસ્પેન્શનની પુષ્ટિ કરી હતી પરંતુ આ અંગે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. જોકે તેમણે આ અંગે વિગતવાર માહિતી આપવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે, નોટિસમાં બધું સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે. કોરોના પીરિયડ પછી આ પ્રથમ વખત છે, જ્યારે ભારતે કોઈપણ દેશના નાગરિકો માટે વિઝા સેવાઓ બંધ કરી છે. બુધવારે મોડી રાત્રે આ જાણકારી સામે આવી છે. આ પહેલા બુધવારે ભારતીય વિદેશ મંત્રાલયે એક એડવાઈઝરી જારી કરીને કેનેડા જનારા લોકોને સાવચેત રહેવા જણાવ્યું હતું. એવા કોઈ પણ વિસ્તારમાં ન જશો જ્યાં કોઈ ભારત વિરોધી ઘટના બની હોય અથવા એવું કંઈક બનવાની સંભાવના હોય.

આ એડવાઈઝરી કેનેડા સ્થિત ભારતીય હાઈ કમિશનની વેબસાઈટ પર પણ જાહેર કરવામાં આવી છે. ભારતે એમ પણ કહ્યું કે, કેનેડામાં હેટ ક્રાઇમમાં વધારો થયો છે અને ત્યાં જતી વખતે સાવચેત રહેવાની જરૂર છે. ભારતની એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે, 'કેનેડામાં અપરાધ, ભારત વિરોધી ગતિવિધિઓ અને નફરતના ગુનાઓમાં વધારો થયો છે. આને ધ્યાનમાં રાખીને તમામ ભારતીયોને કેનેડાના એવા વિસ્તારોની મુલાકાત લેતી વખતે સાવચેત રહેવાની સલાહ આપવામાં આવે છે જ્યાં ભારત વિરોધી ઘટનાઓ બની હોય. એટલું જ નહીં, ભારત સરકારે કહ્યું છે કે અમારા અધિકારીઓ કેનેડામાં રહેલા લોકોના સંપર્કમાં રહેશે. કોઈપણ સમસ્યા માટે તાત્કાલિક સંપર્ક કરી શકાય છે અને જરૂરી સહાય પૂરી પાડવામાં આવશે.

કેનેડા પણ ભારતમાંથી પોતાના રાજદ્વારીઓને બોલાવી રહ્યું છે
નોંધનીય છે કે, કેનેડાએ હવે ભારતમાં હાઈ કમિશનમાંથી તેના કેટલાક રાજદ્વારીઓને પાછા બોલાવવાનું શરૂ કર્યું છે. તેમનું કહેવું છે કે ભારતમાં અમારા રાજદ્વારીઓ જોખમમાં હોઈ શકે છે અને તેમને ધમકીઓ પણ મળી છે. આવી સ્થિતિમાં અમે સ્ટાફ ઓછો કરી રહ્યા છીએ. તમને જણાવી દઈએ કે તેમણે જ અગાઉ પોતાના નાગરિકો માટે એડવાઈઝરી જાહેર કરી હતી. આ સિવાય સૌથી પહેલા એક ભારતીય રાજદ્વારીને કેનેડા છોડવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જવાબમાં ભારતે પણ આવી જ કાર્યવાહી કરી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ