બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / In Gujarat Students 'struggle' to pass in mother tongue, yet want to get admission in English medium schools

ચિંતાજનક / વિદ્યાર્થીઓને માતૃભાષામાં પાસ થવાના 'ફાંફાં', છતાંય ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં એડમિશન લેવા પડાપડી

Megha

Last Updated: 04:34 PM, 6 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક જમાનો હતો જયારે માતૃભાષામાં વધુ વિદ્યાર્થી પાસ થતા અને ઈંગ્લિશમાં વધુ વિદ્યાર્થી નાપાસ થતા હતા પણ હવે પરિસ્થિતિ પલટાઈ ગઈ છે. મોટાભાગના લોકો બાળકને ઈંગ્લિશમાં ભણાવવાનો આગ્રહ રાખે છે.

  • બોર્ડ પરીક્ષા પરિણામના ચોંકાવનારા આંકડા
  • ગુજરાતી વિદ્યાર્થીઓને ગુજરાતી વિષયમાં જ પાસ થવાનાં ‘ફાંફાં’
  • માતૃભાષામાં નાપાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા ચિંતાજનક રીતે વધી
  • વાલીઓનો ઈંગ્લિશ મીડિયમનો જ દુરાગ્રહ

ગુજરાતમાં જ ગુજરાતી વિદ્યાર્થીને માતૃભાષામાં પાસ થવાના ફાંફાં પડી રહ્યાં છે. છેલ્લાં બે વર્ષમાં ગુજરાતી ભાષામાં નાપાસ થનારા વિદ્યાર્થીની સંખ્યા વધી છે. હાલમાં આવેલાં ધોરણ ૧૦નાં પરિણામમાં ૯૬,૨૮૭ વિદ્યાર્થી ગુજરાતી પ્રથમ ભાષામાં નાપાસ થયા છે. જ્યારે ઈંગ્લિશ ભાષામાં નાપાસ થનારા વિદ્યાર્થીની સંખ્યા ૯૫,૯૪૪ છે. ૨૦૨૨માં ૧૭.૮૫ ટકા વિદ્યાર્થી ગુજરાતીમાં નાપાસ થયા હતા. જ્યારે ઈંગ્લિશ ભાષામાં ૧૦.૭૮ ટકા વિદ્યાર્થી નાપાસ થયા હતા. એક જમાનો હતો જયારે માતૃભાષામાં વધુ વિદ્યાર્થી પાસ થતા હતા અને ઈંગ્લિશમાં વધુ વિદ્યાર્થી નાપાસ થતા હતા પણ હવે પરિસ્થિતિ પલટાઈ ગઈ છે. મોટાભાગનાં દંપતી પોતાનાં બાળકને ઈંગ્લિશમાં ભણાવવાનો આગ્રહ રાખે છે.

ઈંગ્લિશ કરતાં ગુજરાતીમાં નાપાસ થતાં વિદ્યાર્થી
એક તરફ શૈક્ષણિક સંસ્થાઓમાં સ્થાનિક અથવા માતૃભાષામાં સૂચના આપવા માટે   કેન્દ્ર સરકાર પ્રોત્સાહન આપી રહી છે, ત્યારે ગુજરાતમાં અલગ જ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે માતૃભાષામાં બાળકને કાંઈ પણ શીખવવાથી તેની કલ્પનાશક્તિ અને તર્કશક્તિ ખીલે છે પરંતુ   છેલ્લાં બે વર્ષથી આ માન્યતા ખોટી પડી રહી છે. છેલ્લાં બે વર્ષથી ઈંગ્લિશ કરતાં ગુજરાતી ભાષામાં નાપાસ થતાં ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીની સંખ્યા વધારે છે.   બોર્ડની પરીક્ષામાં નાપાસ થયેલા ૨.૬ લાખ વિદ્યાર્થીમાંથી ૩૫ ટકા ગુજરાતીમાં નાપાસ થયા છે.

ઈંગ્લિશ વિષયને અપાતું વધુ મહત્વ આ પાછળ જવાબદાર 
ગુજરાતમાં   ભાષાકીય પરિસ્થિતિ હવે બદલાઈ રહી છે. પહેલાં એવું બનતું હતું કે મોટાભાગના વિદ્યાર્થી ગુજરાતીમાં સરળતાથી પાસ થઈ જતા હતા. ભૂતકાળમાં ઈંગ્લિશમાં ગુજરાતી કરતાં ૧૦-૧૫ ટકા વિદ્યાર્થીઓ વધુ નાપાસ થતા હતા. હાલની પરિસ્થિતિ જુદી   છે. શિક્ષણવિદ્ અને માતૃભાષામાં ભણીને ઉચ્ચ કક્ષાની કારકીર્દિ બનાવી ચૂકેલા વિદ્યાર્થીનું   માનવું છે કે વિદ્યાર્થીઓ અને વાલી દ્વારા ગણિત, વિજ્ઞાન અને ઈંગ્લિશ વિષયને અપાતું વધુ મહત્વ આ સમસ્યા માટે જવાબદાર હોઈ શકે છે.

વિદ્યાર્થી માતૃભાષાને ખાસ મહત્વ આપતા નથી
આજના ટ્રેન્ડ મુજબ વિદ્યાર્થી માતૃભાષાને ખાસ મહત્વ આપતા નથી   મોટાભાગે ગણિત અને વિજ્ઞાન જેવા વિષયો પર તે વધુ ધ્યાન આપે છે તેમનાં મનમાં ભરાયેલી ખોટી ગ્રંથિને લીધે તેઓ ઈંગ્લિશની તૈયારીમાં વધુ સમય ફાળવે છે. બાળક પણ પોતાની માતૃભાષામાં નાપાસ થઈ જ ના શકે તેવી ગેરમાન્યતાને લીધે ગુજરાતી ભાષા ભણવા પાછળ સમય પણ ઓછો ફાળવે છે.

વિદ્યાર્થીનો પાયો કાચો રહી ગયો હોવાથી તેમને માતૃભાષામાં વધારે તકલીફ પડી રહી છે. ભાષા શીખવા માટે લખીને પ્રેક્ટિસ કરવી જરૂરી છે. તેનાથી જોડણી અને વ્યાકરણમાં ચોકસાઈ આવે છે. જોડણીની ભૂલના કારણે   નિબંધ અને પત્રો લખવામાં વિદ્યાર્થી માર્ક ગુમાવે છે. ઈંગ્લિશ ભાષાને વિદ્યાર્થી અને વાલી વિદેશ સાથે સાંકળે છે એટલે તેના પર વધુ ભાર આપે છે.

AMC સંચાલિત ઈંગ્લિશ મીડિયમ સ્કૂલમાં એડમિશન લેવા માટે પડાપડી
વિદ્યાર્થી ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને ઈંગ્લિશ ભણવા પાછળ વધુ સમય આપે છે અને અજાણતાં જ ગુજરાતી ભાષાની અવગણના કરી નાખે છે. આ અવગણનાનું પરિણામ વિદ્યાર્થીનાં પરિણામમાં આવે છે. વાલીઓ પણ ક્યાંક ને ક્યાંક એમ માને છે કે, બાળકનાં કરિયર માટે ઈંગ્લિશ જરૂરી છે અને એટલે જ તેના પર વધુ ભાર આપે છે ઈંગ્લિશ ભાષાનું વળગણ એટલું છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ઈંગ્લિશમીડિયમ સ્કૂલમાં એડમિશન લેવા માટે રીતસર પડાપડી થવા લાગી છે. દરેક વાલીઓ પોતાનાં બાળકને ઈંગ્લિશમાં ભણાવવાનો દુરાગ્રહ રાખી રહ્યાં છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ