બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / independence day 2023 right way to dispose national flag respectfully

Independence Day 2023 / તિરંગો ફરકાવી દીધો એટલે પત્યું એમ ન માનતા, જાણી લેજો નિકાલની સાચી રીત, નહીંતર જેલભેગા

Kishor

Last Updated: 12:05 AM, 14 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્વતંત્રતા દિવસના અવસર પર મોટા ભાગના લોકો તિરંગો લહેરાવતા હોય છે. ત્યારે ખાસ જાણવું જોઈએ કે તિરંગાને ક્ચરાપેટીમાં ફેંકવોએ પણ ગુન્હો બને છે.

  • રાષ્ટ્રધ્વજના આપમાન બદલ સજાની જોગવાઈ
  • ત્રણ વર્ષની સજા અને દંડની જોગવાઈ
  • ભારતીય ધ્વજ સંહિતા 2002 મુજબ થાય છે કાર્યવાહી

દેશમાં આઝાદીના મહોત્સવની ઉજવણીને લઈને લોકોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. જેના ભાગરૂપ 13-15 ઓગસ્ટ સુધી દેશભરમાં તિરંગા અભિયાન ચલાવાઈ રહ્યું છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દરેકને 'હર ઘર તિરંગા' અભિયાનમાં ભાગ લેવા આહવાન કર્યું છે. જેને લોકો આવકાર પણ અપાઈ રહ્યો છે. પરંતુ માત્ર રાષ્ટ્રધ્વજ ફરકાવવાથી આપણી જવાબદારી સંપન્ન થતી નથી આ માટે આપણે તેનું સન્માન પણ જાળવવું જોઈએ.

હર ઘર તિરંગા: અભિયાનને સફળ બનાવવા કેન્દ્રએ જોર લગાવ્યું, તમામ મંત્રાલય માટે  નિર્દેશો જાહેર કર્યા | har ghar tiranga campaign a success center has given  instructions
ભારતીય ધ્વજ સંહિતા 2002 મુજબ સજાની જોગવાઈ

કાગળ અને પ્લાસ્ટિકના બનેલા તિરંગા રસ્તાઓ પર પડવા એ સામાન્ય બાબત બની ગઈ છે. માહિતીના અભાવે લોકો રાષ્ટ્રધ્વજનું અપમાન કરવાની ભૂલ કરી નાખતા હોય છે. તિરંગો ફરકાવ્યા પછી સેલ્ફી લીધા એટલે આપણી ફરજ પુરી! આવું નથી. તિરંગાને ફેંકવો એ તેનું અપમાન છે. જે સજાપાત્ર ગુન્હો બને છે. જેમાં ત્રણ વર્ષની સજા અને દંડ ભરવો પડી શકે છે. ભારતીય ધ્વજ સંહિતા 2002 મુજબ સજાની જોગવાઈ છે.

સરકાર ચલાવશે 'હર ઘર તિરંગા' અભિયાન, ઘરમાં તિરંગો ફરકાવવા દેશવાસીઓને કરાશે  પ્રોત્સાહિત | central government going to host har ghar tiranga campaign
રાષ્ટ્રધ્વજ બે રીતે નિકાલ કરી શકાય છે

રાષ્ટ્રધ્વજ બે રીતે નિકાલ કરી શકાય છે. જેમાં ધ્વજને દફનાવવો અને સળગાવવા જોઈએ. દફનાવવા માટે, લાકડાના બોક્સમાં ક્ષતિગ્રસ્ત ધ્વજ એકત્રિત કર્યા બાદ સારી રીતે ફોલ્ડ કરીને બોક્સમાં રાખવા જોઈએ. પછી આ બોક્સને જમીનમાં દાટી અને થોડો સમય મૌન રહેવાનો પણ નિયમ છે. રાષ્ટ્રધ્વજને બોક્સમાં રાખ્યા વગર સીધો જ જમીનમાં દાટી દેવો કાયદાકીય ગુનો છે.વધુમાં ધ્વજને બાળવા માટે સલામત સ્થળે ધ્વજને  બરાબર ફોલ્ડ કરી તેને કાળજીપૂર્વક અને આદર સાથે સળગતી આગની મધ્યમાં મુકવો જોઈએ. આ સમગ્ર પ્રક્રિયા અનુસરવી જોઈએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ