બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / uday saharan became the fist indian captain to be the top scorer

સ્પોર્ટ્સ / ઇન્ડિયાની હાર છતાંય ઉદય સહારને રચ્યો ઇતિહાસ, બન્યો U19 વર્લ્ડકપના ઇતિહાસમાં આવું કરનાર પ્રથમ ભારતીય કેપ્ટન

Arohi

Last Updated: 09:37 AM, 12 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

U19 World Cup: અંડર-19 વર્લ્ડ કપ 2024ની ફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયાને ઓસ્ટ્રેલિયાની સામે હારનો સામનો કરવો પડ્યો. પરંતુ આ ટૂર્નામેન્ટ વખતે ભારતીય કેપ્ટન ઉદય સહારને એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

  • અંડર-19 વર્લ્ડ કપની ફાઈનલમાં ભારતની હાર 
  • ટૂર્નામેન્ટમાં ઉદય સહારને બનાવ્યો મોટો રેકોર્ડ 
  • આમ કરનાર તેઓ પહેલા ભારતીય કેપ્ટન 

અંડર-19 વર્લ્ડ કપ 2024માં ભારતીય ટીમની સફર ખૂબ જ શાનદાર રહી. પરંતુ તે ટ્રોફી જીતવાથી એક સ્ટેપ દૂર રહી ગઈ. ટીમ ઈન્ડિયાને ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાની સામે 79 રનોથી હારનો સામનો કરવો પડ્યો. આ ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાની કમાન ઉદય સહારના હાથમાં હતી. તે ટીમને ટ્રોફી તો ન જીતવી શક્યા પરંતુ તેમણે એક એવો રેકોર્ડ બનાવ્યો જે આ પહેલા ભારતના કોઈ પણ કેપ્ટનના નામે ન હતો. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ICC (@icc)

ઉદય સહારને અંડર-19 વર્લ્ડ કપ 2024માં રચ્યો ઈતિહાસ 
ઉદય સહારન બેટ્સમેન તરીકે આ ટૂર્નામેન્ટમાં ખૂબ જ સફળ રહ્યા. તેમણએ 7 મેચોમાં 56.71ની શાનદાર એવરેજ સાથે 397 રન બનાવ્યા. જેમાં ઉદય સહારને એક સેન્ચુરી અને ત્રણ હાફસેન્ચુરી પણ મારી અને તે અંડર-19 વર્લ્ડ કપ 2024ના ટોપ સ્કોરર રહ્યા. 

ખાસ વાત એ છે કે તે ભારતના પહેલા કેપ્ટન છે જે આ ટૂર્નામેન્ટના ટોપ સ્ટોરર રહ્યા છે. આ પહેલા ભારતના 4 ખેલાડી અલગ અલગ એડિશનમાં ટોપ સ્કોરર રહી ચુક્યા છે. પરંતુ તેમાંથી કોઈ પણ ટીમના કેપ્ટન ન હતા. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ICC (@icc)

વધુ વાંચો: VIDEO: ટેસ્ટ માટે ટીમ ભારતનું રાજકોટમાં આગમન, કેપ્ટન, કોચ સહિત ક્રિકેટરોનું ભવ્ય સ્વાગત

અંડર-19 વર્લ્ડ કપ 2024માં સ્કોરર રહેનાર ભારતીય ખેલાડીની લિસ્ટ 

  • શિખર ધવન-2004 (505)
  • ચેતેશ્વર પુજારા- 2006 (349)
  • તન્મય શ્રીવાસ્તવ- 2008 (262)
  • યશસ્વી જાયસવાલ- 2020 (400)
  • ઉદય સહારન-2024 (397)
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ