બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IND vs ENG devdutt padikkal included in team india squad for rajkot test match

સ્પોર્ટ્સ / IND vs ENG: 3 વર્ષ બાદ ટીમ ઇન્ડિયામાં રિએન્ટ્રી મારશે આ ખેલાડી, ભારત-ઇંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝમાં થશે સામેલ

Arohi

Last Updated: 09:55 AM, 13 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IND vs ENG: રાજકોટમાં રમાવવા જઈ રહેલી ટેસ્ટ મેચ પહેલા ટીમ ઈન્ડિયામાં એક યુવા ખેલાડીને શામેલ કરવામાં આવ્યો છે. લગભગ 3 વર્ષ બાદ આ ખેલાડીની ટીમ ઈન્ડિયામાં વાપસી થઈ છે.

  • 3 વર્ષ બાદ ટીમ ઈન્ડિયામાં શામેલ થશે આ ખેલાડી 
  • ભારત-ઇંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝમાં થશે સામેલ 
  • રાજકોટમાં રમાવવા જઈ રહી છે ટેસ્ટ મેચ 

ભારત અને ઈંગ્લેન્ડની ટીમ એક વખત ફરી એક્શનમાં આવી ગઈ છે. બન્ને ટીમો એક લાંબા બ્રેક બાદ પરત ફરી છે. રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાવવા જઈ રહેલી ટેસ્ટ સીરિઝ માટે ટીમ ઈન્ડિયાએ પોતાની તૈયારી શરૂ કરી દીધી છે. ત્યાં જ ઈંગ્લેન્ડ આજથી મેદાન પર નજર આવશે. આ વચ્ચે ટીમ ઈન્ડિયાના સ્ક્વોડમાં પણ ફેરફાર થઈ ગયો છે. 

3 વર્ષ બાદ ટીમ ઈન્ડિયાની જર્સી પહેરશે આ ખેલાડી 
ઈંગ્લેન્ડના સામે રમાવવા જઈ રહેલી 5 મેચોની ટેસ્ટ સીરિઝની ત્રીજી મેચથી કેએલ રાહુલ બહાર થઈ ગયા છે. તેમને પહેલી ટેસ્ટ મેચ વખતે ઈજા પહોંચી હતી. ત્યાર બાદ તે બીજી ટેસ્ટ મેચ પણ ન હતા રમી શક્યા. એવામાં બીસીસીઆઈએ ત્રીજી ટેસ્ટ મેચ માટે ટીમ ઈન્ડિયાના સ્કોડમાં દેવદત્ત પડિક્કલને શામેલ કર્યા છે. 

આ તે જ દેવદત્ત પડિક્કલ છે જેમને 2021 શ્રીલંકા પ્રવાસ પર ભારતીય ટીમમાં શામેલ કરવામાં આવ્યા હતા. આ પ્રવાસ પર દેવદત્ત પડિક્કલે 2 ટી20 મેચ રમી હતી. ત્યાર બાદ તેમણે ક્યારેય પણ ટીમ ઈન્ડિયામાં શામેલ ન કરવામાં આવ્યા. પરંતુ હવે એક લાંબી રાહ જોયા બાદ તેમની વાપસી થઈ ગઈ છે. જોકે તે રંગીન નહીં સફેદ જર્સીમાં જોવા મળશે. 

વધુ વાંચો: ઇન્ડિયાની હાર છતાંય ઉદય સહારને રચ્યો ઇતિહાસ, બન્યો U19 વર્લ્ડકપના ઇતિહાસમાં આવું કરનાર પ્રથમ ભારતીય કેપ્ટન

રણજીત ટ્રોફી 2023-24માં શાનદાર પ્રદર્શન 
દેવદત્ત પડિક્કલ ડોમેસ્ટીક ક્રિકેટમાં કર્ણાટકની ટીમ માટે રમે છે. હાવ રણજી ટ્રોફી રમાઈ રહી છે. આ ટૂર્નામેન્ટમાં દેવદત્ત પડિક્કલે કમાલનું પ્રદર્શન કર્યું છે. જેના કારણે તેમને ટીમ ઈન્ડિયામાં શામેલ કરવામાં આવ્યા છે. દેવદત્ત પડિક્કલે રણજી ટ્રોફીની છેલ્લી 4 મેચમાં 92.66ની સરેરાશથી 556 રન બનાવ્યા છે. તેમાં 3 સેન્ચુરી શામેલ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ