બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IND vs NZ: First semi-final of India-New Zealand World Cup today, both teams will be in Wankhede

સેમી ફાઇનલ / IND vs NZ: આજે ભારત-ન્યૂઝીલેન્ડ વર્લ્ડકપની પ્રથમ સેમી ફાઇનલ, બંને ટીમો વચ્ચે વાનખેડેમાં જામશે ભારે રસાકસી

Megha

Last Updated: 08:24 AM, 15 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ODI વર્લ્ડ કપ ટૂર્નામેન્ટની પ્રથમ સેમિફાઇનલ મેચ આજે જ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં આજે બપોરે 2 વાગ્યાથી રમાશે, જેમાં ભારત અને ન્યુઝીલેન્ડની ટીમો આમને-સામને ટકરાશે.

  • આજે ભારત અને ન્યુઝીલેન્ડની ટીમો આમને-સામને ટકરાશે
  • શું ટીમ ઇન્ડિયા ગત વર્લ્ડ કપની સેમિફાઇનલનો બદલો લેશે?
  • આજની મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાવાની છે

ભારત દ્વારા આયોજિત ODI વર્લ્ડ કપ 2023માં આજે ખૂબ જ ખાસ દિવસ છે. ટૂર્નામેન્ટની પ્રથમ સેમિફાઇનલ મેચ આજે જ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે, જેમાં ભારત અને ન્યુઝીલેન્ડની ટીમો આમને-સામને ટકરાશે. આ મેચ બપોરે 2 વાગ્યાથી રમાશે. જો કે વર્લ્ડ કપમાં સતત 9 મેચ જીત્યા બાદ ભારતીય ટીમ આ વખતે આત્મવિશ્વાસથી ભરેલી છે, પરંતુ હવે નોકઆઉટ સ્ટેજમાં અગાઉના પ્રદર્શનમાં કોઈ ફરક પડતો નથી. આવી સ્થિતિમાં રોહિત બ્રિગેડને વર્લ્ડ કપની પ્રથમ સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપવું પડશે. 

શું ટીમ ઇન્ડિયા ગત વર્લ્ડ કપની સેમિફાઇનલનો બદલો લેશે?
વાસ્તવમાં, માન્ચેસ્ટરમાં 2019 વર્લ્ડ કપમાં આ જ કીવી ટીમ સામેની હાર ભારતીય ટીમના મગજમાં હજી પણ તાજી હશે. ન્યૂઝીલેન્ડે 2021 ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પણ ભારતને હરાવ્યું હતું. પરંતુ આ વખતે ભારતીય ટીમ અલગ રંગમાં જોવા મળી રહી છે. સાથે જ આ વખતે ભારતીય ટીમનું પ્રદર્શન એટલું શાનદાર રહ્યું છે કે લોકો ટ્રોફીની રાહ જોઈ રહ્યા છે. ભારતે 28 વર્ષ પહેલા 2011માં આ સ્ટેડિયમમાં ODI વર્લ્ડ કપ જીત્યો હતો.

આ મેદાન હાઈ સ્કોરિંગ મેચ માટે પ્રખ્યાત
આજની મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાવાની છે. આ મેદાન હાઈ સ્કોરિંગ મેચ માટે પ્રખ્યાત છે. ઘણીવાર આ મેદાન પર ODI ક્રિકેટમાં ટીમો ટોસ જીત્યા બાદ પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કરે છે. બીજી ઇનિંગ્સમાં ફ્લડલાઇટ હેઠળ બેટિંગ કરવી થોડી મુશ્કેલ છે. અહીં અત્યાર સુધીમાં કુલ 27 મેચ રમાઈ છે, જેમાં પ્રથમ બેટિંગ કરનાર ટીમે 14 મેચ જીતી છે અને પીછો કરતી ટીમે 13 મેચ જીતી છે. જ્યારે વર્લ્ડકપ 2023માં આ મેદાન પર ચારમાંથી ત્રણ મેચમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમ જ જીતી શકી છે.

ભારતીય બેટિંગે અત્યાર સુધી મજબૂતી બતાવી છે
રોહિતે ટૂર્નામેન્ટમાં અત્યાર સુધીમાં 503 રન બનાવ્યા છે અને તે આ ગતિને ચાલુ રાખવા માંગે છે. ગિલ 7 મેચમાં માત્ર 270 રન બનાવી શક્યો છે અને તે ખાસ ઇનિંગ રમવા માંગશે. વિરાટ કોહલીએ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ 593 રન બનાવ્યા છે અને તે વન-ડેમાં તેની રેકોર્ડ 50મી સદી ફટકારવાના ઉંબરે છે. તે ભારતની જીત સાથે આ આંકડાને સ્પર્શવા માંગશે.

સાથે જ કોહલી પણ સેમિફાઇનલમાં વહેલા આઉટ થવાના ટ્રેન્ડને તોડવા માંગશે. તે 2019 અને 2015માં સેમિફાઇનલમાં એક રન પર આઉટ થયો હતો. ભારત મિડલ ઓર્ડર બેટ્સમેન કેએલ રાહુલ અને શ્રેયસ અય્યર પાસેથી પણ સારા પ્રદર્શનની અપેક્ષા રાખશે.

બોલિંગમાં પણ ભારતીય ટીમ બે ડગલાં આગળ રહી
જસપ્રિત બુમરાહ અને કુલદીપ યાદવે બોલિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું છે, જ્યારે મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજે તેમને સારો સાથ આપ્યો છે. આ બોલરો આ વર્લ્ડ કપમાં ભારતની સફળતા માટે ચાવીરૂપ સાબિત થયા છે. બીજી તરફ ન્યુઝીલેન્ડ પાસે ટ્રેન્ટ બોલ્ટ, ટિમ સાઉથી, લોકી ફર્ગ્યુસન જેવા ઝડપી બોલરો અને લેફ્ટ આર્મ સ્પિનર ​​મિશેલ સેન્ટનર જેવા અનુભવી બોલરો પણ છે.

ન્યુઝીલેન્ડ પાસે બેટિંગમાં અનુભવની કોઈ કમી નથી. યુવા રચિન રવિન્દ્રએ 565 રન બનાવ્યા છે. સાથે જ પ્રથમ મેચમાં ઈંગ્લેન્ડ સામે અણનમ 152 રન બનાવ્યા બાદ ડેવોન કોનવે કોઈ મોટી ઈનિંગ રમી શક્યો નથી. કેપ્ટન કેન વિલિયમસન અને ડેરીલ મિશેલ મિડલ ઓર્ડરની જવાબદારી સંભાળશે.

સંકળાયેલા મુદ્દાઓ

IND vs NZ Match IND vs NZ Semifinal ODI World Cup 2023 ODI વર્લ્ડ કપ 2023 World Cup 2023 World Cup 2023 Semi Final ભારત ન્યુઝીલેન્ડ મેચ ભારત ન્યુઝીલેન્ડ સેમીફાઈનલ મેચ વાનખેડે સ્ટેડિયમ World Cup 2023
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ