બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / અજબ ગજબ / In marrige groom friends fight over extra papad, video goes viral on social media

પાપડમ્ યુદ્ધ / VIDEO: પાપડ માટે લગ્નમાં ઊડી ખુરશીઓ, ત્રણના માથા ફૂટ્યા, પોલીસ 15 સામે ઠોક્યો કેસ

Megha

Last Updated: 11:52 AM, 2 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક વિચિત્ર કિસ્સો કેરળમાંથી સામે આવ્યો છે જેમાં પાપડના મામલે થયેલી લડાઈમાં દોઢ લાખ રૂપિયાનું નુકસાન થયું હતું.

  • કેરળમાંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે
  • વરરાજાના મિત્રોને જમવમાં વધારાનો પાપડ ન મળતા કરવા લાગ્યા મારા-મારી 
  • સોશ્યલ મીડિયા પર વિડીયો વાયરલ 

લોકોને તમે પૈસા, જમીન, હોદ્દા અને ખુરશી માટે લડતા-ઝઘડતા જોયા હશે. પહેલાના જમાનામાં રાજ્ય તેના વિસ્તારની સીમા માટે ઝઘડો કરતાં અને હાલ રાજનીતિમાં પાર્ટીઓ એકબીજા  સાથે હોદ્દામાં આવવા માટે ઝઘડે છે. પાકિસ્તાન કાશ્મીર માટે ઝઘડી રહ્યું છે. પુતિન યુક્રેન સામે ઝઘડી રહ્યું છે. દરેક લોકોનું ઝઘડવા પાછળ પોતાનું એક કારણ હોય છે. ઘણી વખત લગ્નમાં પણ ઝઘડા જોવા મળે છે. આવા પ્રસંગ સમે ઝઘડો કરવા માટે સંબંધીઓ ભલે બદનામ હોય પણ મિત્રો પણ કઈં ઓછા નથી. 

આવો જ એક વિચિત્ર કિસ્સો કેરળમાંથી સામે આવ્યો છે. ત્યાં એક લગ્ન સમારોહમાંથી એક ઝઘડાનો કિસ્સો સામે આવ્યો જેમાં લગ્નમાં ભોજન હતું. ભોજનમાં પાપડ હતો. વરરાજાના મિત્રો લગ્નમાં ભોજન કરી રહ્યા હતા. મિત્રોએ પાપડ માંગ્યા. પીરસનારે ના પાડી. બસ આટલી વાત હતી. આટલામાં વરરાજાના મિત્રો ગુસ્સે થયા, ઝઘડો થયો. એકબીજા સાથે મારા-મારી થઈ અને આ આખા કિસ્સામાં એક વૃદ્ધ, બે યુવાન એમ કુલ ત્રણ લોકો ઘાયલ થયા હતા. એ પછી ત્રણેયને હોસ્પિટલ લઈ જવાયા હતા. તમને જણાવી દઈએ કે પાપડના મામલે થયેલી લડાઈમાં દોઢ લાખ રૂપિયાનું નુકસાન થયું હતું.

આ કિસ્સો 31 ઓગસ્ટનો છે. બપોરના સમયે લગ્ન ચાલી રહ્યા હતા. લોકો ખુશ હતા અને ભોજન કરી રહ્યા હતા. લગ્નમાં એક પછી એક દઇશ પરોસવામાં આવતી હતી. સાથે જ પાપડ પણ આપવામાં આવતા હતા. ભોજન દરમિયાન વરરાજાના મિત્રોને વધારાનો પાપડ ન આપવામાં આવ્યો એટલા માટે અચાનક મારા-મારી શરૂ થઈ ગઈ હતી. 

મારામારીમાં ત્રણ લોકો ઘાયલ થયા હતા. તેમાં 74 વર્ષીય મુરલીધરન પણ સામેલ છે. મુરલી એ  જ્યાં લગ્ન થઈ રહ્યા હતા તે ઓડિટોરિયમનો માલિક છે. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ કેસમાં પોલીસે જણાવ્યું છે કે જ્યારે તેઓ પહોંચ્યા ત્યારે લોકો એકબીજા પર ખુરશીઓ અને ટેબલ ફેરવી રહ્યા હતા. આ મામલામાં પોલીસે 15 લોકો સામે કેસ દાખલ કર્યો છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ