બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સ્પોર્ટસ / રાજકોટ / Cricket / Arrival of Team India in Rajkot for Test, grand welcome for cricketers including captain, coach

INDvsENG / VIDEO: ટેસ્ટ માટે ટીમ ભારતનું રાજકોટમાં આગમન, કેપ્ટન, કોચ સહિત ક્રિકેટરોનું ભવ્ય સ્વાગત

Dinesh

Last Updated: 10:16 PM, 11 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

INDvsENG: ભારત અને ઈગ્લેન્ડ વચ્ચે રમાનાર ટેસ્ટ સિરીઝની ત્રીજી મેચ રાજકોટ ખાતે રમાનાર છે, ત્યારે આજે ભારતીય ટીમનાં ખેલાડીઓ રાજકોટ આવી પહોંચ્યા છે

  • રાજકોટમાં રમાશે ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ
  • 15 ફેબ્રુઆરીથી ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ 
  • ભારતીય ટીમના ક્રિકેટરો રાજકોટ પહોચ્યા


ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે જેમાં બંને ટીમો એક-એક મેચ જીતીને શ્રેણીમાં ટાઈ થઈ છે. પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ 15 ફેબ્રુઆરીથી રાજકોટમાં રમાવાની છે, ત્યારે ભારતીય ટીમ રાજકોટ ખાતે આવી પહોચી છે.જ્યાં તેમનું શાનદાર રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું.

સૈયાજી હોટલ ખાતે પહોંટી ટીમ ઈન્ડિયા
કેપ્ટન રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ તેમજ આર. અશ્વિન, સરફરાઝ ખાન, રજત પાટીદાર રાજકોટ પહોચ્યા છે તો કોચ રાહુલ દ્રવિડ, અક્ષર પટેલ, સુભમન ગિલ પણ રાજકોટ ખાતે પહોચ્યા હતાં. આ ભારતીય ટીમ સૈયાજી હોટલમાં રોકાઈ છે.

ટેસ્ટ મેચને લઈ ટિકિટનાં દર પણ નક્કી કરવામાં આવ્યા 
ભારત-ઈગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટની શ્રેણી હાલ ચાલી રહી છે. જેમાંથી ત્રીજી ટેસ્ટ મેચ તા.15 થી 19 ફ્રેબુઆરી દરમ્યાન રાજકોટ ખાતે ખંઢેરી સ્ટેડિયમ ખાતે રમાનાર છે. જેને લઈ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરી છે. રાજકોટમાં રમાનારી ભારત-ઈગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચને લઈ ટિકિટનાં દર પણ નક્કી કરવામાં આવ્યા છે. 

ટેસ્ટ મેચ રમાવાની હોવાથી ક્રિકેટ રસીકોમાં અનેરો ઉત્સાહ
ભારત અને ઈગ્લેન્ડ વચ્ચે રમાનાર ટેસ્ટ સિરીઝની ત્રીજી મેચ રાજકોટ ખાતે રમાનાર છે. આજે ભારતીય ટીમનાં ખેલાડીઓ રાજકોટ આવી પહોંચ્યા છે. અને હોટલ સૈયાજી ખાતે રોકાયા છે. જ્યારે તા, 12 મી ફેબ્રુઆરીનાં રોજ ઈગ્લેન્ડની ટીમ રાજકોટ આવશે. જે 150 ફૂટ રિંગ રોડ પર આવેલ ફોર્ચ્યુંન હોટલમાં રોકાશે. રાજકોટમાં ટેસ્ટ મેચ રમાવાની હોવાથી ક્રિકેટ રસીકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 

75 કરોડનાં ખર્ચે સ્ટેડિયમ બનાવવામાં આવ્યું
રાજકોટથી 12 કિમી દૂર ખંઢેરીમાં કુલ 75 કરોડનાં ખર્ચે સ્ટેડિયમ બનાવવામાં આવ્યું છે. આ સ્ટેડિયમ 5.50 લાખ સ્કવેર ફૂટમાં ફેલાયેલું છે. તેમજ સ્ટેડિયમની ડિઝાઈન તેમજ તેની બેઠક વ્યવસ્થા માટે 20 થી વધુ દેશોના સ્ટેડિયમની ડિઝાઈનો જોયા બાદ આ સ્ટેડિયમની બેઠક વ્યવસ્થા નક્કી કરવામાં આવી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ