બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / In the midst of Hamas-Israel war, PM Modi appealed to the world about terrorism, saying that it is sad that

P20 Summit / હમાસ-ઈઝરાયલ યુદ્ધની વચ્ચે PM મોદીએ આતંકવાદ અંગે વિશ્વને કરી અપીલ, કહ્યું દુ:ખ તો એ વાતનું છે કે....

Megha

Last Updated: 04:07 PM, 13 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે આતંકવાદનો સામનો કરવા માટે વૈશ્વિક નીતિની ગેરહાજરીથી આતંકવાદની મદદ કરનારા લોકોને ફાયદો થઈ રહ્યો છે. આ દુઃખદ છે અને તેનાથી બચવું જોઈએ.

  • આતંકવાદનો સામનો કરવા માટે સાથે મળીને કામ કરવાની જરૂર
  • હવે દુનિયા માનવા લાગી છે કે આતંકવાદ સમગ્ર માનવતા માટે ખતરો છે
  • આ શાંતિ અને ભાઈચારાનો સમય છે, સાથે ચાલવાનો સમય છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના દ્વારકામાં નવનિર્મિત યશોભૂમિ કન્વેન્શન સેન્ટર ખાતે આયોજિત P20 સમિટનું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન પીએમ મોદીએ G20 સભ્ય દેશોના અધ્યક્ષોને પણ સંબોધિત કરતાં સમયે ઈઝરાયેલ પર હમાસના હુમલાનો સીધો ઉલ્લેખ કર્યા વગર કહ્યું કે 'દુનિયાને હવે અહેસાસ થવા લાગ્યો છે કે કોઈપણ હિસ્સામાં કોઈપણ આતંકવાદી ઘટના માનવતા વિરુદ્ધ ગુનો છે. '

આતંકવાદનો સામનો કરવા માટે સાથે મળીને કામ કરવાની જરૂર
P20 સમિટમાં આતંકવાદ પર જોરદાર હુમલો કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આતંકવાદનો સામનો કરવા માટે સાથે મળીને કામ કરવાની જરૂર છે. યુદ્ધ કોઈને લાભ આપી શકતું નથી. વિશ્વ સંકટનો સામનો કરી રહ્યું છે. આ સમય દરેકના કલ્યાણનો છે. આતંકવાદ માનવતા માટે ખતરો છે. આતંકવાદ સામે કડકાઈથી સામનો કરવો પડશે. તે ખૂબ જ દુઃખદ છે કે આપણે આતંકવાદની વ્યાખ્યા પર સહમત નથી થઈ શકતા. આતંકવાદ વિશ્વ માટે એક મોટો પડકાર છે.

આતંકવાદ સમગ્ર માનવતા માટે ખતરો છે
પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું, 'હવે દુનિયા માનવા લાગી છે કે કોઈપણ ભાગમાં આતંકવાદી હુમલો સમગ્ર વિશ્વ માટે ખતરો છે. તેની ઉત્પત્તિ અને પદ્ધતિ ગમે તે હોય, આતંકવાદ સમગ્ર માનવતા માટે ખતરો છે. આપણે આતંકવાદ વિરુદ્ધ યુદ્ધ ચાલુ રાખવું પડશે. પીએમ મોદીએ કહ્યું, 'આ દુર્ભાગ્યપૂર્ણ છે કે આતંકવાદની વ્યાખ્યા નક્કી કરવામાં આવી નથી. આજે પણ આતંકવાદ સામે લડવાની આપણી વ્યાખ્યા નક્કી નથી. સંયુક્ત રાષ્ટ્ર પણ આ અંગે એકમત નથી. જેઓ આતંકવાદને મદદ કરી રહ્યા છે તેઓને તેનો ફાયદો થાય છે.

આ શાંતિ અને ભાઈચારાનો સમય છે, સાથે ચાલવાનો સમય છે
PM મોદીએ કહ્યું, “વિવાદો અને સંઘર્ષોથી ભરેલી દુનિયા કોઈને પણ લાભ આપી શકે નહીં.  આ શાંતિ અને ભાઈચારાનો સમય છે, સાથે ચાલવાનો સમય છે, સાથે મળીને આગળ વધવાનો સમય છે. આ સમય દરેકના વિકાસ અને કલ્યાણનો છે.”

વિશ્વને એક પૃથ્વી, એક કુટુંબ, એક ભવિષ્યની ભાવનાથી જોવું પડશે
'આતંકવાદ માનવતા વિરુદ્ધ છે. વિશ્વની સામે આ સૌથી મોટો પડકાર છે અને તેનો કડકાઈથી સામનો કરવો પડશે. આપણે વૈશ્વિક વિશ્વાસની કટોકટીને દૂર કરવી પડશે અને માનવ-કેન્દ્રિત વિચારસરણી પર આગળ વધવું પડશે. આપણે વિશ્વને એક પૃથ્વી, એક કુટુંબ, એક ભવિષ્યની ભાવનાથી જોવું પડશે! વિશ્વ માટે નિર્ણય લેવાની પ્રક્રિયામાં આપણે જેટલી વધુ સહભાગી થઈશું, તેટલી વધુ અસર આપણે સમગ્ર વિશ્વમાં કરીશું!’

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ