બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / સ્પોર્ટસ / Cricket / IND VS PAK VIDEO: after dismissing Ishan Kishan, Pakistani bowler pointed fingers, Hardik Pandya took revenge

IND VS PAK / VIDEO: 'ચલ નિકળ...', ઈશાન કિશનને આઉટ કર્યા બાદ પાકિસ્તાની બોલર ભૂલ્યો ભાન, આંગળીથી કર્યા ઈશારા, હાર્દિક પંડ્યાએ લીધો બદલો

Megha

Last Updated: 10:58 AM, 3 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

81 બોલમાં 82 રનની ઈનિંગ રમનાર ઈશાન કિશને આઉટ કરીને પાકિસ્તાનના ઝડપી બોલર હરિસ રઉફે ઈશારો કરી તેને મેદાનની બહાર જવા માટે કહ્યું જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

  • ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ અનિર્ણિત રહી
  • ઈશાન કિશન અને હાર્દિક પંડ્યાએ શાનદાર બેટિંગ કરી હતી 
  • હરિસ રઉફની બોલ પર ઇશાન કિશન કેચ આઉટ થયો 
  • હરિસ રઉફએ વિકેટ લીધા બાદ મેદાનની બહાર જવાનો ઈશારો કર્યો 

ભારત અને પાકિસ્તાન વચ્ચે શનિવારે રમાયેલી એશિયા કપ 2023ની ત્રીજી મેચ અનિર્ણિત રહી. વરસાદે આ મેચમાં ઘણી વખત વિક્ષેપ પાડ્યો હતો. જ્યારે ભારતીય ટીમની બેટિંગ ચાલી રહી હતી ત્યારે પણ ઘણી વખત બેટિંગ રોકવી પડી હતી, ત્યારપછી જ્યારે ટીમ ઈન્ડિયાની બેટિંગ પૂરી થઈ એ બાદ અવિરત વરસાદ ચાલુ રહ્યો. જે બાદ મેચ રદ્દ કરવી પડી હતી. 

ઈશાન કિશન અને હાર્દિક પંડ્યાએ શાનદાર બેટિંગ કરી 
આ મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ પાકિસ્તાની બોલરોએ ઝડપથી 4 વિકેટ લઈને તેના નિર્ણયને ખોટો સાબિત કર્યો હતો. મેચમાં ટીમ ઈન્ડિયાના બેટ્સમેન ઈશાન કિશન અને હાર્દિક પંડ્યાએ પોતાની શાનદાર બેટિંગથી ભારતીય ક્રિકેટ ચાહકોના દિલ જીતી લીધા હતા. રોહિત, શુભમન, વિરાટ અને શ્રેયસ અય્યરની વિકેટો પડ્યા બાદ ઈશાન કિશને 82 અને હાર્દિક પંડ્યા 87 રનની ઇનિંગ રમી હતી. 

હરિસ રઉફની બોલ પર ઇશાન કિશન કેચ આઉટ થયો 
ટીમ ઈન્ડિયાના વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશને એશિયા કપમાં પાકિસ્તાન સામેની મેચમાં વિસ્ફોટક બેટિંગનું પ્રદર્શન કર્યું હતું. ઈશાન કિશને 81 બોલમાં 82 રનની ઈનિંગ રમી અને આ દરમિયાન તેણે 9 ફોર અને 2 શાનદાર સિક્સર પણ ફટકારી હતી. જોકે, તે પોતાની સદી પૂરી કરવામાં ચૂકી ગયો હતો અને ઝડપી બોલર હરિસ રઉફદ્વારા આઉટ થયો હતો. તે જ સમયે, ઇશાનની વિકેટ લીધા પછી પાકિસ્તાનના ઝડપી બોલર હરિસ રઉફએ થોડા તેવર બતાવ્યા હતા જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

હરિસ રઉફે વિકેટ લીધા બાદ મેદાનની બહાર જવાનો ઈશારો કર્યો 
વિકેટ સેલિબ્રેશનમાં હરિસ રઉફે ઈશાનની વિકેટ લીધા બાદ તેને મેદાનની બહાર જવાનો ઈશારો કર્યો હતો. જો કે ઈશાને આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી, પરંતુ હરીશનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વલણને કારણે હરિસને સોશિયલ મીડિયા પર પણ ચાહકોના ગુસ્સાનો સામનો કરવો પડ્યો હતો.

હાર્દિકે ઈશાનનો બદલો લીધો હરિસ 
આ બાદ હરિસ રોફ 40મી ઓવર નાખવા આવ્યો હતો અને આ ઓવરમાં પંડ્યાએ ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા અને ઈશાનને આંગળી બતાવવાનો બદલો લીધો હતો. 3 ચોગ્ગા ફટકાર્યા બાદ હરિસનું વલણ ઢીલું થઈ ગયું હતું. હાર્દિક પણ તેની સદી પૂરી કરી શક્યો ન હતો. તેણે 87 રનની ઇનિંગ રમી હતી જેમાં 7 ફોર અને 1 સિક્સ ફટકારી હતી. હાર્દિક અને ઈશાન વચ્ચે પાંચમી વિકેટ માટે 138 રનની ભાગીદારી થઈ હતી.

ભારતે 266 રન બનાવ્યા હતા.પાકિસ્તાન
સામેની આ મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. શરૂઆત સારી રહી હતી પરંતુ 4.2 ઓવર પછી વરસાદના કારણે રમત રોકવી પડી હતી. આ દરમિયાન શાનદાર ફોર્મમાં દેખાઈ રહેલો કેપ્ટન રોહિત શર્મા શાહીન દ્વારા બોલ્ડ થયો. આ પછી વિરાટ કોહલી પણ કંઈ ખાસ ન બતાવી શક્યો અને 7 બોલમાં 4 રન બનાવીને ચાલતો રહ્યો. શુભમન ગિલે 30 બોલનો સામનો કર્યો પરંતુ તે માત્ર 10 રન જ બનાવી શક્યો. લાંબા સમય બાદ ઈજામાંથી પરત ફરેલો શ્રેયસ અય્યર 9 બોલમાં 14 રન બનાવીને આઉટ થયો હતો. 

જોકે, આ પછી ઈશાન કિશન અને હાર્દિક પંડ્યાએ સંયુક્ત રીતે ટીમ ઈન્ડિયાની ઈનિંગ્સને સંભાળી હતી અને બંનેએ એશિયા કપમાં પાંચમી વિકેટ માટે રેકોર્ડ 138 રનની ભાગીદારી કરી હતી. આ રીતે ભારતીય ટીમ પાકિસ્તાન સામેની આ મેચમાં 48.5 ઓવરમાં 266 રન બનાવીને સમેટાઈ ગઈ હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ