બ્રેકિંગ ન્યુઝ
Dinesh
Last Updated: 09:45 PM, 13 September 2023
ADVERTISEMENT
અમદાવાદમાં લગ્નના ટૂંકાગાળામાં જ આપઘાત કરી લેવાના કિસ્સાઓ વધી રહ્યો છે. ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં 4 માસના લગ્ન જીવનમાં એક યુવકે પત્ની અને સાસુના ત્રાસથી આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. યુવકે અંતિમ વીડિયો બનાવી પોતાની આપવીતી કહી રિવરફ્રન્ટ પર ઝંપલાવીને જીવન ટુંકાવ્યું છે.
ADVERTISEMENT
લગ્ન બાદ બંને વચ્ચે ખટરાગ ચાલતો હતો
અમદાવાદ શહેરના ખાનપુરમાં રહેતો યુવક ગુફરાન ગૌસીના ફરહીનબાનું સાથે લગ્ન થયા હતા. જોકે લગ્ન બાદ બંને વચ્ચે ખટરાગની પરિસ્થિતિ ઊભી થઈ હતી. જેના કારણે પોતાની પત્ની ફરહીનબાનું પોતાના પિયરમાં જ રહેવા માટે જતી રહી હતી. ત્યારે મૃતક ગુફરાને તેની પત્ની ફરહીન અને માતા ઇસરતજહાનીએ પરેશાન કરી માનિસક ત્રાસ આપી મરવા મજબૂર કર્યો હતો.
એક્ટિવાની ચાવી અને મોબાઈલ મળી આવ્યો હતો
જેને કારણે મૃતક ગુફરાન પત્ની અને સાસુનું ત્રાસ સહન ન કરતા 7 સપ્ટેમ્બરના રોજ ગુફરાન રિવરફ્રન્ટ પર નદીમાં કૂદી જીવન ટુંકાવ્યું હતું. રિવરફ્રન્ટ પર સરદાર બ્રિજના વોકવે પર ગુફરાનનો મોબાઇલ અને એક્ટિવાની ચાવી મળી આવી હતી. જેના આધારે નદીમાં તપાસ કરતા ગુફરાનની લાશ મળી આવી હતી. જે ગુફરાનનો મોબાઇલ જોતા એક અંતિમ વીડિયો સામે આવ્યો હતો. જેના આધારે સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે દુષ્પેરણાનો ગુનો નોંધ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.