બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / India Pakistan 1971 War 16 December Story How Surrender Picture Shamefull For Pak

આજનો ઈતિહાસ / આજે પણ પાકિસ્તાનની દુ:ખતી નસ છે આ એક તસવીર, જાણો સેનાના શૌર્યથી કઈ રીતે થયો હતો નવા દેશનો ઉદય

Parth

Last Updated: 09:51 AM, 16 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

16 ડિસેમ્બર એટલે ઐતિહાસિક તારીખ... જ્યારે ભારતે કરી નાંખ્યા હતા પાકિસ્તાનના બે ટુકડા

  • ભારત માટે આજે ઐતિહાસિક તારીખ 
  • આજના દિવસે જ પાકિસ્તાન હતું ઘૂંટણીયે 
  • ભારતની સેનાએ આજે બદલી નાંખ્યો હતો દુનિયાનો નકશો 

અત્યારે ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા વિવાદને લઈને ચર્ચાઓ ખૂબ થઈ રહી છે અને ફરી યુદ્ધ અને સીમા વિવાદ જેવા શબ્દો સંભળાઈ રહ્યા છે, પણ આપણો પડોશી દેશ પાકિસ્તાન આજે ખરેખર શરમની સ્થિતિમાં હશે, આજે તારીખ જ એવી છે. 16 ડિસેમ્બર એટલે ઈતિહાસની એ તારીખ જે સાક્ષી છે આતંકવાદ પર સત્યની જીતની. 

PM મોદી અને PM હસીનાની પાછળની તસવીર જુઓ 

વર્ષ 1971ના યુદ્ધને આજે 51 વર્ષ થઈ ગયા, બાંગ્લાદેશ આજે 51 વર્ષનો થયો. આજના જ દિવસે 1971માં પાકિસ્તાની સેનાએ ભારત સામે ઘૂંટણિયા ટેકવી દીધા હતા અને સરેન્ડર કર્યું હતું. ભારતે પોતાની તાકાતથી આજે દુનિયાનો નકશો જ બદલી નાંખ્યો અને એક નવા દેશનો ઉદય થયો જેનું નામ હતું બાંગ્લાદેશ. આ યુદ્ધમાં તત્કાલીન પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધી, ફિલ્ડ માર્શલ જનરલ માનેક શૉ અને જનરલ જગજીત સિંહનું ભૂમિકા અગત્યની હતી. 

નોંધનીય છે કે અંગ્રેજોએ ભારત અને પાકિસ્તાન અલગ કર્યું ત્યારે પાકિસ્તાનના બે ભાગ હતા, પૂર્વ પાકિસ્તાન અને પશ્ચિમ પાકિસ્તાન. ધર્મના આધારે અલગ થયેલા દેશમાં પાકિસ્તાન અલગ તો થયું પણ માનવાધિકારનું ઉલ્લંઘન કરીને પાકિસ્તાને બાંગ્લાદેશમાં અત્યાચાર કર્યા અને નરસંહાર કર્યો જેમાં હજારો અને લાખો લોકોએ બલિદાન આપ્યું. 

મૂજીબુર રહેમાન

વર્ષ 1969માં મૂજીબુર રહેમાને એલાન કર્યું હતું કે પૂર્વી પાકિસ્તાન હવેથી બાંગ્લાદેશ કહેવાશે, જે બાદ સંગ્રામ શરૂ થયું અને તેઓ બાંગ્લા મુક્તિ સંગ્રામના પ્રણેતા બન્યા. પાકિસ્તાનના અત્યાચારના કારણે લાખોની સંખ્યામાં પાકિસ્તાનીઓ ભારત તરફ આવવા લાગ્યા હતા. જે બાદ ભારતના પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીએ પણ યુદ્ધનું એલાન કર્યું. 

ભારતના તત્કાલીન પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધી 

ભારતે બાંગ્લાદેશમાં શાંતિ સ્થાપના માટે અનેક પ્રયાસ કર્યા હતા પણ જ્યારે અત્યાચાર અને નરસંહારે હદ વટાવી ત્યારે આખરે વાયુસેનાએ વચ્ચે આવવું પડ્યું અને 13 દિવસ સુધી ચાલેલા યુદ્ધ બાદ સેનાની બહાદુરી સામે નવા દેશે જન્મ લીધો. ભારતની સામે પાકિસ્તાનના 93 હજાર સૈનિકોએ આત્મસમર્પણ કરી નાંખ્યું. જેના પર ભારતના જનરલ જગજીત સિંહે હસ્તાક્ષર કર્યા હતા, તે તસવીર આજે પણ ભારત અને બાંગ્લાદેશ માટે ખૂબ જ ખાસ છે જ્યારે પાકિસ્તાન જ્યારે જ્યારે એ તસવીર જોતો હશે ત્યારે ત્યારે પોતાના પર ગુસ્સો આવતો હશે. 

આજે પણ બાંગ્લાદેશ માને છે કે ભારતના કારણે જ તેમને પાકિસ્તાનથી આઝાદી મળી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ