બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / India Complete 2-0 Series Sweep Against Sri Lanka

ક્રિકેટ / IND vs SL 2nd Test : ભારતે લંકાને બીજી ટેસ્ટમાં હાર આપી શ્રેણી જીતી, ગુજરાતી ખેલાડીનો કમાલ

Hiralal

Last Updated: 06:34 PM, 14 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બેંગલુરૂમાં રમાયેલી પિંક બોલ ટેસ્ટમાં ભારતે શ્રીલંકાને 238 રને પરાજય આપીને સતત 15મી ઘરેલુ સિરિઝ પર કબજો કર્યો છે.

  • પિંક બોલ ટેસ્ટમાં ભારતનો વિજય
  • શ્રીલંકાને 238 રનથી આપ્યો પરાજય
  • સતત 15મી ઘરેલુ સિરિઝ પર કર્યો કબજો

ભારત અને શ્રીલંકા (Ind vs Sl) વચ્ચે બેંગલુરૂમાં રમાયેલી પિંક બોલ ટેસ્ટ (Ind vs Sl) ટીમ ઇન્ડિયાએ જીતી લીધી છે. ભારતે ત્રીજા દિવસે જ શ્રીલંકાને 238 રને પરાજય આપ્યો હતો. આ સાથે જ ભારતે આ બે ટેસ્ટ મેચની શ્રેણીમાં ક્લિન સ્વિપ કર્યું હતું. ટેસ્ટ કેપ્ટન તરીકે રોહિત શર્માની આ સૌપ્રથમ ટેસ્ટ સિરિઝ હતી, જેમાં આ ઐતિહાસિક વિજય હાંસલ થયો છે.

ભારતે ત્રણ દિવસમાં કેવી રીતે જીતી મેચ
ટોસ જીતીને પહેલા બેટિંગ કરીને ભારતીય ટીમે શ્રેયસ અય્યર (92 રન)ની સાહસિક ઈનિંગને કારણે 252 રન બનાવ્યાં હતા. પાછળથી તે જ દિવસે 86 રન પર શ્રીલંકાની 6 વિકેટ પણ ઝડપી લીધી હતી. બીજા દિવસે અડધા કલાકની અંદરહર શ્રીલંકા ફક્ત 109 રન પર સમેટાઈ ગયું હતું. ફાસ્ટ બોલર જસપ્રીત બુમહારે ટેસ્ટ ક્રિકેટમાં આઠમી અને સ્વદેશમાં પહેલી વાર ઈનિંગમાં પાંચથી વધારે વિકેટ ઝડપી. ભારત માટે બીજી ઈનિંગમાં પણ શ્રેયર અય્યરે અડધી સદી ફટકારી હતી. ઋષભ પંતે પણ ફિફ્ટી ફટકારી હતી. 303-0ના સ્કોર પર ટીમ ઈન્ડીયાએ પારી ઘોષિત કરી અને શ્રીલંકાની સામે 447 રનનો વિશાળ સ્કોર મૂક્યો.

ઘરઆંગણે ભારતની સતત 15મી શ્રેણી જીત
ભારતે શ્રીલંકાને 2-0થી હરાવી ઘરઆંગણે સતત 15મી શ્રેણી જીતવાનો રેકોર્ડ બનાવ્યો. 2012 થી અત્યાર સુધી ભારત તેની ધરતી પર એકપણ ટેસ્ટ શ્રેણી હારી નથી. ઇંગ્લેન્ડે છેલ્લી વખત ભારતને હરાવ્યું હતું. એ ટીમનો કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની હતો. ત્યારથી ભારતનો વિજય ચાલુ છે. અન્ય કોઈ ટીમે આવું પ્રદર્શન કર્યું નથી. ઓસ્ટ્રેલિયા બીજા નંબર પર છે. કાંગારૂ ટીમે સતત 10 ટેસ્ટ શ્રેણી બે વખત જીતી છે.

પંતે તોડ્યો 40 વર્ષ જુનો રેકોર્ડ
ભારતીય વિકેટકીપર ઋષત્ર પંતે જોરદાર અડધી સદી ફટકારીને 40 વર્ષ જુનો રેકોર્ડ તોડ્યો. પંતે 28 બોલમાં ફિફ્ટી કરી નાખી અને ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઓછા બોલમાં અડધી સદી બનાવનાર ભારતીય ખેલાડી બન્યો. 

શ્રીલંકાને ભારે સંઘર્ષ કરવો પડ્યો 

શ્રીલંકાની ટીમ પણ બીજી ઈનિંગમાં સંઘર્ષ કરતી જોવા મળી રહી હતી, માત્ર કેપ્ટન દિમુથ કરુણારત્ને સદી ફટકાર્યા બાદ એકલા હાથે જ જંગ લડતા જોવા મળ્યા હતા. કેપ્ટન દિમુથ કરુણારત્નેએ 107 રન ફટકાર્યા હતા, જ્યારે કુસલ મેન્ડિસે પણ 57 રન ફટકાર્યા હતા. બીજી ઈનિંગમાં શ્રીલંકા 208ના સ્કોર પર ઓલઆઉટ થઈ ગયું હતું.પહેલી ઈનિંગમાં તે માત્ર 109 રન જ બનાવી શક્યો હતો. ભારત તરફથી બીજી ઇનિંગમાં રવિચંદ્રન અશ્વિને કુલ 4 વિકેટ લીધી હતી, જ્યારે અક્ષર પટેલને 3 વિકેટ, જસપ્રિત બુમરાહને 3 વિકેટ મળી હતી. જસપ્રિત બુમરાહે પ્રથમ ઇનિંગમાં 5 વિકેટ લીધી હતી.

મુશ્કેલ પીચ પર, મુશ્કેલ પિચ પર બેટ્સમેનોની આગ ટીમ ઇન્ડિયાએ પોતાના પ્રથમ દાવમાં 252 રન બનાવ્યા હતા, આ મેદાન પર પહેલા જ દિવસથી ટર્ન જોવા મળી રહ્યો હતો.આ જ કારણે ટીમ ઇન્ડિયાને સતત પછડાટ મળતી રહી, પહેલી ઇનિંગમાં શ્રેયસ અય્યર ભારત માટે સૌથી મોટો સ્ટાર સાબિત થયો. શ્રેયસ અય્યરે પ્રથમ ઇનિંગમાં 92 રન બનાવ્યા હતા, ત્યારબાદ ઋષભ પંતે સૌથી વધુ 39 રન બનાવ્યા હતા. 

રિષભ પંત અને શ્રેયસ અય્યરની જોડીએ કમાલ કરી 

બીજી ઇનિંગમાં પણ રિષભ પંત અને શ્રેયસ અય્યરની જોડીએ કમાલ કરી ભારતને મોટી લીડ અપાવી હતી. બીજી ઇનિંગમાં શ્રેયસ અય્યરે 67 રન બનાવ્યા હતા, જ્યારે રિષભ પંતે 50 રન બનાવ્યા હતા. રિષભે માત્ર 28 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી, જે ટેસ્ટ ક્રિકેટમાં ભારત માટે સૌથી ઝડપી ફિફ્ટી છે.

ગુજરાતી ખેલાડી અક્ષર પટેલે કરી કમાલ
શ્રીલંકા સામેની બીજી ટેસ્ટમાં ગુજરાતી ખેલાડી અક્ષર પટેલે મોટી કમાલ કરી દેખાડી છે. અક્ષર પટેલે શ્રીલંકાની 2 વિકેટ ઝડપી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ