બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:05 PM, 10 May 2025
ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને લઈ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપએ ટ્વીટ કરી મહત્વની જાણકારી આપી છે. તેમણે ટ્વીટ કરી લખ્યું છે કે, 'યુનાઇટેડ સ્ટેટ્સની મધ્યસ્થી હેઠળ રાતભર ચાલેલી લાંબી વાતચીત પછી, મને એ જાહેરાત કરતા આનંદ થાય છે કે ભારત અને પાકિસ્તાન સંપૂર્ણ અને તાત્કાલિક યુદ્ધવિરામ માટે સંમત થયા છે. કોમન સેન્સ અને ગ્રેટ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવા બદલ બંને દેશોને અભિનંદન. આ બાબત પર ધ્યાન આપવા બદલ આભાર'
ADVERTISEMENT
US President Donald Trump says, "After a long night of talks mediated by the United States, I am pleased to announce that India and Pakistan have agreed to a full and immediate ceasefire..." https://t.co/0k2ZrrqHZf pic.twitter.com/z5C2n6CWX6
— ANI (@ANI) May 10, 2025
ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને લઈ અમેરિકાની મધ્યસ્થી મામલે લાંબા વાટાઘાટો બાદ ભારત અને પાકિસ્તાન યુદ્ધવિરામ પર સંમત થયા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ અંગે ટ્વિટ કર્યું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર સતત ડ્રોન હુમલા, ગોળીબાર અને તણાવપૂર્ણ પરિસ્થિતિઓ ચાલી રહી હતી, જેના કારણે પ્રાદેશિક અને વૈશ્વિક સ્તરે ચિંતા વધી ગઈ હતી ત્યારે આ પગલું લેવામાં આવ્યું છે
ADVERTISEMENT
Pakistan Dy PM and foreign Minister Ishaq Dar tweets, "Pakistan and India have agreed to a ceasefire with immediate effect..." pic.twitter.com/SwisfObp24
— ANI (@ANI) May 10, 2025
પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન અને વિદેશ પ્રધાન ઇશાક ડારે સોશિયલ મીડિયા પર માહિતી આપી હતી કે ભારત અને પાકિસ્તાન તાત્કાલિક અસરથી યુદ્ધવિરામ પર સંમત થયા છે. તેમણે કહ્યું કે, પાકિસ્તાન હંમેશા પોતાની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા સાથે સમાધાન કર્યા વિના આ ક્ષેત્રમાં શાંતિ અને સુરક્ષા માટે પ્રયત્નશીલ રહ્યું છે
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.