બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Inauguration of PM Narendra Modi's signature bridge at Dwarka

વિકાસની રફ્તાર / દ્વારકાના દરિયામાં સિગ્નેચર બ્રિજ તૈયાર: આ તારીખે PM મોદી કરશે ઉદ્ઘાટન, જાણો શું છે ખાસિયત

Dinesh

Last Updated: 10:49 PM, 9 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

dwarka news: PM નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટમાં સમાવિષ્ટ સિગ્નેચર બ્રિજના ઉદઘાટન સાથે દ્વારકા શહેરને એક નવો સીમાચિહ્ન મળશે.

  • દ્વારકાના દરિયામાં સિગ્નેચર બ્રિજ તૈયાર
  • PM મોદી સિગ્નેચર બ્રિજનો કરશે ઉદ્ઘાટન
  • દ્વારકાથી બેટ દ્વારકા વચ્ચે રોડ માર્ગે મુસાફરી કરી શકશે


અયોધ્યા રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કૃષ્ણની નગરી દ્વારકાને મોટી ભેટ આપવા જઈ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દ્વારકા મુલાકાતને લઈને ગુજરાત સરકારે તૈયારીઓ શરૂ કરી દીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 ફેબ્રુઆરીના રોજ ગુજરાતની મુલાકાતે આવશે. આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહેસાણામાં તરભ ખાતે ઉપસ્થિત રહશે. તો બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારકા અને બેટ દ્વારકાને જોડતા સિગ્નેચર બ્રિજનું ઉદ્ઘાટન કરશે. અરબી સમુદ્ર પર બનેલો આ પુલ ખુલ્લો મુકવાથી લોકો દ્વારકાથી બેટ દ્વારકા વચ્ચે રોડ માર્ગે મુસાફરી કરી શકાશે. 

Prime Minister of Signature Cable Stait bridge opening

જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે
અયોધ્યામાં રામ મંદિરના લોકાર્પણ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્વારકા શહેરમાં આગમનને લઈને જોરશોરથી તૈયારીઓ થઈ રહી છે. સિગ્નેચર બ્રિજ ખાતે સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે.  પુલ પર ગીતાના શ્લોકો લખેલા પથ્થરના શિલાલેખો સ્થાપિત કરવામાં આવ્યા છે. જેના દ્વારા દ્વારકાની મુલાકાતે આવતા લોકો અને પ્રવાસીઓ ગીતા સાથે ભગવાન શ્રી કૃષ્ણના ઉપદેશો વિશે  જાણી શકશે. જેને હિન્દીની સાથે ગુજરાતી અને અંગ્રેજી ભાષાઓમાં સ્થાપિત કરવામાં આવ્યા છે. સિગ્નેચર બ્રિજના થાંભલાઓ પર મોરના પીંછા કોતરવામાં આવ્યા છે. એટલું જ નહીં દ્વારકા અને બેટ દ્વારકા વચ્ચે પ્રવાસ દરમિયાન પ્રવાસીઓ કૃષ્ણ ભક્તિમાં તરબોળ જોવા મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન મુજબ દ્વારકાનો વિકાસ થઈ રહ્યો છે. PM મોદી દ્વારકાની મુલાકાત પહેલા અબુધાબી પણ જવાના છે. ત્યાં તેઓ BAPSના પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરશે.

વાંચવા જેવું: PM મોદીની જાતિ પર વિવાદ શા માટે? જનતા ચૂંટણીમાં જાતિ જોશે કે નીતિ?

શું છે આ બ્રિજની ખાસિયત?
2320 મીટર લાંબો ઓખા-બેટ દ્વારકા વચ્ચે સિગ્નેચર બ્રિજ એ કેબલ-સ્ટેડ બ્રિજ છે જે બેટ દ્વારકા અને ઓખાને કચ્છના અખાતમાં જોડે છે. PM નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટમાં સમાવિષ્ટ સિગ્નેચર બ્રિજના ઉદઘાટન સાથે દ્વારકા શહેરને એક નવો સીમાચિહ્ન મળશે. એટલું જ નહીં દ્વારકા આવતા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. આ પુલ પર પ્રવાસીઓ માટે 12 જગ્યાએ વ્યુઈંગ ગેલેરી બનાવવામાં આવી છે. અહીંથી તેઓ કચ્છના અખાતમાં વાદળી સમુદ્ર નિહાળી શકશે. સૌથી મોટી વાત એ છે કે પ્રવાસીઓ અરબી સમુદ્ર ઉપરથી વાહનો દ્વારા બેટ દ્વારકા જઈ શકશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે.
 

સંકળાયેલા મુદ્દાઓ

PM Narendra Modi dwarka news signature bridge Inauguration દ્વારકા સિગ્નેચર બ્રિજ  સિગ્નેચર બ્રિજ signature bridge Inauguration
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ