બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Incredible Close-Up of The Sun Conceals a Hidden Detail

બાપ રે! / હવે સૂર્ય પણ દેખાઇ રહ્યો છે કોરોના જેવો, સામે આવી ડરાવનારી તસવીર, જુઓ PHOTO

Arohi

Last Updated: 02:49 PM, 6 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Close-Up Photos of The Sun: ખૂબ મહેનત કરીને એક ફોટોગ્રાફરે પૃથ્વીથી સૂર્યની એક શાનદાર તસવીર ક્લિક કરી છે. હકીકતે આ સૂરજનો ક્લોઝ અપ છે. જેને તે કેદ કરવા માંગતા હતા. ફોટોગ્રાફર Andrew McCarthyએ સૂર્યની સાથે એક ખૂબ જ શાનદાર વસ્તુને પણ કેપ્ચર કરી છે.

  • સૂર્યની શાનદાર તસવીર વાયરલ
  • સૂર્યનો ક્લોઝ અપ જોઈ ચોંકી ઉઠશો 
  • કોરોના વાયરસની જેમ કાંટા નિકાળે છે સૂરજ 

આપણો સૂર્ય વિશાળ, અશાંત અને ખૂબ જ ગરમ છે. તે અંતરિક્ષમાં હાઈ-એનર્જી રેડિએશન ફેંકે છે. જેમાંથી અમુક પૃથ્વીની ચારે બાજુ ફરી રહેલા આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનમાં પણ પહોંચી જાય છે. ISS એક દિવસમાં 16 હજાર વખત આપણા ગ્રહના ચક્કર લગાવે છે. યોગ્ય જગ્યા, યોગ્ય ટેલીસ્કોપથી તમે તેને ઉપરથી પસાર થતા જોઈ શકો છો અને માત્ર થોડા જ મિલીસેકન્ડ માટે, ISS ક્યારેક ક્યારેક સૂર્યની સામે પણ જોવા મળે છે. 

ફોટોગ્રાફર એન્ડ્રયુ મેક્કાર્થીએ તે એક પલને એક ચોંકાવનારી તસવીરમાં કેદ કરી છે. આ તસવીરને કંપોઝ કરવામાં તેમને 12 કલાક લાગ્યા. કારણ કે તસવીર ત્રીજા ટેલીસ્કોપથી લેવામાં આવી હતી. આ હાલ એક તસવીર દેખાઈ રહી છે. પરંતુ હકીકતે આ હજારો તસવીરોનું એક મેજીક છે. 

સ્પેસ સ્ટેશન સૂર્યના પ્લાઝ્મા પર ફક્ત છાયા આકૃતિની જેમ દેખાય છે. જેનાથી સૂર્ય વધારે એક્ટિવ હોય છે તે વધારે મટીરિયલ અંતરિક્ષમાં ફેંકે છે. ક્યારેક ક્યારેક પૃથ્વીની તરફ પણ. તેને જ સોલર ફ્લેયર્સ કે કોરોનલ માસ ઈજેક્શન કહેવામાં આવે છે. 

ખૂબ મહેનત બાદ ક્લિક કરવામાં આવી તસવીર 
મેક્કાર્થીને આ ફોટો ક્લિક કરવા માટે ખૂબ જ મહેનત કરી પડી હતી. યોગ્ય ફિઝિક્સ અને ખૂબ વધારે સંતુલનની જરૂર હતી. અંતરિક્ષ સ્ટેશન મોટાભાગે પૃથ્વી અને સૂર્યની વચ્ચેથી પસાર થાય છે. પરંતુ એક સારી તસવીર મેળવવા માટે મેકકાર્થી ઈચ્છતા હતા કે તે સીધું તેમના માથાની તરફ હોવો જોઈએ. નહીં તો સ્પેસ સ્ટેશન ક્ષિતિઝ પર નાનુ દેખાય છે. 

તેમણે તારીખો અને સટીક સમય નોટ કરી દીધો. જ્યારે આ અરિઝોના રણમાં તેમના ઘરમાંથી લગભગ બે કલાક દૂરથી પસાર થયો. તે પોતાની કારમાં હજારો કિલોના ઉપકરણ ભરીને તે સ્થાન પર પહોંચ્યા, જેની તેમણે ગણના પણ ન હતી કરી અને તે પોતાના ટેલીસ્કોપ લગાવે. આકાશ સાફ હતું અને તે યોગ્ય સમયની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે સ્પેશ સ્ટેશન જોવા મળ્યું. તેમની પાસે અડધાથી પણ ઓછા સેકેન્ડનો સમય હતો જેવું ISS સૂર્યની પાસેથી પસાર થયું. એક વાદળ આવી ગયુ અને તેણે કામ ખરાબ કરી દીધુ. મેક્કાર્થીએ વધુ એક દિવસ પ્રયત્ન કર્યો પરંતુ સફળ ન થયું. 

મેક્કાર્થીએ જણાવ્યું, તે દિવસે તાપમાન ખૂબ વધારે હતું. તેમણે પોતાના ઉપકરણ લગાવ્યા. તેમે એ દિવસે સૂર્યની સપાટીની હજારો તસવીરો ક્લીક કરી જેને જોડીને તેમણે એક મોજેક બનાવ્યું. 

કોરોના વાયરસ જેવી દેખાઈ તસવીર 
મેક્કાર્થીએ કહ્યું કે ક્રોમોસ્ફીયર તસ્વીરોમાં પ્લાઝ્મા મૂવમેન્ટના કારણે સૂર્ય 'વાળ વાળા બોલ' જેવો દેખાતો હતો. બિલકુલ એવો જેવો આપણે કોરોના વાયરસની તસવીરો જોઈ છે. પરંતુ સ્પેસ સ્ટેશન વિઝિબલ લાઈટમાં જોવા મળે છે. તેના માટે મેક્કાર્થીએ ત્રણ દુરબીનોની જરૂર હતી. 

એકે ક્રોમોસ્ફીયરના 'હાઈડ્રોઝન અલ્ફા' એમિશનને કેપ્ચર કર્યું. બાકી બન્નેએ અંતરિક્ષ સ્ટેશન જોવા માટે ઓપ્ટિકલ લાઈટને કેપ્ચર કરી. તેમના દુરબીનોએ દર સેકન્ડ લગભગ 230 ફોટો ક્લિક કરી. મેક્કાર્થીએ કહ્યું કે જો તે આટલી ઝડપથી ફોટો ન લેત તો હકીકતમાં તે આ શાનદાર ક્ષણને મિસ કરી દેત. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ