બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડિલેગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

VTV / અજબ ગજબ / વિશ્વ / In Bulgaria's Bridal Market, Men Sell Their Daughters To Potential Spouses

દુલ્હન માર્કેટ / VIDEO : આ બજારમાં પરિવાર લાખોમાં વેચે છે છોકરીઓને, થનારા પતિ બને છે ખરીદાર, જાણો દુલ્હન માર્કેટ વિશે

Hiralal

Last Updated: 09:02 PM, 22 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુરોપીય દેશ બુલ્ગારિયામાં એક ઠેકાણે દર શનિવારે દુલ્હનનું માર્કેટ લાગતું હોય છે આ માર્કેટમાં લોકો પોતપોતાના ગજા અનુસાર જવાન છોકરીઓ કે મહિલાઓ ખરીદને ઘેર લઈ જતાં હોય છે.

  • બુલ્ગારિયાના દુલ્હન માર્કેટની દુનિયાભરમાં ચર્ચા
  • દર શનિવારે જવાન છોકરીઓને ખરીદવા આવે છે લોકો
  • 6 લાખથી માંડીને 93 લાખમા વેચાય છે છોકરીઓ
  • એક પ્રકારનો રિવાજ છે, કૂંવારી છોકરી કે મહિલાનો ભાવ હોય છે વધારે 

જવાન છોકરીઓ સજીધજીને માર્કેટમાં જતી હોય છે અને પોતાને કોઈ ખરીદીને ઘેર લઈ જાય તેવી ઈચ્છા રાખતી હોય અને આ માટે દર શનિવારે એક મોટું માર્કેટ ભરાતું હોય જ્યાં લોકો પોતપોતાના ગજા પ્રમાણેની છોકરીઓ ખરીદીને ઘેર લઈ જાય અને તેને પત્ની બનાવી રાખે. સાંભળવામાં આ ચોંકાવનારું લાગે પરંતુ એક ઠેકાણે દુલ્હન માર્કેટ ભરાય છે. 
બુલ્ગારિયાના દુલ્હન માર્કેટની દુનિયાભરમાં ચર્ચા છે. બુલ્ગારિયાના Stara Zagora નામની એક જગ્યા છે જ્યાં દર શનિવારે કે તહેવારો અથવા રજાના દિવસે જવાન છોકરીઓ અને મહિલાઓ સજીધજીને પહોંચી જાય છે અને પોતાને કોઈ ઊંચા ભાવે ખરીદે તેવી ઈચ્છા રાખતી હોય છે. તેઓ રાજીખુશીથી વેચવા માટે તૈયાર હોય છે. આ માર્કેટમાં દરેક યુવતીનો સ્કોર કોઈ પણ પ્રોડક્ટની ક્વોલિટી અને કિંમતની જેમ જ લખવામાં આવે છે. પૈસાના અભાવે ગરીબ પરિવારો તેમની પુત્રીઓ માટે પતિની શોધમાં આ બજારમાં આવે છે.

કલાઈદઝીસ સમાજની છોકરીઓનું હોય છે માર્કેટ 
બલ્ગેરિયામાં સ્ટારા ઝગોરા નામની એક જગ્યા છે, જ્યાં દર શનિવારે નજારો અલગ હોય છે. ઓર્થોડોક્સ ક્રિશ્ચિયન લેન્ટમાં મહિલાઓ ભારે મેકઅપ સાથે સુંદર ડ્રેસમાં ફરતી જોવા મળે છે. મસ્કરા, હેવી જ્વેલરી, હીલ્સ અને મિની સ્કર્ટમાં સજ્જ આ મહિલાઓ પોતાના સપનાના રાજકુમારની શોધમાં હોય છે. કલાઈદઝીસ સમુદાય વ્યવસાયે તાંબાના કારીગર તરીકે કામ કરે છે. વાસણ, બોટલ વગેરે બનાવીને તેમની રોજીરોટી કમાતી હોય છે. આ ખાસ રિવાજ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.

માતાઓ દીકરીઓને લઈને આવે છે
લોકો આ સ્થળે ડાન્સ કરવા, ગાવા, પીવા અને ખૂબ ખાવાનું ખાવા માટે ભેગા થાય છે. આ સ્થળને જિપ્સી બ્રાઇડ માર્કેટ પણ કહેવામાં આવે છે. દીકરીઓ સાથે તેમની માતાઓ પણ જોવા મળે છે. માતાઓ ખુશ છે કે તેમની પુત્રીઓ હવે લગ્નની ઉંમરે પહોંચી ગઈ છે અને સમુદાયના રિવાજને પૂર્ણ કરવા જઈ રહી છે. 12મી-14મીસદીમાં આ સમુદાયે બલ્ગેરિયા અને પૂર્વીય યુરોપમાં સ્થળાંતર કર્યું હતું. આ સમુદાયની મહિલાઓ અને છોકરીઓને કોઈ પણ પુરુષને ડેટ કરવાની કે મળવાની પણ મંજૂરી નથી.

કુંવારી છોકરીઓનો વધારે ભાવ મળે છે
કલાઈદઝીસ સમુદાયમાં છોકરીઓના કૌમાર્યને પ્રાધાન્ય આપવામાં આવે છે. કુંવારી મહિલાઓ કે છોકરીઓ ઊંચા ભાવે વેચવામાં આવે છે જ્યારે કુંવારી ન હોય તેવી છોકરીઓ કે મહિલાઓ ઓછા ભાવે વેચાય છે. મેળામાં છોકરીઓને પરિવાર દ્વારા જ અન્ય પુરુષને મળવાની છૂટ હોય છે. કિશોરોને ઘર અથવા વડીલ વિના કોઈને પણ મળવાની મંજૂરી નથી. જો કે ટેકનોલોજીના આવ્યા બાદ હવે સોશિયલ મીડિયા દ્વારા મહિલાઓ એકબીજા સાથે જોડાઈ છે. સમૂહની બહાર લગ્ન કરવા એ સમાજમાં ખૂબ જ ખરાબ બાબત માનવામાં આવે છે. 

કેટલામાં વેચાય છે છોકરીઓ 
તાંબા-પિત્તળના સાધનો બનાવીને રોજી રોટી કમાવી રહેલા આ સમાજમાં સ્ત્રીના લગ્ન 16-20 વર્ષની ઉંમરે થાય છે. અહીં છોકરીઓને 8મા ધોરણ પછી ભણાવવામાં નથી આવતી. 
પરિવારજનોને ડર છે કે છોકરીઓનું કોઇ અપહરણ કરી શકે છે. આ માર્કેટમાં એક પુરુષ સોદાબાજી કર્યા બાદ એક મહિલા માટે 500થી 11,300 ડોલર (6.19થી 93.38 લાખ રૂપિયા) ચૂકવે છે. જ્યારે લગ્નમાં ઓછા પૈસા ખર્ચ કરે છે. ઘણીવાર યુવાન અને સુંદર મહિલાઓને વધુ કિંમત ચૂકવવી પડે છે. દુલ્હન વર્ષમાં ચાર વખત વસંત ઋતુ અને ઉનાળાની વચ્ચે થાય છે. આ બજાર ઘણી વાર તહેવારો અને રજાઓ દરમિયાન ગોઠવવામાં આવે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ