બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / અજબ ગજબ / in bikaner a unique custom of marriage gets arranged

અનોખું / અનોખી પરંપરા ! મોટા તામ-જામ નહીં પરંતુ ઉઘાડપગે જાન લઈને જાય છે વરરાજા, જાણો શું છે કારણ

Khevna

Last Updated: 11:25 AM, 20 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બીકાનેરના પુષ્કરણ સમાજમાં લગ્નનું ઓલંપિક થાય છે, જેમાં ઘણા બધા લગ્નનું એકસાથે આયોજન થાય છે. જાણો આ વિષે વિગતવાર

  • બીકાનેરમાં યોજાય છે લગ્ન ઓલંપિક 
  • સૌથી પહેલા જાન લઈને નીકળવાવાળા દુલ્હાને ઇનામ 
  • પુષ્કરણા સમાજ પૂરું પાડે છે શ્રેષ્ઠ ઉદાહરણ 

સામાન્ય રીતે લગ્નમાં લોકો લાખો રૂપિયા ખર્ચ કરતા હોય છે. દુલ્હા-દુલ્હનના પોશાક તથા ચપ્પલ વગેરે પર સૌથી વધારે ખર્ચ કરવામાં આવે છે. જ્યારે જાનમાં દુલ્હો ઘોડી પર સવાર થઈને દુલ્હનને ત્યાં પહોંચે છે, પરંતુ બીકાનેરના પુષ્કરણ સમાજમાં લગ્નનું ઓલંપિક થાય છે. આ દરમિયાન દુલ્હો ઉઘાડા પગે જાન લઈને સાસરે જાય છે. તે સુટની જગ્યાએ કેવળ બનિયાન પહેરીને જાય છે. સમાજના લ્લોકો આજે પણ પોતાની 300 વર્ષ જૂની આ પરંપરાનું નિર્વહન કરી રહ્યા છે. બીકાનેરમાં 18 ફેબ્રુઆરી શુક્રવારે પુષ્કરણ સાવા પર એક જ દિવસમાં ઘણા લગ્નમાં આ અનીખી પરંપરા જોવા મળી. દુલ્હાને જ્યાં વિષ્ણુ સ્વરૂપ માનવામાં આવે છે, દુલ્હન લક્ષ્મી સ્વરૂપા. બેંડ બાજની જગ્યાએ શંખની ધ્વની તથા માંગલિક ગીતો ગુંજે છે. 

લગ્નમાં ખાસ વાત એ રહે છે કે પુષ્કરણા સમાજના બધા જ રીતિ-રિવાજો તથા પરંપરા અનુસાર વિવાહની રસમો થાય છે. સાવા જોવા માટે દેશભરમાંથી લોકો બીકાનેર આવે છે. પુષ્કરણા સાવામાં માંગલિક રસમ 'ખિરોડા' કહેવાય છે, જેમાં પાપડ વાંચવામાં આવે છે. મહિલાઓ શુભ મુરતમાં પાપડ તૈયાર કરે છે. તેને કુમકુમથી સજાવે છે. વિવાહની રસમોમાં વધુ પક્ષ તરફથી ખિરોડા વાર પક્ષને ત્યાં પહોંચાડવામાં આવે છે. વાર પક્ષને ત્યાં પૂજન કાર્યક્રમ સંપન્ન થાય છે. ગોત્રાચાર થાય છે. આ એક મહત્વપૂર્ણ રિવાજ છે. 

સૌથી પહેલા જાન લઈને નીકળવાવાળા દુલ્હાનું ઇનામ 
શહેરની દીવાલો જાણે મંડપ છે તથા શહેરવાસીઓ જાનૈયાઓ. દરેક ગલી-નુક્કડમાંથી જાન પસાર થાય છે. આ જાનૈયાઓના સ્વાગત સત્કારમાં દરેક ભાગીદારી લે છે. શહેરની ગલીઓથી લઈને મહોલ્લાઓમાં મહિલાઓ તથા પુરુષોની ભીડ વચ્ચે લગ્નના રિવાજોનું આયોજન થાય છે. ઘણા વર્ષો જૂની આ પરંપરા માત્ર બીકાનેરમાં નિભાવવામાં આવે છે. અહી પુષ્કરણા સમાજ એક જ ડેટ પર લગ્નને યોગ્ય થઇ ગયેલ પોતાના બાળકોના લગ્ન કારવે છે. આ પાછળ સમાજની એક ખૂબ જ સારી વિચારધારા છે. બધા જ ઘરોમાં લગ્ન થશે તો કોઈ એક ઘરમાં વધારે મહેમાન નહિ પહોચે. ઓછા મહેમાનો આવશે, તો દીકરીના બાપ પર વધારે ખર્ચ નહિ આવે. 

એક જ દિવસમાં એટલા લગ્ન થાય છે કે આખું શહેર જાનૈયાઓથી ભરાઈ જાય છે. લગ્નના એટલા મંડપો સજાવવામાં આવે છે કે પંડિત પણ મળી શકતા નથી. સરકારે પણ આ દિવસે થવાવાળા બધા જ લગ્નને અનુદાન દેવાની ઘોષણા કરી છે. વિવાહના દિવસે જાન લઈને સૌથી પહેલા ચોકમાંથી પસાર થાય છે, તેને પણ પુરસ્કાર આપવામાં આવે છે. તે જ દુલ્હાને પુરસ્કાર મળે છે, જે વિષ્ણુ રૂપમાં તૈયાર થઈને આવે છે. આ શહેરની સંસ્કૃતિને કાયમ રાખવા માટે કરવામાં આવે છે. 

પુષ્કરણા સમાજ પૂરું પાડે છે શ્રેષ્ઠ ઉદાહરણ 
આ પરંપરા પહેલા 4 વર્ષના અંતરાળમાં થતી હતી, જે કારણે લગ્નનું અનોખું આયોજન ઓલંપિક લગ્નના નામથી પ્રચલિત હતું. પરંતુ હવે 2 વર્ષથી આનું આયોજન થઇ રહ્યું છે. જ્યાં સમાજની ઘણી સંસ્થાઓ વૈવાહિક કાર્યક્રમો સાથે જોડાયેલ સામગ્રી પણ લોકોને નિશુલ્ક ઉપલભ્ધ કરાવે છે. દહેજના નામ પર લાખો રૂપિયા લેવાની સામે પુષ્કરણા સમાજની આ રીત સૌથી મોટું ઉદાહરણ છે. ગરીબ પરિવારોની સાહાયતા માટે હાથ ઉઠાવે છે. મહત્વની વાત એ છે કે સહાયતા દેવાવાળા પોતાનું નામ ક્યારેય સાર્વજનિક નથી કરતા. બધું કામ સમાજના નામ પર જ થાય છે. 

આ વિવાહ સમારોહમાં બીકાનેરના પૂર્વ રાજપરિવાર આજે પણ પોતાની ભૂમિકા નિભાવે છે. પરંપરા અનુસાર, બ્રાહ્મણ સમાજના વિદ્વાન પહેલા રાજ પરિવાર પાસે સાવા આયોજિત કરવાની અનુમતિ માંગે છે. વર્તમાનમાં રાજમાતા સુશીલા કુમારી તેની અનુમતિ આપે છે. ત્યાર બાદ વિવાહના દિવસે રાજપરિવાર સદસ્ય તથા વર્તમાનમાં બીકાનેર પૂર્વથી વિધાયક સિદ્ધિ કુમારી આ આયોજનમાં શામેલ થાય છે. વિવાહ કરી રહેલ દરેક દુલ્હનને રાજપરિવાર તરફથી ગિફ્ટ પણ પહોંચાડવામાં આવે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ