બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / VTV વિશેષ / Controversy over PM Modi caste, will caste or policy see elections

મહામંથન / PM મોદીની જાતિ પર વિવાદ શા માટે? જનતા ચૂંટણીમાં જાતિ જોશે કે નીતિ?

Dinesh

Last Updated: 10:03 PM, 9 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહામંથન: પ્રધાનમંત્રીના OBC હોવા સામે કોંગ્રેસનો આ કંઈ પહેલો પ્રહાર નથી. 2014ની ચૂંટણી પહેલા અને પછી પણ પ્રધાનમંત્રી અને તેના OBC હોવા અંગે કોંગ્રેસ તરફથી પ્રહાર થતા રહ્યા

  • પ્રધાનમંત્રીની જાતિ ઉપર ફરી રાજકારણ
  • રાહુલ ગાંધીએ PMની જાતિ સામે સવાલ કર્યા
  • જાતિવાદના રાજકારણને હવા આપવાનો પ્રયાસ

પ્રધાનમંત્રી ઉપર જ્યારે પણ રાહુલ ગાંધી પ્રહાર કરે ત્યારે સરકાર પણ તે પ્રહાર બેકફાયર થાય તેવી રણનીતિમાં લાગી પડે છે. ફરી એકવાર મુદ્દો ચગાવવામાં આવ્યો પ્રધાનમંત્રીની જાતિનો. રાહુલ ગાંધી પ્રહાર કરવામાં થોડા આત્યંતિક થયા અને ત્યાં સુધી કહી દીધું કે પ્રધાનમંત્રી જન્મથી OBC નથી પરંતુ જન્મના 5 દાયકા પછી OBC થયા અને તે માત્ર કાગળ ઉપરના જ OBC છે. રાહુલ ગાંધીના બીજા પ્રહારો પણ યથાવત હતા પરંતુ રાજકારણને બાજુ પર રાખીએ તો મૂળભૂત પ્રશ્ન એટલો જ છે કે PM કક્ષાની વ્યક્તિની જાતિ ઉપર વિવાદ શા માટે કરવો જોઈએ. પ્રધાનમંત્રીના OBC હોવા સામે કોંગ્રેસનો આ કંઈ પહેલો પ્રહાર નથી. 2014ની ચૂંટણી પહેલા અને પછી પણ પ્રધાનમંત્રી અને તેના OBC હોવા અંગે કોંગ્રેસ તરફથી પ્રહાર થતા રહ્યા. જેની સામે પ્રધાનમંત્રીએ પણ પોતાને સૌથી મોટા OBC ગણાવવા અંગે ક્યારેય છોછ ન રાખ્યો. સમગ્ર વાત જનતા ઉપર આવીને અટકે છે. 140 કરોડની જનતા જાતિ જોશે કે પછી નીતિવિષયક વસ્તુઓ. મોટાભાગના રાજકીય પક્ષ OBC કાર્ડ ઉપર જ પોતાની રમત કેમ રમે છે?. કોંગ્રેસ જાતિગત વસતિ ગણતરીનો મુદ્દો સળગતો રાખવા માગે છે.

PMની જાતિ સામે સવાલ ?
પ્રધાનમંત્રીની જાતિ ઉપર ફરી રાજકારણ ગરમાયું છે. રાહુલ ગાંધીએ PMની જાતિ સામે સવાલ કર્યા છે. આ પહેલા પણ PMની જાતિ સામે સવાલ ઉઠાવવામાં આવ્યા છે. જાતિવાદના રાજકારણને હવા આપવાનો પ્રયાસ કરાયો છે. PMની જાતિને મુદ્દો શા માટે બનાવાય છે તે મહત્વનો સવાલ તેમજ કોંગ્રેસ જાતિગત વસતિ ગણતરીના મુદ્દાને સળગતો રાખવા માગે છે?

રાહુલ ગાંધીએ શું કહ્યું?
PM જન્મથી નહીં પણ કાગળ ઉપર જ OBC છે. જન્મના 5 દાયકા સુધી PM OBC નહતા. પ્રધાનમંત્રી દિવસમાં 3 વાર કપડાં બદલે છે. 9 લાખનો સૂટ અને 1.5 લાખની કલમથી લખાણ લખે છે. PM માટે OBCનો અર્થ `ઓન્લી બિઝનેસ ક્લાસ' તેમજ પ્રધાનમંત્રી ક્યારેય વંચિતો સાથે ન્યાય ન કરી શકે. કાગળ ઉપરના અને ચૂંટણીલક્ષી OBC પોતાના દિવસો ગણે તેમજ જાતિગત વસતિ ગણતરી અમે કરાવીશું

આક્ષેપ અંગે ભાજપે શું કહ્યું?
ગુજરાતમાં મોઢ અને ઘાંચી જ્ઞાતિને કોંગ્રેસની સરકારમાં જ OBCમાં સમાવિષ્ટ કરાઈ છે. 25 જુલાઈ 1994માં જાહેરનામું પ્રસિદ્ધ કરાયું હતું. તત્કાલિન સમયે છબીલદાસ મહેતાની સરકાર હતી. કુલ 36 જાતિઓને OBCમાં સમાવવામાં આવી હતી. 1994માં નરેન્દ્ર મોદી ન મુખ્યમંત્રી હતા, ન સાંસદ હતા. રાહુલ ગાંધી જુઠ્ઠાણું ફેલાવી રહ્યા છે. મોઢ અને ઘાંચી મોદી સમાજ સાથે જ જોડાયેલા છે. 1994થી સંપૂર્ણ મોઢ અને ઘાંચી સમાજ OBCમાં સમાવિષ્ટ છે. રાહુલ ગાંધીએ OBC સમાજનું અપમાન કર્યું

OBC મુદ્દે સંસદમાં વરસ્યા હતા PM
કોંગ્રેસ પછાત જાતિના નેતાઓ સાથે કેવો વ્યવહાર કરે છે તે સૌને ખ્યાલ છે.  કોંગ્રેસે OBC સાથે ક્યારેય ન્યાય કર્યો નથી. કર્પૂરી ઠાકુરની સરકારને અસ્થિર કરવા કેવા પ્રયાસ થયા હતા?. કોંગ્રેસ OBCની પ્રગતિને સહન નથી કરી શકતી. કોંગ્રેસ મંત્રીમંડળમાં OBCની ગણતરીની વાત કરે છે. સૌથી મોટો OBC હું છું એ કોંગ્રેસને દેખાતું નથી

ભારતમાં સંભવિત OBC વસતિ
ભારતમાં અંદાજે 44% વસતિ OBC કે તેની સાથે જોડાયેલા સમાજની છે. ભારતમાં સવર્ણ સમાજની વસતિ અંદાજે 24% છે. અનુસૂચિત જાતિ અંદાજે 23% જ્યારે અનુસૂચિત જનજાતિ 9% છે

ગુજરાતમાં OBCની વસતિ
રાજ્યમાં લગભગ 52% વસતિ OBC સમાજની
રાજ્યમાં OBC અંતર્ગત લગભગ 146 જાતિ
ભાજપના લગભગ 50 ધારાસભ્યો OBC
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ