બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

VTV / ગુજરાત / અમદાવાદ / In the ISKCON Bridge accident case, the police prepared a charge sheet of 5 thousand pages

Iskcon Bridge Accident Case / 'તથ્ય પટેલ' અકસ્માત કેસ: 5 હજાર પેજની ચાર્જશીટ આજે કોર્ટમાં કરાઇ શકે છે રજૂ, 50થી વધુ લોકોના લેવાયા નિવેદન

Malay

Last Updated: 05:21 PM, 27 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Iskcon Bridge Accident Case: ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં પોલીસે 5 હજાર પેજની ચાર્જશીટ તૈયાર કરી છે. પોલીસ આ ચાર્જશીટ આજે કોર્ટમાં રજૂ કરી શકે છે.

  • ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ 
  • પોલીસ કોર્ટમાં રજૂ કરી શકે છે ચાર્જશીટ
  • 5 હજાર પેજની ચાર્જશીટ તૈયાર 

અમદાવાદના હચમચાવી નાખનારા ઇસ્કોન બ્રિજ અકસ્માત મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઇસ્કોન બ્રિજ અકસ્માત મામલે પોલીસ આજે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી શકે છે. તથ્ય પટેલ સામે કાયદાનો ગાળિયો વધુ મજબૂત કરવા માટે પોલીસે ઘણા પુરાવાઓ એકત્ર કર્યા છે. પોલીસ દ્વારા આરોપી તથ્ય પટેલ, તેના પિતા પ્રજ્ઞેશ પટેલ સહિત 50થી વધુ લોકોના નિવેદન લેવામાં આવ્યા છે. સાથે જ તથ્ય સાથે કારમાં સવાર અન્ય 5 મિત્રોના પણ નિવેદન લેવામાં આવ્યા છે જેનો ઉલ્લેખ ચાર્જશીટમાં કરાયો છે.  ચાર્જશીટમાં FSL, DNA, જેગુઆર કંપની સહિતના રિપોર્ટનો ઉલ્લેખ કરાયો છે. અગાઉ કરેલા 2 અકસ્માતોની તમામ વિગોતોનો પણ ચાર્જશીટમાં ઉલ્લેખ કરાયો છે.

5 હજાર પેજની ચાર્જશીટ કરાઈ છે તૈયાર
પોલીસે અકસ્માત કેસમાં કલમ 308 પણ દાખલ કરી છે. ઇસ્કોન બ્રિજ અકસ્માત મામલે પોલીસે 5 હજાર પેજની ચાર્જશીટ તૈયાર કરી છે. આ 5 હજાર પેજની ચાર્જશીટ પોલીસ આજે કોર્ટમાં ફાઈલ કરશે. ટ્રાફિક-પોલીસ દ્વારા અત્યાર સુધીમાં રજૂ કરવામાં આવેલી આ સૌથી ઝડપી ચાર્જશીટ છે. ઇસ્કોન બ્રિજ અકસ્માત બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ 1 અઠવાડિયામાં ચાર્જશીટ થશે તેવું કહ્યું હતું. ત્યારે એવું કહેવામાં આવી રહ્યું છે કે, પોલીસ આજે ચાર્જશીટ ફાઇલ કરી શકે છે. ચાર્જશીટ થયા બાદ તથ્યનો કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવશે.

જેગુઆર કંપનીએ UKથી મોકલ્યો છે રિપોર્ટ
ઇસ્કોનબ્રિજ પર સર્જાયેલા અકસ્માત સમયે કારની સ્પીડ કેટલી હતી, તે જાણનવા માટે પોલીસે અલગ-અલગ એજન્સીઓની મદદ લીધી છે. ઇસ્કોન બ્રિજ અકસ્માત મામલે જેગુઆર કંપનીએ UKથી લાઈટિંગ ઈફેક્ટ અંગે રિપોર્ટ મોકલ્યો છે. રોડ પર પૂરતી લાઈટ ન હોવાનું તથ્ય પટેલે બહાનું કાઢ્યું હતું. આરોપી તથ્ય પટેલે પોલીસને આપેલા નિવેદનમાં ખોટું બોલ્યો હતો. જેગુઆર કંપનીએ રિપોર્ટમાં 300 મીટર સુધી લાઈટ હોવાનો ખુલાસો કર્યો હતો. તેમજ જગુઆર કંપનીએ ગાડીમાં કોઈ ખામી નહીં હોવાનો પણ રિપોર્ટમાં ખુલાસો કર્યો છે.  FSLના રિપોર્ટમાં અકસ્માત સમયે કારની સ્પીડ 142.5 હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત રોડ પર પૂરતું વિઝિબ્લિટી વિઝન હોવાનું અને કારની લાઇટનો પ્રકાશ પૂરતો હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે. 

સિગ્નલ તોડવાનો એક્સપર્ટ હતો તથ્ય
તથ્યએ છેલ્લાં એક મહિનામાં 5 વખત રેડલાઈટ સિગ્નલ તોડ્યું હતું. સિગ્નલ તોડ્યું હોય કે ઓવર સ્પીડીંગ- તથ્યના નામે એકપણ વખત મેમો કપાયો નથી. તથ્યએ એસ.જી.હાઈવે, સિંધુભવન રોડ અને એસ.પી રિંગ રોડ પર સ્પીડમાં કાર ચલાવતો હતો અને અંતે તેણે ઈસ્કોન બ્રિજ પર 9 લોકોના જીવ એક જ સેકન્ડમાં લઈ લીધા.

હવાથી વાતો કરવાનો તથ્યને હતો જૂનો શોખ: એક મહિનામાં 25 વખત તો સ્પીડ લિમિટ  તોડી, 5 વખત રેડ લાઇટ; છતાં નહોતું અપાયું ચલાન I Tathya Patel broken the law  of over speeding

પોલીસ કમિશર, 3 DCP, JCP, 5 PI તપાસમાં જોડાયા
અમદાવાદ પોલીસ દ્વારા અકસ્માતની ઘટનાને લઈ કમિટીની રચના કરવામાં આવી છે. જેમાં ટ્રાફિક DCP નીતા દેસાઈ, ટ્રાફિક ACP એસ.જે મોદીનો કમિટીમાં સમાવેશ થાય છે. આ સાથે SG-1 ટ્રાફિક પોલીસ સ્ટેશનના PI અપૂર્વ પટેલ, SG-2 ટ્રાફિક પોલીસ સ્ટેશનના PI વી.બી.દેસાઈ, A ટ્રાફિક પોલીસ સ્ટેશનના PI પી.બી.ઝાલા, N ટ્રાફિક પોલીસ સ્ટેશનના PI કે.પી.સાગઠીયા અને M ટ્રાફિક પોલીસ સ્ટેશનના PI એચ.જી.કટારીયાનો કમિટીમાં સમાવેશ થાય છે. તથ્ય પટેલ કેસમાં અમદાવાદ પોલીસ કમિશનર, 3 DCP,  JCP, 5 PI તપાસમાં જોડાયા છે. 

તથ્ય પટેલ કેસ: લોકોની 'શાંતિ' છીનવનારના 'હરે શાંતિ' બંગલો પર ફરી વળશે  બુલડોઝર? જાણો કેમ ચાલી રહી છે આવી અટકળો | Bulldozer will be turned over  Pragnesh Patel's house in ...

બુધવારે રાત્રે શું બની હતી ઘટના? 
બુધવારે (19 જુલાઈ) રાત્રે શહેરના ઇસ્કોન બ્રિજ પર ડમ્પરની પાછળ મહેન્દ્રા થાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. અકસ્માત બાદ પોલીસ તપાસ કરવા માટે બ્રિજ પર પહોંચી હતી. આ દરમિયાન કર્ણાવતી ક્લબ તરફથી પૂર ઝડપે આવતી લક્ઝ્યૂરિયસ કારે અકસ્માત જોવા ઉભેલા લોકોને અડફેટે લીધા હતા. 140થી વધુની સ્પીડમાં આવેલા કાર ચાલકે ટોળા પર કાર ચડાવી દીધી હતી. આ ભયાનક અકસ્માતમાં 9 લોકોના મૃત્યુ નિપજ્યાં હતા. જ્યારે આ અકસ્માતમાં 10થી વધુ લોકોને ઈજાઓ પહોંચી હતી. તથ્ય પટેલ નામના કાર ચાલકે અકસ્માત સર્જ્યો હોવાનું સામે આવ્યું હતું. અકસ્માત સર્જનાર જગુઆર ચાલક પણ ઘાયલ થતા સિમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જે બાદ પોલીસે તેની ધરપકડ કરી હતી, જ્યારે યુવકના પિતાને પણ જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. સાથે જ યુવક સાથે કારમાં સવાર અન્ય યુવક-યુવતીઓની પણ પોલીસે અટકાયત કરવામાં આવી હતી. કોર્ટે કારચાલકના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. રિમાન્ડ પૂર્ણ થયા બાદ પોલીસે વધુ રિમાન્ડની માંગ ન કરતા તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયો છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ