બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / In Gujarat, unseasonal rains caused havoc everywhere, Tears in the eyes of the farmers, not a festival in the festival

ખેડૂતોની વ્યથા / VIDEO: એક વરસાદમાં કેટલાય મણ પાક નકામો થઈ ગયો, તહેવારમાં ઉત્સવ નહીં ખેડૂતોની આંખમાં આંસુ

Priyakant

Last Updated: 06:46 PM, 7 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હોળી-ધૂળેટીમાં ઉત્સવ નહીં દુ:ખના આંસુડા: ગુજરાતનાં ખેડૂતોની આ દશા જોઈ તમે પણ ભાવુક થઈ જશો, કમોસમી વરસાદથી ખાસ કરી બનાસકાંઠા-સૌરાષ્ટ્રમાં ભારે નુકશાન

  • ગુજરાતમાં કમોસમી વરસાદે ચારે બાજુ કહેર વર્તાવ્યો
  • કમોસમી વરસાદથી ભારે નુકશાન બાદ ખેડૂતની વ્યથાનો વીડિયો વાયરલ
  • બનાસકાંઠામાં રાયડો, રાજગરો અને બટાકાને મોટું નુકશાન 
  • સરકાર તાત્કાલિક સર્વે કરી સહાય કરે તેવી ખેડૂતોની માંગ

ગુજરાતમાં કમોસમી વરસાદે ચારે બાજુ કહેર વર્તાવ્યો છે. ખેડૂતોના મોં માં આવેલો કોળિયો છીનવાઇ ગયો હોય તેવો ઘાટ ગુજરાતના અનેક જિલ્લાઓમાં સર્જાયો છે. આ તરફ કમોસમી વરસાદને કારણે તૈયાર પાકને પણ મોટું નુકશાન પહોંચતા ખેડૂતોની આંખોમાં રીતસરના આંસુ આવી ગયા છે. હાલ સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં ખેડૂત દંપતી વરસાદને કારણે પાકને નુકશાન થતાં રડી રહ્યા હોવાનું દેખાઈ રહ્યું છે. ગુજરાતમાં આવેલ કમોસમી વરસાદને કારણે ખાસ કરીને બનાસકાંઠા અને સૌરાષ્ટ્રમાં ભારે નુકશાન પહોંચાડ્યું છે. 

રડતાં ખેડૂતનો વિડીયો વાયરલ 
ગઈકાલે આવેલ કમોસમી વરસાદે વર્તાવેલા કહેર બાદ ખેડૂતની વ્યથાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ગઈકાલે આવેલા કમોસમી વરસાદને કારણે ખેતરના પાળા તોડીને પાણી ખેતરમાં આવી ગયું હતું. જેને કારણે 30-30 મણ ધાણા થાય તેમ હોવા છતાં ધાણા બરબાદ થઇ ગયા હતા. આ તરફ વહેલી સવારે ખેતરમાં પહોંચ્યા બાદ સ્થિતિ જોતાં ખેડૂતોની આંખમાં આંસુ જોવા મળ્યા હતા.  

કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકની નુકશાની
રાજ્યમાં આવેલ કમસોમી વરસાદને કારણે ધાણા પકવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. કમોસમી વરસાદને કારણે 20 વિઘાનો પાક ફેલ થઈ ગયો છે. 2 લાખ રૂપિયાનો ખર્ચે તૈયાર થયેલા ધાણા કમોસમી વરસાદ કારણે ફેલ થઈ જતાં ખેડૂતોની હાલત કફોડી બની છે. કમોસમી વરસાદ કારણે ખેતરમાં ઉભેલા ધાણા કાળા પડવાની સાથે વરસાદી પાણીમાં ભળેલા ધાણાની હવે કોઈ ખરીદી ન કરે તેવી સ્થતિ બની છે. નોંધનીય છે કે, હાલ માર્કેટમાં 2200 રૂપિયા ભાવે ખરીદી થાય છે. 

રાજકોટમાં ખેડૂતોની સ્થિતિ વિકટ 
ગઈકાલે આવેલા કમોસમી વરસાદને કારણે રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકામાં ખેડૂતોની સ્થિતિ વિકટ બની છે. કમોસમી વરસાદથી ખેતરોમાં ઘઉંનો પાક પડી જતાં લોધીકા તાલુકામાં ખેડૂતોની માઠી દશા બેઠી છે. કમોસમી વરસાદને કારણે ઘઉંનો ઊભો પાક નિષ્ફળ જતાં ખેડૂતોને મોં માં આવેલો કોળિયો છીનવાઇ ગયો છે. 

બનાસકાંઠામાં કમોસમી વરસાદે સર્જી તારાજી 
બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો વારંવાર કુદરતી આપત્તિનો ભોગ બની રહ્યા છે. ગઈકાલે રાત્રે પણ ડીસા પંથકમાં ભારે વાવાઝોડા સાથે બરફના કરા નો વરસાદ થયો હતો જેના કારણે અનેક જગ્યાએ લોકોને ભારે નુકસાન વેઠવું પડ્યું છે. ઘઉં રાજગરો અને બટાકાના પાકને પણ કમોસમી વરસાદના કારણે નુકસાન થયું છે. જેમાં ઘઉં અને રાજગરાનો તૈયાર થયેલો પાક ભારે વરસાદના કારણે જમીનદોસ્ત થઈ ગયો છે બે મહિનાથી ખેડૂતો સતત દિવસ રાત કાળી મજૂરી કરી તૈયાર કરેલો પાક હવે જમીનદોસ્ત થઈ જતા લાખો રૂપિયાનું નુકસાન થયું છે. ત્યારે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે નુકસાનગ્રસ્ત વિસ્તારનો સર્વે કરી ખેડૂતો ને સહાય ચૂકવવામાં આવી તેવી માંગ છે.

બનાસકાંઠામાં રાજગરાના પાકમાં મોટું નુકસાન
બનાસકાંઠા જિલ્લાના વરનોડા ગામે પણ ખેડૂતોએ પોતાના ખેતરમાં વાવેલા રાજગરાના પાકમાં મોટું નુકસાન થયું છે. ખાસ કરીને જે ગત મોડી રાત્રે ભારે પવન કરા અને વરસાદ થયો તેના કારણે રાજકરાના વચ્ચે તૈયાર થયેલો પોતાના ખેતરમાં પડેલો પાક ભીનો થઈ ગયો હતો. જેના કારણે હાલમાં આ તમામ રાજગરો નુકસાનીમાં આવી ગયો છે. આ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં મોટા પ્રમાણમાં રાજગરાનું વાવેતર થયું હતું અને બહારના રાજ્યોમાં અને વિદેશમાં બનાસકાંઠા જિલ્લાના રાજગરાની માંગમાં સતત વધારો થયો હોવાના કારણે ખેડૂતોએ મોટા પ્રમાણમાં વાવેતર કર્યું હતું. પરંતુ જે પ્રમાણે કમોસમી વરસાદે રાજગરાના પાકમાં નુકસાન કર્યું છે જેના કારણે ખેડૂતોને રાજગરાના પાકમાં લાખો રૂપિયાનું નુકસાન વેચવાનો વારો આવે છે. આ તરફ હવે વરનોડા ગામના ખેડૂતો માંગ કરી રહ્યા છે કે, રાજ્ય સરકાર તાત્કાલિક વરનોડા ગામે રાજગરાના પાકમાં થયેલ નુકસાનનું સર્વે કરી તાત્કાલિક સહાય જાહેર કરે.

બનાસકાંઠામાં સૌથી વધુ રાયડાનું વાવેતર 
બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ રાયડાનું વાવેતર થયું હતું પરંતુ જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી હતી તેને લઈ ખેડૂતો રાયડાના પાકને લઈ ચિંતાતુર બન્યા હતા. બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ જે પોતાના ખેતરમાં રાયડાનો પાક તૈયાર કર્યો હતો. જેમાં મોટો ખર્ચો કરી સારા ભાવની આશાએ રાયડા નું વાવેતર કર્યું હતું. તે તમામ આશા પર ગત મોડી રાત્રે પડેલા વરસાદ અને કરાએ પાણી ફેરવી દીધું હતું. બનાસકાંઠા જિલ્લાના નાણી ગામે ખેડૂતોએ મોટા પ્રમાણમાં રાયડાનું વાવેતર કર્યું હતું. પરંતુ જે પ્રમાણે વરસાદ અને કરા રાયડાના પાક પર પડ્યા તેના કારણે હાલ ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન રાયડાના વાવેતરમાં ભોગવવાનો વારો આવ્યો છે. જેને લઈ તાત્કાલિક સરકાર દ્વારા સર્વે કરાવી સહાય ચૂકવવામાં આવે તેવી રાયડાનું વાવેતર કરતા ખેડૂતોની માંગ છે.

ડીસામાં બટાકાને પણ મોટું નુકશાન 
ડીસાને વર્ષોથી બટાટાની નગરી તરીકે ઓળખવામાં આવે છે જેના કારણે આ વર્ષે ડીસા તાલુકામાં સૌથી વધુ વાવેતર બટાટાનું થયું હતું. એક તરફ ખેડૂતોને બટાટામાં ભાવ મળી રહ્યા નથી તેના કારણે ખેડૂતો પોતાના તૈયાર થયેલા બટાટાનો માલ પોતાના ખેતરમાં એકત્રિત કરીને રાખેલો છે તો બીજી તરફ ગત મોડી રાત્રે બનાસકાંઠા જિલ્લામાં થયેલા કમોસમી વરસાદ અને કરાના કારણે બટાટાનું વાવેતર કરતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ડીસા તાલુકામાં જે પ્રમાણે ખેડૂતોના ખેતરોમાં ભાવના મળતા બટાટા પડ્યા હતા તે બટાટા પર વરસાદ અને કરા પડતા હાલ ખેડૂતોને મોટું નુકસાન વેચવાનો વારો આવ્યો છે.  ડીસા તાલુકામાં છેલ્લા પાંચ વર્ષથી ખેડૂતો બટાટામાં નુકસાન વહેંચવી રહ્યા છે ત્યારે છેલ્લા બે દિવસથી પડી રહેલા કમોસમી વરસાદથી ફરી આ વર્ષે ખેડૂતો બટાટામાં નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. બટાટાનું વાવેતર કરતા ખેડૂતોએ માંગ કરી છે કે , તાત્કાલિક ધોરણે સરકાર દ્વારા સર્વેની કામગીરી હાથ ધરી અને બટાટામાં નુકસાન થયેલ ખેડૂતોને સહાય આપવામાં આવે તેવી માંગ કરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ