બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IND vs AUS/ Australia all out for 480 on day 2 of 4th Test, India also made a strong start, see highlights

સ્પોર્ટ્સ ન્યૂઝ / IND vs AUS/ ચોથી ટેસ્ટના બીજા દિવસે ઓસ્ટ્રેલિયા 480માં ઓલઆઉટ, ભારતે પણ કરી મજબૂત શરૂઆત, જુઓ હાઈલાઈટ્સ

Manisha Jogi

Last Updated: 06:21 PM, 10 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલ 4 મેચની સીરિઝની અંતિમ મેચમાં ઓસ્ટ્રેલિયા 480 રન કરીને ઓલઆઉટ, ભારતે કરી શાનદાર શરૂઆત.

  • ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની અંતિમ ટેસ્ટ મેચનો બીજો દિવસ
  • ઓસ્ટ્રેલિયા 480 રન કરીને ઓલઆઉટ
  • ભારતે બીજા દિવસના અંતે 36 રન ફટકાર્યા

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 મેચની સીરિઝની ચોથી અને અંતિમ ટેસ્ટ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમવામાં આવી રહી છે. અંતિમ ટેસ્ટ મેચનો આજે બીજો દિવસ છે. ઓસ્ટ્રેલિયા પહેલી ઈનિંગમાં 167.2 ઓવરમાં 480 રન કરીને ઓલઆઉટ થઈ ગયું છે, તો ભારતે બીજા દિવસના અંતે 36 રન ફટકાર્યા છે. રોહિત શર્મા 17 રન કરીને અને શુભમન ગિલ 18 રન કરીને અણનમ રહ્યા છે. ભારતીય ટીમે આજે 10 ઓવરની બેટિંગ કરવાની હતી. ભારત ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઈનિંગના સ્કોરથી 444 રનથી પાછળ છે. 

ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન ઉસ્માન ખ્વાજા પહેલા દિવસે 104 રન ફટકારીને અને કેમરુન ગ્રીન 49 રન ફટકારીને અણનમ રહ્યો હતો. ઉસ્માન ખ્વાજાએ છેલ્લી ટેસ્ટ મેચની ઈનિંગમાં 180 રન, કેમરોન ગ્રીને 114 રન અને ટોડ મર્ફીએ 41 રન બનાવ્યા હતા. ઉસ્માન ખ્વાજાએ તેના ટેસ્ટ કરિઅરમાં 14મી સદી ફટકારી છે. ઓસ્ટ્રેલિયાએ છેલ્લી ટેસ્ટ મેચના પહેલા દિવસે 90 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 255 રન કર્યા હતા. 

અંતિમ ટેસ્ટ મેચની પહેલી ઈનિંગમાં અનુભવી પેસર મોહમ્મદ શમીએ 17 ઓવરમાં 65 રન આપીને 2 વિકેટ લીધી હતી, ઉમેશ યાદવે 15 ઓવરમાં 58 રન આપ્યા હતા, પરંતુ કોઈ વિકેટ લઈ શક્યા નથી. રવિચંદ્રન અશ્વિને 25 ઓવરમાં 57 રન આપીને 1 વિકેટ ઝડપી છે, જ્યારે રવિન્દ્ર જાડેજાએ 20 ઓવરમાં 49 રન આપીને 1 વિકેટ લીધી હતી.

ભારતીય બોલરનો દબદબો

રવિચંદ્રન અશ્વિને પહેલી ઈનિંગની 166મી ઓવરના ત્રીજા બોલમાં ટોડ મર્ફીની વિકેટ લીધી હતી. ટોડ મર્ફીએ 61 બોલમાં પાંચ ચોગ્ગાની મદદથી 41 રન ફટકાર્યા હતા. અક્ષર પટેલે 147મી ઓવરમાં ઉસ્માન ખ્વાજાની વિકેટ લીધી હતી. ઉસ્માન ખ્વાજાએ પહેલી ઈનિંગમાં 21 ચોગ્ગા ફટકારીને 180 રન કર્યા હતા. રવિચંદ્રન અશ્વિને 136મી ઓવરમાં મિચેલ સ્ટાર્કની વિકેટ લીધી હતી. 

ભારતીય સ્ક્વેડ

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએસ ભરત, અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ

ઓસ્ટ્રેલિયા સ્ક્વેડ

સ્ટીવ સ્મિથ (કેપ્ટન), ટ્રેવિસ હેડ, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, પીટર હેન્ડ્સકોમ્બ, કેમેરોન ગ્રીન, એલેક્સ કેરી, મિશેલ સ્ટાર્ક, નાથન લિયોન, ટોડ મર્ફી, મેથ્યુ કુનહેમેન
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ